Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અનુષ્ઠાનનો નાશ થતો હોય છે. તેથી સાતિચાર અનુષ્ઠાન હોવા છતાં વિવક્ષિત ફળની પ્રાપ્તિ થતી નથી. સાતમી દૃષ્ટિમાં એવી અવસ્થા હોતી નથી. આ દૃષ્ટિ સત્યવૃત્તિપદ(અસંગાનુષ્ઠાન)ને પ્રાપ્ત કરાવનારી છે. સમ્પ્રવૃત્તિપદનું સ્વરૂપ હવે પછી જણાવાશે. ર૪-૧ળી, ધ્યાનનું સ્વરૂપ વર્ણવાય છે–
चित्तस्य धारणादेशे, प्रत्ययस्यैकतानता ।
ध्यानं ततः सुखं सारमात्मायत्तं प्रवर्त्तते ॥२४-१८॥ चित्तस्येति-चित्तस्य मनसो धारणादेशे धारणाविषये। प्रत्ययस्यैकतानता विसशपरिणामपरिहारेण सशपरिणामधाराबन्धो ध्यानं । यदाह-“तत्र प्रत्ययैकतानता ध्यानम्” इति [३-२] । ततस्तस्मात् सुखं सारमुत्कृष्टम् । आत्मायत्तं परानधीनं प्रवर्तते ।।२४-१८॥
ધારણાના વિષયમાં; મનની જ્ઞાનસંબંધી જે એકાગ્રતા છે તેને ધ્યાન કહેવાય છે. તેથી સારભૂત સ્વાધીન એવું સુખ પ્રવર્તે છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સૂર્યની પ્રભા જેવી પ્રભા છે જેની એવા બોધવાળી આ દૃષ્ટિમાં ધ્યાનસ્વરૂપ યોગના અંગની પ્રાપ્તિ થાય છે. ચિત્તની ધારણાના વિષયમાં જે પ્રત્યર્થકતાનતા છે, તેને ધ્યાન કહેવાય છે. જે વિષયની ધારણા છે તેનાથી વિસદશ એવા પરિણામનો પરિહાર કરીને સદેશ પરિણામની ધારામાં જે ચિત્ત લાગી રહે છે, તેને પ્રત્યાયની(જ્ઞાનની) એકતાનતા(એકાગ્રતા) કહેવાય છે. પાતંજલયોગસૂત્રમાં આ અંગે જણાવ્યું છે કે “તત્ર પ્રત્યર્થતાના ધ્યાન રૂરા. અર્થાત્ ધારણાના તે તે વિષયમાં જે ધ્યેયાકાર ચિત્તની એકાગ્રતા, તેને ધ્યાન કહેવાય છે. જે વિષયમાં ધારણા વડે ચિત્તવૃત્તિ લગાડેલી હોય તે વિષયમાં વિજાતીયવૃત્તિપ્રવાહથી રહિત સજાતીય વૃત્તિનો નિરંતર પ્રવાહ કરી દેવા સ્વરૂપ ધ્યાન છે. આશય એ છે કે જેનું ધ્યાન કરાય છે તે વિષયક જ ચિત્તવૃત્તિનો પ્રવાહ રહે, પણ અન્યવિષયકચિત્તવૃત્તિનો પ્રવાહ રહેવો ના જોઈએ. આને જ વિજાતીય પ્રત્યયથી રહિત સજાતીયપ્રત્યયપ્રવાહ કહેવાય છે.
સામાન્યથી ધારણાના વિષયમાં જ્ઞાનની જે એકતાનતા છે, તેને ધ્યાન કહેવાય છે. સ્થૂલદષ્ટિએ ધ્યાન અને ધારણા : એ બંન્નેમાં રહેલા ભેદને સમજવો હોય તો મૂળભૂત વિષયમાં ચિત્તની એકાગ્રતા - એ ધારણા છે અને એના વ્યાપ્યભૂત અવાંતર એક વિષયમાં ચિત્તની એકાગ્રતા - એ ધ્યાન છે. ધારણામાં મૂળવિષયની આસપાસ જ ચિત્ત ફરતું રહે છે. જ્યારે ધ્યાન વખતે તે વિષયના એકદેશભૂત વિષયમાં જ ચિત્ત સ્થિર બને છે... ઇત્યાદિ યોગના જ્ઞાતાઓ પાસેથી સમજી લેવું જોઇએ. આ ધ્યાનથી પરમ ઉત્કૃષ્ટ એવા સુખની પ્રાપ્તિ થાય છે; જે આત્માયત્ત (સ્વાધીન) હોય છે, બીજાને આધીન હોતું નથી. ર૪-૧૮
૧૮
સદ્દષ્ટિ બત્રીશી