________________
જ ધમંપરીક્ષા
બધી ઋષભની સેવા જ છે. એમ કોઈ બુદ્ધની પૂજા કરે, બુદ્ધના વચન પ્રમાણે જીવદયા પાળે, બુદ્ધના વચન પ્રમાણે સંસાર ત્યાગે...આ બધી પણ બુદ્ધની જાતજાતની સેવા જ છે.
૧૦૦૦ ફુટ દોડની હિરફાઈમાં ૧૦ લાંબા ૧૦૦૦ ફુટના પટ્ટા દોરેલા હોય. એક બાજુ ૧૦ દોડવીરો દોડવા માટે ઊભા હોય. બીજી બાજુ એ ૧૦ વિભાગોમાં ૧૦૦૦ ફુટ પાસે રિબીનો બાંધેલી હોય. જે સૌથી પહેલો પોતાના વિભાગની રિબીન તોડે તે વિજયી બને. પ્રથમ વિભાગમાં રહેલાએ પ્રથમ વિભાગની રિબીનને આંબવાની હોય. એમ તે તે વિભાગમાં રહેલાએ તે તે વિભાગની રિબીનને આંબવાની હોય. પહેલા વિભાગવાળાએ આડા દોડીને બીજા...દશમા વિભાગની રિબીનને આંબવાની હોતી નથી. આમ અહીં જોઈએ તો દશેય દોડવીરોનું પોત પોતાનું લક્ષ્ય જુદી જુદી રિબીન છે. છતાં એ બધી રિબીન એક સરખી જ ગણાય છે.
ઋષભ, વીર, કૃષ્ણ, શિવ, બુદ્ધ, કપિલાદિ ૧૦ જુદા જુદા સર્વજ્ઞો ૧૦ જુદી જુદી રિબીન જેવા છે. તેઓનો ધર્મ-શાસન એ તેમનો વિભાગ કહેવાય. તે તે વિભાગમાં રહેલાઓ પોત પોતાના દેવને આંબવા, પામવા પ્રયત્ન કરે.
હવે જેમ દોડવીરો દોડ શરુ કરે ત્યારબાદ કોઈક આગળ હોય, કોઈક પાછળ હોય...આ બધું બને. એમ તે તે સર્વજ્ઞોની સેવા કરી રહેલાઓ પણ પોતાની સેવા પ્રમાણે સર્વજ્ઞના નજીકના સેવક, દૂરના સેવક...ગણાય.
એટલે હવે હિન્દુઓ, બુદ્ધો જે કોઈપણ માર્ગાનુસારી ક્રિયાઓ “અતિથિસત્કાર, સુપાત્ર દાન, જીવદયા, અનુકંપા, તપ’ વિગેરે કરે. એ બધી પોતાના ભગવાનની સેવા છે. અર્થાત્ તેમના ભગવાનથી અભિન્ન એવા તમામ સર્વજ્ઞોની સેવા છે.
જેમ જિનપૂજાદિ કરનારા જૈનો સર્વજ્ઞસેવક કહેવાય, કેમકે જિન સર્વજ્ઞ છે, તેમ શિવપૂજાદિ કરનારા અજૈનો પણ સર્વજ્ઞ સેવક કહેવાય, કેમકે શિવ સર્વજ્ઞ છે.
હા ! જિનપૂજા, દેશવિરતિ, સર્વવિરતિ વિગેરે સર્વજ્ઞની ઉંચી કક્ષાની ભક્તિ છે. એટલે એ ભક્તિ કરનારાઓ સર્વજ્ઞના ઉંચા સેવક કહેવાય. જ્યારે અજૈનોની માર્ગાનુસા૨ી ક્રિયાઓ તેમની નીચી કક્ષાની સર્વજ્ઞની ભક્તિ છે. માટે તેઓ સર્વજ્ઞના નીચા સેવક કહેવાય.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૧૪
************************