Book Title: Chaturvidha Sangha Tawarikhni Tejchhaya
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
COS
ધર્મભાવનાનો કીર્તિકળશ
શ્રી શાંતિચંદ બાલુચંદ ઝવેરી
ઇ. સ. ૧૯૨૯માં સુરતના વીશા પોરવાડ જ્ઞાતિના જાજરમાન પરિવારના ચંદ્રાવતીબેનની કુક્ષીએ શ્રી શાંતિચંદનો જન્મ. માતાની બિમારીએ સાતવર્ષની વયે મોસાળમાં મામા મોહનલાલ સાકરચંદ તથા મામી પ્રભાવતીબહેન અને નાનીમા રૂક્ષ્મણીબેનના ધર્મ-સંસ્કારો ઝીલવા ઉછરવા ગયા. બાદ મામાના વડપણે ધંધાર્થે મુંબઈ ગયા. પ્રારબ્ધ-પુરુષાર્થ પિતૃઆશિષ ને મામાના વાત્સલ્યે શેર બજારમાં વણથંભી પ્રગતિ કરી. દરમિયાન ભયંકર માંદગીના બિછાને પ.પૂ.આ. ગુરુદેવશ્રી અશોકચંદ્ર-સૂરિશ્વરજી મ.સા.નો સંયોગ ને સતસંગ થતાં ધર્મજ્ઞાનની પિપાસા જાગી ને ગુરૂઆશિષે નવજીવન પ્રાપ્ત થયું. બાદ ખાનદાન પરિવારના શ્રી કેસરીચંદ સ્વરૂપચંદ ઝવેરીની પુત્રી નલિનીબેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં.
સજોડે સાધુ-સાધ્વીજીઓની ભક્તિ-વૈયાવચ્ચના વિશેષ રાગથી ને સાધુ-સાધ્વીઓનાં પગલે પરિવાર ધર્માનુરાગી બન્યો, અને તેમાં વૃદ્ધિ કરતાં કલ્યાણ મિત્ર શ્રી રજનીકાંત મોહનલાલ દેવડીના આગ્રહે બાબુલનાથના પાર્શ્વ જિનાલયના અંજનશલાકા પ્રસંગે ભગવાનના માવતર બન્યાં. અશક્તને ડોળી, યાત્રીકો માટે અષ્ટપ્રકારી પૂજાસામગ્રી તથા આવશ્યક્તાએ વાહનસુવિધા યુક્ત જ્ઞાતિજનોને નવ્વાણુયાત્રા કરાવી.
ઇ. સ. ૧૯૮૮નાં દુષ્કાળમાં મહાતીર્થ શત્રુંજ્યમાં આદિશ્વરદાદાનો અભિષેક કરાવ્યો ને એ સાથે જ મેઘરાજાએ મહેર કરી ૨૩-૧૨-૧૯૯૦નો છ ગાઉની પ્રદક્ષિણા સાથેનો અભિષેક પ્રસંગ સેંકડો વર્ષો બાદ ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંક્તિ છે. જો ૩૬ આચાર્યો, ૪૦૦૦ સાધુ - સાધ્વીઓ તથા એક લાખ યાત્રિકો ઊમટ્યા હતા જે આ સિદ્ધક્ષેત્રનો પ્રથમ બનાવ હતો. વર્ધમાન સંસ્કૃતિધામના ૧૦૦૦ સ્વયંસેવકો, ૮૦૦ જ્ઞાતિજનો અને ૫૦૦ મહેમાનો નિમંત્રિત હતા, પૂ. સાધુસાધ્વીજીના વિહારની વ્યવસ્થા પણ ઊભી કરાયેલ.
