________________
૬૭૪
દેવસૂરિ મ. અને દિગંબર પંડિતના વાદે એક અદ્ભુત ઇતિહાસ સર્યો કે ગુજરાતને છોડીને તે સમયના દિગંબરો દક્ષિણ તરફ સિધાવ્યા. આ પ્રકરણ ઇતિહાસની આલબેલ છે. આજે પણ વિશાળ પ્રમાણમાં દક્ષિણમાં દિગંબર જૈનો છે. કેટલાંક ગામો તો સંપૂર્ણ દિગંબર જૈનોનાં છે.
જૈનો જેમના માટે પરમ ગૌરવ અનુભવે છેકાલિકાચાર્યએ સરસ્વતી સાધ્વીના રક્ષણ માટે ગર્દભીલ રાજા સામે એક ભયંકર એલાન કર્યું. છેવટે જૈનાચાર્યએ સાધ્વીજી મ.ના રક્ષણ માટે ભારતમાં હૂણ અને શકને પણ સરસ્વતી સાધ્વીની રક્ષાર્થે લાવ્યા. પ્રત્યેક જૈન પૂર્વવિદ્ બાલદીક્ષિત વજસ્વામીના ગુણ ગાતા ધરાતાં નથી. તે મહાન વ્રજસ્વામી સાધ્વીજીથી સ્વાધ્યાય રૂપે થતાં આગમસૂત્રો સાંભળી બાલ્યવયમાં જ આગમવિદ્ બન્યા.
ગુજરાતની ધરાને અહિંસક બનાવનાર સિદ્ધરાજ- જયસિંહ અને કુમારપાળના મહાન ગુરુદેવ હેમચંદ્રાચાર્ય મહારાજે પોતાની માતા સાધ્વી પાહિનીને પાટ પર બિરાજિત કર્યા હતાં અને તેમના અંતિમ સમયે આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે વાગુદાનમાં એક લાખ નવકારમંત્ર ગણવાનું વ્રત લીધું હતું. આ ગુજરાતની ધરાના પવિત્ર પ્રખ્યાત તીર્થ માતરમાં પણ પૂ. સાધ્વીજી મ.ની પ્રતિમા છે. જૈનોમાં માથુરી વાચના વલ્લભી વાચનાનું ખૂબ મહત્ત્વ છે. તેમાં પણ મહત્તરા પ્રવર્તિની અને સાધ્વીજી મ. ઉપસ્થિત હતાં અને તેમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
આંતરરાષ્ટ્રીય જગતમાં જે “ઉપમિતિ ભવપ્રપંચ' ગ્રંથનું અદ્ભુત સ્થાન છે, ૧૬૦૦૦ પાત્રનું આ મહાન અદ્ભુત નાટક છે, તે ‘ઉપમિતિ ભવપ્રપંચ' ગ્રંથની મૂળ કૉપીનું આલેખન ગાણા નામનાં સાધ્વીજી મ. કર્યું છે. આ ગ્રંથના સર્જક સિદ્ધર્ષિસૂરિ ગણા સાધ્વીજી મ. માટે લખે છે–સરસ્વતીનુલ્યા આર્યા તેમના અક્ષર માટે આરીસા જેવા અક્ષર અને મુક્ત દિલે લખ્યું છે. પુષ્પચૂલા- રત્નચૂલા-મિલાપસુંદરી વગેરે સાધ્વી જગતની અદ્ભુત તારલિકાઓ છે. મરુદેવાગણિની વગેરેએ તે સમયે દક્ષિણ જેવા દૂર-સુદૂર પ્રદેશમાં વિચરી જૈનધર્મનો પ્રભાવ ફેલાવ્યો છે.
