________________
********
**
ધર્મપરીક્ષા
પ્રશ્ન એ થાય કે “અજૈનોના શાસ્ત્રોમાં તો પશુહિંસા વિગેરેને પણ કર્તવ્ય માન્યા છે. જો એમના ભગવાન સર્વજ્ઞ હોય તો આવા બધા ઉપદેશ આપે ખરા ?'
એનું સમાધાન પણ સ્પષ્ટ છે કે “જૈનોમાં પણ ભગવાન અને શાસ્ત્રના નામે કેટલીક અનુચિત પ્રવૃત્તિઓ ચાલે જ છે ને ? (દા.ત. ભરચોમાસામાં પુષ્કળ વિરાધનાઓ કરીને બસ-ટ્રેન દ્વારા વીડિયો જોતા જોતા પાલિતાણાદિની યાત્રા એ ધર્મ જ મનાય છે ને ?) એ કંઈ ભગવાને નથી કહી. ભગવાનના નામે કોઈ ઉંધી ચત્તી પ્રવૃત્તિ કરે તો એમાં કંઈ ભગવાનને દોષ ન દેવાય.
એમ બુદ્ધ, કપિલાદિ એ કદિ પશુહિંસા, માંસભક્ષણ વિગેરે અનુચિત્તપ્રવૃત્તિઓનો ઉપદેશ આપ્યો જ નથી. એ તો કેટલાક વિચિત્ર જીવોએ પોતાની બુદ્ધિથી શાસ્ત્રાદિના નામે શરુ કરેલ છે.
જરાક તો વિચારો, બુદ્ધ, પતંજલિ, કપિલ વિગેરે કંઈ હલકા માનવો ન હતા, ખાનદાન કુળના, ઉચ્ચકોટિના સંસ્કારવાળા હતા. તેઓના નિરુપણો વાંચીએ તો સ્પષ્ટ લાગે કે “તેઓનો આત્મા કેવો સુંદર હશે ?” આવા મહાત્માઓ ગમે તેવા આચારોના ઉપદેશો આપે જ શી રીતે ? તેઓએ માર્ગાનુસારી આચારોના જ ઉપદેશ આપ્યા હતા અને એટલે તેઓની સર્વજ્ઞતામાં શંકા કરવાની કોઈ જરૂર નથી.”
એટલે જેવા ઋષભાદિ તેવા જ બુદ્ધાદિ. જેવા ઋષભાદિના ભક્તો, તેવા જ બુદ્ધાદિના ભક્તો. ઓછા-વત્તાપણું તો ભક્તોની ભક્તિને આભારી છે. તે સર્વજ્ઞોમાં કોઈ ફેર નથી.
છેલ્લો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે “જો બુદ્ધ, કપિલ અને વીર ત્રણેય સર્વજ્ઞ હતા, તો બુદ્ધે આત્માને ક્ષણિક અનિત્ય કહ્યો, કપિલે નિત્ય કહ્યો, વીરે નિત્યાનિત્ય કહ્યો, એવું કેમ ? આ તો પરસ્પર ત્રણેયનો મત વિરોધી દેખાય છે. બધાનું જ્ઞાન સમાન છે તો બધાને જ્ઞાનમાં એક સરખા જ પદાર્થો દેખાય. તો બધાનો નિરુપણ પરસ્પર વિરોધી ન જ હોવું જોઈએ ને ?”
=
આ પ્રશ્નના ત્રણ સમાધાનો છે.
→ (૧) પાર્શ્વપ્રભુએ પોતાના શિષ્યોને કહ્યું કે “કોઈપણ વર્ણના વસ્ત્રો વપરાશે.” પ્રભુ વીરે પોતાના શિષ્યોને કહ્યું કે “શ્વેત જ વપરાય લાલાદિ ન વપરાય.” આ બે ય
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૧૫