________________
૧૩૫૦
Ear
t
ritttttttttttttttttttt :ti Hit Hindi
Hiti't/it/till initial ll it
institrittના
ti[
trttitute tittitutEnt It iti fittitute in its tit!!!
| all IIIIIII,શાઓ નો. IIT/Ill, ill
|| Hit
| I
till illet them Hunt the tat ellellilittllit
નરકભૂમિઓ, નરકાવાસ અને એમાં ભોગવવાવાળી વેદનાઓનું આ અધ્યયનમાં રોમાંચિત ઉભા કરી દેવાવાળું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ જ પ્રમાણે જે હિંસક પ્રાણી નરકથી નિકળી તિર્યંચયોનીમાં જાય છે, એને કેવી રીતે દુ:ખોનો અનુભવ થાય છે તેનું પણ આ અધ્યયનમાં સારી રીતે સમજાવ્યું છે. આ દુઃખ અને વેદનાઓનું વર્ણન વાંચ્યા પછી હૃદય દ્રવિત થઈ જાય છે તથા આવી હિંસાના માટે ક્યારેય વાંચકો પ્રવૃત્ત નહીં થઈ શકે. કેટલાક જીવ નરકથી નીકળી મનુષ્ય પર્યાયમાં આવી જાય છે. પરંતુ તે અહિંયા વિકૃત અને અપરિપૂર્ણ શરીર પ્રાપ્ત કરી અવશિષ્ટ પાપકર્મ ભોગવે છે. તે વાંકાચૂકા શરીરવાળા, બહેરા, આંધળા, લૂલા, લંગડા વગેરે હોય છે
મૃષાવાદનું વર્ણન કરતા આગમમાં અનેક મિથ્યામતોનો ઉલ્લેખ કર્યો છે. એમાં ચાર્વાક, બૌદ્ધ અને અન્ય નાસ્તિક વિચારધારાના મતાવલંબી સમ્મિલિત છે. વામલોકવાદી મતના અનુસાર આ જગતશૂન્ય છે. જીવનું અસ્તિત્વ નથી. કરેલા શુભ-અશુભ કર્મોનું ફળ પણ નથી મળતુ. આ શરીર તેમના મતમાં પાંચભૂતોથી બનેલું છે અને વાયુના નિમિત્તથી બધી ક્રિયાઓ થાય છે.
બૌદ્ધ આત્માને રુપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર આ પાંચ સ્કંધોથી અલગ નથી માનતા. કોઈ બૌદ્ધ આ પાંચ સ્કંધોના સિવાય મનને પણ અંધ માને છે. કોઈ મનોજીવવાદી અર્થાતુ મનને જ જીવ કહે છે. કોઈ વાયુને જ જીવ સ્વીકારે છે. કોઈ જગતને સાદિ અને શાન્ત માને છે તથા પુનર્જન્મને સ્વીકાર કરતા નથી. એમના અભિપ્રાય પુણ્યકાર્ય અને પાપકર્મનું કોઈ ફળ મળતું નથી. સ્વર્ગ નરક અને મોક્ષ એ કંઈ નથી.
કેટલાક મિથ્યાવાદી લોકને ઈંડાથી ઉત્પન્ન માને છે તથા સ્વયંભૂને આનો નિર્માતા માને છે. કેટલાક કહે છે કે આ જગતુ પ્રજાપતિએ બનાવ્યું છે. કેટલાકના અનુસાર આ રામસ્ત જગતુ વિષ્ણમય છે. કેટલાકના અનુસાર આત્મા એક અને અકર્તા છે. તે નિત્ય નિષ્ક્રિય, નિર્ગુણ અને નિર્લેપ છે. આ પ્રમાણે પ્રસ્તુત અધ્યયનમાં વિભિન્ન જૈનેતર માન્યતાઓને મૃષાવાદી કે મિથ્યાવાદી કહીને પ્રસ્તુત કર્યા છે. આમાં કેટલીક માન્યતાઓ વૈદિક માન્યતાની છે.
કેટલાક લોકો બીજાનું ધન લેવા માટે જુઠું બોલે છે. કેટલાક રાજ્યવિરુદ્ધ મિથ્યાભાષણ કરે છે. સારાને ખરાબ અને ખરાબને સારું કાર્ય બતાવે છે. સજ્જનોને દુષ્ટ અને દુષ્ટોને સજ્જન બતાવે છે. કેટલાક લોકો વગર વિચાર્યે જ અસત્ય ભાષણ કરે છે તથા કેટલાક પાપ પરામર્શક જૂઠું બોલે છે. આ પ્રમાણે અનેક પ્રકારના મૃષાવાદી છે.
મૃષાવાદનું ભયંકર ફળ બતાવ્યું છે કે મૃષાવાદી જીવ નરક અને તિર્યંચ યોનિની વૃદ્ધિ કરી અનેક વેદનાઓને ભોગવે છે. મૃષાવાદનું ફળ ઈહલોકમાં પણ અપયશ, વેર, દ્વેષ આદિના રૂપમાં મળે છે.
અદત્તાદાનની પ્રવૃત્તિ પણ ઘણી ઘાતક છે. બીજાનું ધન હરણ કરવાની પ્રવૃત્તિ ચોરો અને ડાકુઓમાં જ નહીં રાજાઓમાં પણ જોવા મળે છે. એક રાજા બીજા રાજાના ધનાદિના પ્રતિ આકૃષ્ટ થઈ આક્રમણ કરે છે. આ પ્રમાણે અદત્તાદાન માટે હિંસાનો પણ સહારો લેવો પડે છે. ઝુઠાનો પણ સહારો લેવો પડે છે. રાજાઓમાં પરસ્પર કેવી રીતે બીભત્સ યુદ્ધ થતુ રહ્યો છે આનું પ્રસ્તુત પ્રસંગમાં સુંદર વર્ણન કર્યું છે. સામુદ્રિક વ્યાપારનું વર્ણન કરવાની સાથે સમુદ્રમાં થવાવાળી તસ્કરીનું પણ ચિત્ર ખેચ્યું છે. ગ્રામ, નગર આદિમાં બનેલા ઘરોમાં સેંધ લગાવીને કરવાવાળી ચોરીનું પણ આમાં વર્ણન છે. ચોરીની પ્રવૃત્તિઓનું પણ વર્ણન કર્યું છે.
અદત્તાદાન આશ્રવથી ગાઢ કર્મોનો બંધ તો થાય જ છે, પરંતુ આ લોકમાં પણ આનું દુષ્પરિણામ ભોગવવું પડે છે. રાજ્યની દંડ વ્યવસ્થાના અનુસાર કારાગારમાં કેદ કરી તાડન, અંગચ્છેદન અને તીવ્ર પ્રહારોની વેદના આપવામાં આવે છે. પ્રાચીન યુગમાં રાજ્ય વ્યવસ્થાના અનુસાર ચોરોને કઈ રીતે દંડિત કરવામાં આવતા હતા એનું પણ વર્ણન આ અધ્યયનમાં સવિસ્તૃત મળે છે.
taria diiiiiiiiiiiiiiiiiiii I li[ll du tellivali Hitilisatiridiliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitut III Iiiiiiiiiii lili ultriti
iiium=vidi======
===
=Hkilll
tiiiiiiiIIIIIIIIIIIIIIIiEIL EIIIIIIIII III TITLE=1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org