આ ભયંકર વિષમકાળમાં પણ આ સાધ્વીસંઘ પવિત્ર છે, નિર્મળ છે. તપ-ત્યાગ-સંયમ પરિણતિ, ચારિત્રપાલનમાં તથા તપશ્ચર્યામાં મોખરે છે. સાધ્વી ભગવંતો નિર્મલતા દ્વારા વંદનીયપૂજનીય રહ્યાં છે. સૌથી અધિક અને અદ્ભુત ઘટના એ છે કે આ અવસર્પિણીકાળમાં ૧૯મા તીર્થકર મલ્લિનાથ પ્રભુ સ્ત્રી હતાં. અનંતકાળે આવું એકાદ આશ્ચર્ય બને છે, જેને ૧૦ આશ્ચર્યોમાં
ચતુર્વિધ સંઘ એક આશ્ચર્ય ગણાવ્યું છે. અમદાવાદની નજીકનું ભોયણી તીર્થ દેવાધિદેવ મલ્લિનાથ પ્રભુનું પવિત્ર તીર્થધામ છે. વર્તમાન સમયે સમસ્ત જૈનોના મહાન તીર્થ સમેતશિખર તીર્થનો જીર્ણોદ્ધાર પુણ્ય નામધેયા રંજનશ્રીજી મ.ની પ્રેરણા અને ઉપદેશને આભારી છે. રાજસ્થાનમાં નાકોડા તીર્થનું અતિ મહત્ત્વ છે. આ નાકોડા તીર્થનાં ઉદ્વારિકા સાધ્વી હેતશ્રીજી છે પૂનાનો સંઘવી પરિવાર આ સાધ્વીજી મ.ને માતાતુલ્ય ગણે છે.
જૈનાચાર્ય કલાપૂર્ણસૂરિ મ. ના દાદાગુરુ હિતવિજય મ.નું ચરિત્ર વાંચતાં સાધ્વીજી મ. સાથે જે વ્યવહાર કરે છે તે ભાવિકોને હર્ષસભર કરી દે છે.
સ્ત્રી–સ્વાતંત્ર્યના ઉદંડ છંદ સામે જૈન સાધ્વીજી એક પરમ આદર્શ છે, જેમણે સ્ત્રી સાધ્વીજીવનને ઉન્નત મસ્તકે જીવવાનો અદ્ભુત માર્ગ બતાવ્યો છે. છતાં એક સત્ય હકીકત છે આ સાધ્વીજી મ. લોકેષણાથી ખૂબ દૂર રહ્યાં છે અને ખુદની આગવી નમ્રતા-વિદ્વત્તા અને સમતાથી જૈન સંઘના આધારશિલા બન્યાં છે. જૈન સંઘના પાયાના પત્થર બની સાધ્વીજી મહારાજે જગત સામે એક અદ્ભુત આદર્શ રજૂ કર્યો છે. દિગંબર જૈનોમાં પણ આર્યા (સાધ્વીજી)ની પ્રેરણાથી હસ્તિનાપુર તીર્થમાં જૈન ભૂગોળના સ્થાપત્ય જંબૂઢીપનું નિર્માણ થઈ રહ્યું છે. મૂર્તિપૂજક સ્થાનકવાસી તથા તેરાપંથી સંઘ સહજ સ્વીકારે છે. જૈનધર્મના મહત્ત્વને સ્થાપિત કરવામાં–સ્થિર કરવામાં અને જૈનાચારના પાલનમાં પૂજ્ય સાધુ ભગવંત જેવો જ સાધ્વીજી મ.નો ફાળો છે.
વર્તમાનમાં પણ લગભગ ૧૦ હજાર સાધ્વીજી મ. ભારતની ધર્મધરાને પવિત્ર કરી રહ્યાં છે અને સંસ્કાર-સંયમની પવિત્ર ભાગીરથી વહાવી રહ્યાં છે. જેનો આર્યા-સાધ્વીજી મ. શ્રમણી નામ દ્વારા તેમની સ્તવના કરે છે. ખાસ કરી અમદાવાદી જૈનો સાધ્વીજી મ. માટે “ગયણી સા'બ-ગણીજી મહારાજ બોલે છે. “ગયણી સાબ કે ગયણીજી બોલે એટલે તુરંત બીજાં જેનો કહે-શું તમે અમદાવાદના છો? “ગણી સા'બ' આ શબ્દ અમદાવાદી જૈનોની મોનોપોલી છે. સાચે “ગયણી સા'બ' અપભ્રંશ શબ્દ છે. મૂળ શબ્દ “ગુરુણીજી સાહેબ છે'. સાચે જૈન સાધ્વીજી મ. જૈન સંઘની આધારશિલા છે. જૈનધર્મ માટે તેમનું મૂક ઘણું યોગદાન છે.
આપણે આશા રાખીએ જ્યાં શીલ, સદાચારનાં ભયંકર ખંડન થઈ રહ્યાં છે, નારીના દેહનાં પ્રદર્શન દ્વારા યુવાજગતને ભ્રમિત કરવામાં આવે છે તેવા બારીક અને નાજુક સમયે ગંગાથી પણ અધિક નિર્મળ, યમુનાથી પણ પરમ પવિત્ર અને સરસ્વતી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org