________________
૧૩૪૮-બી
(iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitiliiliiiiiiiiiiiiiiiiiiH || li aliliiiiiiiiiiiiiiiiiiiiiiiilllllliotilatilithilliall.allllllllllli
illutilllllllllllllllllllll ullllarfilm
=
=ilRTIFIfIiiiiiiiiiiiiiiiiillllla filliiliitill illust
૨૮. આશ્રવ અધ્યયન
કર્મોના આગમનને આશ્રવ કહેવાય છે. નવતત્વોમાં આશ્રવ પણ એક તત્વ છે. આશ્રવના વગર કર્મોનો બંધ થતો નથી. કર્મબંધ પર જો અંકુશ લગાવવું હોય તો આશ્રવ પર અંકુશ લગાવવું આવશ્યક છે. આશ્રવના પાંચ દ્વાર છે- (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) યોગ. આશ્રવના આ પાંચ દ્વારોનો સ્થાનાંગ સૂત્રમાં ઉલ્લેખ થયો છે. તત્વાર્થસૂત્રમાં આ પાંચેયને બંધના હેત કહ્યા છે. કર્મગ્રંથોમાં પણ આ બંધ હેતુઓના રુપે ગણેલા છે. સત્તાવન બંધના હેતુઓમાં મિથ્યાત્વના પ, અવિરતિના ૧૨, કષાયના ૨૫ અને યોગના ૧૫ ભેદોની ગણના થાય છે. આશ્રવના દ્વાર જ એક રીતે બંધના હેતુ હોય છે. કારણ કે આશ્રવ વગર બંધ થતો નથી.
આશ્રવના ૨૦ ભેદ પણ માન્યા છે. તે બધા આશ્રવના દ્વાર અથવા કારણ છે. ૨૦ ભેદોમાં મિથ્યાત્વ આદિ પાંચના સિવાય પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહનું, શ્રોતેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયોથી વિષય સેવનનું, મન, વચન અને કાયાને નિયંત્રિત ન રાખવાનું તથા ભંડોપકરણ અને સોય કુશાગ્ર આદિને અયતનાથી લેવું અને મુક્વાનો પણ સમાવેશ થાય છે. આ પ્રમાણે આશ્રવ એક વ્યાપક તત્વ છે. એમાં બધા જ કારણોનો સમાવેશ થઈ જાય છે. જેનાથી કર્મોનું આગમન થાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં આશ્રવના ભેદોનું વર્ણન પ્રશ્નવ્યાકરણના આધાર પર થયું છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં આશ્રવના જે પાંચ ભેદ વર્ણવ્યા છે તે આ પ્રમાણે છે- (૧) હિંસા (૨) મૃષા (૩) અદત્તાદાન (૪) અબ્રહ્મ અને (પ) પરિગ્રહ. સંયમ અથવા સંવરની સાધનામાં આવવા માટે આ પાંચે આશ્રવોનો ત્યાગ કરવાનો હોય છે.
હિંસાદિ પાંચ આશ્રવોનું આ અધ્યયનમાં વિસ્તારથી વર્ણન છે. પરંતુ આ વર્ણનમાં એ નથી સમજાવ્યો કે હિંસા આદિનો કારણ કર્યાશ્રવ કેવી રીતે અને શા માટે થાય છે ? હિંસાને પ્રાણવધના રૂપમાં પ્રરૂપિત કરવામાં આવ્યો છે. તેથી જણાય છે કે આ સંપૂર્ણ અધ્યયનમાં હિંસાદિના દ્રવ્ય પક્ષને જ વધારે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે તથા ભાવપક્ષને અલ્પ.
પ્રત્યેક આશ્રવનું સ્વરુપ સ્પષ્ટ કરતા તેના ત્રીસ-ત્રીસ પર્યાયવાચી નામ આપવામાં આવ્યા છે. તે પર્યાયવાચી નામ તે આશ્રવોના વિવિધ પક્ષોને પ્રગટ કરતા તેની દ્રવ્ય અને ભાવ સહિત સર્વવિધ વ્યાખ્યા કરે છે. જેમ હિંસાના પર્યાયવાચી નામોમાં અવિશ્વાસ, અસંયમ આદિ શબ્દ હિંસાના ભાવપક્ષને પ્રગટ કરે છે તેમ પ્રાણવધ, શરીરથી પ્રાણોનું ઉમૂલન, મારણ આદિ શબ્દ હિંસાના દ્રવ્ય પક્ષને પ્રસ્તુત કરે છે. આ જ પ્રમાણે પ્રાણવધનું સ્વરુપ બતાવતા તેને પાપ, ચંડ, નૃશંસ, ભયોત્પાદક આદિ શબ્દોથી પ્રગટ કર્યું છે. આ શબ્દ હિંસાના વિવિધ પક્ષોને પ્રગટ કરે છે.
મૃષાવાદના પર્યાયાર્થક જે ત્રીસ નામ આપ્યા છે. તે મૃષાવાદના વિભિન્ન પક્ષોને પ્રગટ કરે છે. જેમ- અન્યાય, શઠ, વંચના આદિ શબ્દ મૃષાવાદ ઘટિત તથ્યોને પ્રગટ કરે છે. મૃષાવાદી વ્યક્તિ છલવાન, માયાચારી અને વક્રતા આદિ દુર્ગુણોથી યુક્ત હોય છે. મૃષાવાદના સ્વરૂપનું નિરુપણ કરતા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે એ અલીકવચન કે મિથ્યાભાષણ દુઃખદાયક, ભયોત્પાદક, અપયશ અને વેર ઉત્પન્ન કરવાવાળા હોય છે. નીચા લોકો મિથ્યાભાષણનો પ્રયોગ કરે છે. એ વિશ્વાસઘાતક, પરપીડાકારક, રતિ, અરતિ, રાગ-દ્વેષ અને માનસિક કલેશનો જનક છે. આનું ફળ અશુભ છે.
આજ્ઞા વગર કોઈ બીજાની વસ્તુ લેવી અદત્તાદાન કહેવાય છે. બીજાના ધન આદિમાં મૂચ્છ કે લોભ હોવાનું કારણ પણ આ જ છે. અદત્તાદાન અપયશનું કારણ છે તથા તેનાથી અધોગતિ પ્રાપ્ત થાય છે. આના ત્રીસ પર્યાયવાચી ગુણ-નિષ્પન્ન નામોમાં ચૌરિક્ય, પાપકર્મ, ક્ષેપ, તૃષ્ણા આદિ પદ છે. જે ચૌર્યના જ વિભિન્ન રુપની વ્યાખ્યા કરે છે.
અબ્રહ્મચર્ય મૈથુન, મોહ, કામગુણ, બહુમાન આદિ નામોથી ઓળખાય છે પરંતુ આ બધા નામ અબ્રહ્મચર્યની
Hairliwaluali air with his still will tilikitbuilibhi Hriffiliaif affiliiiiiiiiiiiianta માણવા #italiાવાદficulatunitialitaniumiti in Hinitaliaaiiiiiiiiiiiiiiiiiiiiiitialitaniuminષા Histiaelinશાષult tiાપા filli III tr
ainee
s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org