________________
૧૩૬
ભાવે ચડી ગયા. કાળધર્મ થાય તે પૂર્વે જ કેવળી બની ગયા, અંતકૃત કેવળી બની કપાયેલ સ્થિતિમાં જ મોક્ષને સાધી ગયા. - કાયા કલેવર બની પડી ગઈ, પણ આત્માની મુક્તિ થઈ. સમડી દ્વારા મહાત્માનો ઓઘો માંસનો લોહીભરેલ લોચો સમજી ઉઠાવાયો, જે ઉડતા છૂટી ગયો ને રાજમહેલ ઉપર જ પડ્યો. રાણી હેબતાઈ ગઈ. ભયંકર અવાજે રડવા લાગી. ખુલાસો થતાં ખબર પડી કે રાજા દ્વારા જ રાણીના સગાભાઈ મહાત્માની હત્યા થઈ છે. રાજા પણ પોતાની ભૂલનું રડતો ખાડા પાસે આવ્યો ને ચોધાર આંસુ દ્વારા મુનિ મહાત્માની ક્ષતવિક્ષત કાયાને ખમાવવા લાગ્યો. તીવ્ર પશ્ચાત્તાપની અગ્નિમાં રાજાના પણ કર્મો બળી ગયા ને અનિત્યભાવના ભાવતાં કેવળજ્ઞાની બની મોક્ષે ગયા, પણ મોક્ષની સુખદ સફર પૂર્વેનું દુઃખ કર્મોની કાલિમામાંથી ઉદ્ભવેલ હતું. ૯ નાના પાપનો મોટો પશ્ચાત્તાપ :
માત્મા અઈમુત્તા મુનિ “સાધૂનાં ટર્શન પુષ્ય”—તે તત્ત્વને ભાવ અને સ્વભાવથી જાણતો સાવ નાનો આઠ વરસનો બાળકુમાર તે મહાત્માને ભર બપોરે અડવાણે પગે ચાલતા અને રૂપવંતી પુષ્ટ કાયા છતાંય શ્રમ સહેતાં દેખી દોડી પડ્યો; અને ઉપરાઉપરી પ્રશ્નો ચલાવ્યા. કેમ એકલા છો? ક્યાં જવું છે? પગમાં કંઈ જ નથી પહેર્યું તેમ કેમ? આવા તડકામાં તકલીફ નથી થતી?
બધાય પ્રશ્નો સાથે બીજો એક પ્રશ્ન પણ ઉમેર્યો. હાથમાં કઈ વસ્તુ લીધી છે? મહાત્માએ બાળકના નિર્દોષ ભાવોને વધાવતાં બધાય પ્રશ્નોના સમાધાન આપતા ખુલાસો કર્યો કે અમે જૈન સાધુ છીએ, ગોચરી માટે આ પ્રમાણે જ ફરીએ છીએ, આ બધોય અમારો સાધ્વાચાર છે.
બાળકને મન બીજું બધું ગૌણ હતું, પણ જો ભિક્ષાનો લાભ મળી જાય તો તે મુખ્ય લાગ્યું. ભાવપૂર્વક વિનંતિ કરી પોતાના રાજમહેલે સાધુભગવંતને આંગળી પકડી લઈ ગયો. પ્રૌઢવયના પીઢ મુનિમહાત્મા બાળકની સાથે બાળ બની ગયા. છઠ્ઠના પારણે છઠ્ઠનો તપ અને પારણે સ્વયં ભિક્ષા માટે વિચરણ કરતા હતા.
નાન મજાનો બાળ રાજપુત્ર હતો, ઉત્તમ સંસ્કારોથી સુસંપન્ન હતો. માતા-પિતા ઉચ્ચ ખાનદાની હતા. જેવા સાધુજી ઘરે પધાર્યા, માતાએ ભાવવિભોર થઈ મોદક વહોરાવ્યા અને રાજપુત્ર બાળકુમારને જણાવ્યું કે આજે આપણા આંગણાને ભગવાન મહાવીરસ્વામિના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમ સ્વામિએ
- ચતુર્વિધ સંઘ સ્વયં પાવન કર્યું છે. આથી વિશેષ ઓળખાણની જરૂર પણ શું હતી?
