________________
與照英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
આ ધમપરીક્ષા માં જ ક રવામાં 00000000000000000
આ બધા પદાર્થો જૈનદર્શને માનેલા સર્વજ્ઞોને આશ્રયીને તો સ્પષ્ટપણે સંભવી જ = શકે છે. કેમકે જૈનદર્શન માનેલા સર્વજ્ઞો ખરેખર સર્વજ્ઞો જ છે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે “હિન્દુઓ રામને સર્વજ્ઞ, ગુણવાન, ભગવાન માનીને કે આરાધે, કૃષ્ણને સર્વજ્ઞાદિ માનીને આરાધે, શિવને-કપિલને-બુદ્ધને સર્વજ્ઞાદિ માનીને તે આરાધે...આ બધાની સર્વજ્ઞની આરાધનાનું ફળ શું? જૈનદર્શન પ્રમાણે તો આ બધા જ
જીવો ખરેખર સર્વજ્ઞ છે જ નહિ? તો પછી આ બધા હિન્દુઓ અસર્વજ્ઞને સર્વજ્ઞ માનીને તે 5 એની આરાધના કરે, તો એ હિન્દુઓ સર્વજ્ઞના સેવક કહેવાય ખરા?
ઋષભ-મહાવીર તો પરસ્પર એક સરખા મતવાળા હોવાથી કોઈની પણ આરાધના કરીએ એ સર્વજ્ઞની જ આરાધના ગણાય, પણ રામ, કૃષ્ણ, શિવ, બુદ્ધ આ બધા સર્વજ્ઞ છે જ ક્યાં છે ? તેઓનું અને ઋષભાદિનું જ્ઞાન એક સરખું ક્યાં છે ? તો પછી રામ, કૃષ્ણાદિની આરાધના એ સર્વજ્ઞની આરાધના શી રીતે કહેવાય ?”
પણ શ્રીહરિભદ્રસૂરિજીએ અને એમના અભિપ્રાયોને દઢ કરનારા મહોપાધ્યાયજીએ કે આ વિષયમાં એક જબરદસ્ત ક્રાંતિ કરી છે. તેઓએ એક એવો પદાર્થ સ્વીકાર્યો છે કે જે કે જે જૈનદર્શનને માન્ય હશે કે કેમ? એવી શંકા થઈ પડે.
પણ આ બે ય મહાત્માઓ જિનશાસનના ગગનના સર્વોત્કૃષ્ટ ચમકતા સિતારાઓ જે છે. શા માટે તેઓએ આવો પદાર્થ કહ્યો હશે? એની વિચારણા કર્યા વિના એમનું ખંડન જે તે કરવું કે વગર વિચાર્યું એમણે કહેલો પદાર્થ સ્વીકારી લેવો એ બે ય એમની આશાતના
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双落
હરિભદ્રસૂરિજી કહે છે કે, “કપિલ, બુદ્ધ વિગેરે બધા પણ સર્વજ્ઞ જ છે. જેવા કે મહાવીર સર્વજ્ઞ, એવા જ આ કપિલ, બુદ્ધાદિ પણ સર્વજ્ઞ છે.”
જો આ પદાર્થ માની લઈએ તો પછી બધું સંગત થઈ જાય. કેમકે જેમ ઋષભકે વીર બે ય સર્વજ્ઞ હોવાથી બેમાંથી કોઈની પણ સેવા કરનારો આત્મા સર્વજ્ઞસેવક જ છે - કહેવાય. તો એ જ રીતે બુદ્ધ-કપિલ-રામ-કૃષ્ણ આદિ પણ ઋષભ-વીર જેવા જ સર્વજ્ઞ નું જ હોવાથી તેઓની સેવા કરનારા પણ સર્વજ્ઞના સેવક કહી શકાય.
હા ! સેવાની પદ્ધતિ તો જુદી જુદી રહેવાની જ. કોઈ ઋષભની પૂજા કરે, કોઈ રે કે ઋષભના વચન પ્રમાણે અનુકંપા કરે, કોઈ દેશવિરતિ પાળે, કોઈ સર્વવિરતિ પાળે. એ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત છે. ૧૩