Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સુખ અને દુઃખનું સ્વરૂપ જણાવાય છે
सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् ।।
एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥२४-१९॥ सर्वमिति-सर्वं परवशं पराधीनं दुःखं, तल्लक्षणयोगात् । सर्वमात्मवशमपराधीनं सुखम् । अत एव हेतोः । एतदुक्तं मुनिना । सङ्क्षपेण समासेन । लक्षणं स्वरूपं सुखदुःखयोः । इत्थं च ध्यानजमेव तत्त्वतः सुखं, न तु पुण्योदयभवमपीत्यावेदितं भवति । तदाह-“पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । ततश्च કુ વૈતવૃધ્યાનનું તાત્ત્વિવં સુહમ્ IIછા” |ર૪-૧૧//
પરાધીન બધું દુઃખ છે અને સ્વાધીન બધું સુખ છે – આ પ્રમાણે સંક્ષેપથી સુખ અને દુઃખનું સ્વરૂપ મુનિઓએ જણાવ્યું છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય આમ તો ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે. પરંતુ એને શ્રદ્ધેય બનાવવાનું ખૂબ જ કઠિન છે.
ગ્રંથકારપરમર્ષિએ જણાવેલી એ વાતનો વિચાર કરીએ તો ન સમજી શકાય એવી એ વાત નથી. સંસારમાં પાપના ઉદયથી પ્રાપ્ત થતું દુઃખ તો દુઃખ છે જ. પરંતુ પુણ્યથી પ્રાપ્ત થતું સુખ પણ દુઃખ સ્વરૂપ જ છે. કારણ કે તે દુઃખની જેમ જ કર્મના ઉદયથી પ્રાપ્ત થતું હોય છે. આત્મા અને તેના ગુણોને છોડીને અન્ય શરીર વગેરે સઘળા ય પદાર્થો પર છે. સંસારનું કોઈ પણ સુખ એ પરપદાર્થને આધીન છે, તેથી તે દુઃખસ્વરૂપ છે. પરપદાર્થની અપેક્ષા એ મોટામાં મોટું દુઃખ છે. કર્મજન્ય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખો પણ દુઃખનાં કારણ હોવાથી દુઃખસ્વરૂપ છે.
આથી સમજી શકાશે કે ધ્યાનના કારણે ઉત્પન્ન થનારું સુખ જ વાસ્તવિક સુખ છે. કારણ કે તે સ્વાધીન(આત્મવશ) છે. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારું કોઈ પણ સુખ પરાધીન હોવાથી દુઃખસ્વરૂપ જ છે. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારું સુખ વસ્તુતઃ સુખ જ નથી. કારણ કે તેમાં સુખનું લક્ષણ નથી. પરંતુ તેમાં દુઃખનું લક્ષણ છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લોક નં.૧૭૩) એ પ્રમાણે જણાવ્યું છે કે – પુણ્યના ઉદયથી પ્રાપ્ત સુખ પણ પરવશ છે – એ નિશ્ચિત છે. કારણ કે પુણ્ય આત્માદિથી પર છે. તેથી પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ દુઃખરૂપ જ છે. કારણ કે પરવશતા સ્વરૂપ દુઃખનું લક્ષણ એ સુખમાં સંગત થાય છે. આ રીતે ધ્યાનથી ઉત્પન્ન થયેલું સુખ જ તાત્ત્વિક સુખ છે- એ સ્પષ્ટ છે. અહીં યોગદષ્ટિસમુચ્ચયના શ્લો.નં. ૧૭૩માં ચોથું પદ ધ્યાન તત્તિ સુહમ્ આ પ્રમાણે છે. તેના સ્થાને એ ગ્રંથમાં તzસનિયોતિ: આ પ્રમાણે પાઠ છે, જેનો અર્થ ઉપર જણાવ્યો છે. ર૪-૧લા
આત્મવશ સુખ હોવાથી મહાત્માઓને તે નિરંતર હોય છે, તે જણાવાય છે
એક પરિશીલન