માતાના ચડતા પરિણામની અસર મુક્તમનના પુત્ર અતિમુક્તકુમાર ઉપર પડી. તે સુપાત્રદાન કરી પાછો ગૌતમ ગણધરજીને વળાવવા સ્વેચ્છાએ ચાલ્યો. રસ્તામાં ઝોળી પાત્રા માંગ્યા; જેથી તેઓ ભાર વગર ચાલી શકે.
ગણધર ભગવંતે તે માટે દીક્ષા લેવી પડે તેમ સપ્રેમ સમજાવ્યું. તો અઈમુત્તો ચારિત્રગ્રહણ માટે પણ તૈયાર થઈ ગયો. તે માટે માતા-પિતાની રજા લેવી જરૂરી છે તેમ ગૌતમસ્વામી પાસે જાણી તરત મહેલે પાછો વળી માતા-પિતાને બુદ્ધિયુક્ત પ્રશ્નો કરી હેરત પમાડી રજા પણ લીધી અને મંગળ આશીર્વાદ મેળવી, કઠીન સંયમમાર્ગને નાની બાળવયમાં સાધવા સપ્રેમ સ્વીકાર કર્યો.
ગૌતમસ્વામિને જીવન સમર્પણ કરતા સાક્ષાત્ ભગવાન મહાવીરદેવ પાસે જ દીક્ષા ગ્રહણ કરી. તેમના યોગક્ષેમ માટે ગૌતમ સ્વામિએ બાળમુનિને એક વૃદ્ધ સ્થવિરને સોંપ્યા. એકદા
ચંડિલભૂમિએ જતાં વચ્ચે નાની તલાવડીમાં બાળકોને કાગળ વગેરેની નૌકા તરાવતાં દેખી તેમની પણ બાળસહજ ચેષ્ટાઓ ઉદયમાં આવી અને હાથમાં રહેલ નાનું પાતરૂં હોડીની જેમ તરતું મૂક્યું. પાણીના જીવોની વિરાધના દેખી સ્થવિર મુનિએ ખાસ્સો ઠપકો આપ્યો. તે પછી પાછા વળતાં પણ તે જ ચર્ચાઓ ચાલી ને વાત પ્રભુવીર સુધી પહોચી. બાળમુનિ ખાનદાન હોવાથી પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરવા લાગ્યા, અને તેમનું અંત:કરણ અપૂકાયની વિરાધના બદલ રડવા લાગ્યું.
ઠપકો આપી રહેલ સ્થવિર મુનિને બાલમુનિની આશાતના ન કરવા પ્રભુજીએ જણાવ્યું ને અઈમુત્તા મુનિને ઇરિયાવહી કરી પાપશુદ્ધ બનવા કહ્યું. બાલમુનિ ચડતા પરિણામે ઇરિયાવહી પડિક્કમતા શુકલધ્યાને પહોંચ્યા અને ક્ષણવારમાં તો ધાતકર્મો ખપાવી કેવળજ્ઞાન પામી ગયા. અંતે અનેક જીવોને બોધ પમાડી સ્વયં મુક્તિને વર્યા. ૧૦ વીતરાગીના અનન્ય રાગી :
શ્રમણ સિંહમુનિ કોઈક ગાઢ વનમાં ધ્યાનયોગ સાધવા પુરુષાર્થ કરી રહેલા એકલા અણગાર જંગલના સિંહનો પણ ભય રાખે તેવા ન હતા. સાધુઓમાં સિંહ જેવા પરાક્રમી મુનિરાજનું નામ પણ સિંહમુનિ હતું, પણ કાળજામાં સિંહ જેવી કઠોરતા-હિંસકતાના સ્થાને કરૂણા અને હિતકામનાઓ ભરી હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org