આવા અભિષેક અને તેના કર્તાઓના સ્મરણમાં પાલીતાણા નગરપાલિકા તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સહયોગે તળેટી રોડનું ‘રજની-શાંતિ માર્ગ'થી નામાભિમાન થયેલું. ગિરિરાજની તળેટી પર ૧૦૮ સમવસરણના ભવ્ય જિનાલયનો અંજનશલાકા મહોત્સવ દૈદિપ્યમાન રીતે પ.પૂ. આ.શ્રી ચંદ્રોદયસૂરિજી તથા પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા. આદિ આચાર્યો, પૂ. મુનિમહારાજોની વિશાળ હાજરીમાં ઉજવાયો ત્યારે ઇન્દ્ર-ઇન્દ્રાણી બનવાનો અનેરો લ્હાવો લીધો
Jain Education International
For Private
ચતુર્વિધ સંઘ અને મુ.ના. ની બાજુમાં અજીતનાથભગવાનની પ્રતિષ્ઠાનો સપરિવાર લાભ લીધો.
પૂ. માતા-પિતા અને નાનીની પ્રબળ ઇચ્છાએ મુંબઈપાર્લામાં ઘર આંગણાનાં દેરાસરને બદલી બંગલાની બાજુમાં જ સ્વદ્રવ્યે સંગેમરમરનું ભવ્ય દેરાસર શિખરબદ્ધ બનાવી ધામધૂમથી અંજનશલાકા મહોત્સવ ઉપરોક્ત પ.પૂ. બાંધવબેલડી આચાર્યોની નિશ્રામાં સં. ૨૦૪૯ ના મહા સુ.૬ના ઊજવ્યો. આ દેરાસર હાઈ વે પર હોવાથી કોલેજિયન યુવક-યુવતી તથા ભક્તોની પૂજા-દર્શનની ભીડ અને સાધુ-સાધ્વીઓ પણ આવતાં હોઈ તેમની વૈયાવચ્ચ ભક્તિ તથા દર્શન-પૂજનનો લાભ સપરિવાર લઈ ધન્યતા અનુભવે છે.
પૂ. પિતા તથા મામાશ્રીની, અનુકૂળતાએ સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં ચાતુર્માસ ગાળવાના સ્વપ્રને સં. ૨૦૫૧માં સંપૂર્ણ સુવિધા સાથે ૪૫૦ ઉપરાંત ભાવિકો સાથે પૂ.આ. બાંધવબેલડીની નિશ્રામાં તથા પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદે શત્રુંજ્યની છાયામાં પન્નારૂપ તથા તખતગઢની ધર્મશાળામાં ભવ્યાતિભવ્ય રૂપે સાકાર કરાવેલ. જેમાં ૭૫ જોગવાળા સહિત ૧૫૦ સાધુ સાધ્વીજી મ.ની ભક્તિનો લાભ લીધો અને સાથે માનવતાના કાર્યરૂપે પાલીતાણા જયપુર ફૂટ અને નિદાન, ભાવનગરમાં પોલિયો-ઓપરેશન તથા હૃદયરોગના કેમ્પો, મુંબઈના નિષ્ણાત ડોક્ટરોને બોલાવી યોજેલ અને જરૂરિયાતમંદોને આર્થિક સહાય વડે મુંબઈ પણ મોકલવાની વ્યવસ્થા કરેલ.
ઉપરાંત પાલીતાણા-જૂનાગઢના ટૂંકામાર્ગ પર વિહારધામની સુવિધા રહિત સ્થળોએ પોતાના સગાં-મિત્રોની ‘સૌરાષ્ટ્ર વિહાર ધામ સમિતિ બનાવી પંદર જેટલાં ઉપાશ્રયો નિર્મેલ,
શત્રુંજ્ય, ગિરનાર, કદમ્બગિરિ, પર્વતો પર કલ્યાણમિત્ર રજનીભાઈ દેવડીના ભાગમાં અધિક્તમ નવા ધજાદંડો ચડાવ્યા, તથા શેશાવન - ગિરનાર - કુલ્પાકજી - કદમ્બગિરિ તીર્થસ્થળે પ્રતિષ્ઠાનો લાભ લીધેલ. પૂ. આચાર્ય મેરૂપ્રભસૂરિશ્વરજી મ.સા. ના આશિષ ને પ.પૂ.આ. દેવસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાએ તથા જીવણદાસ ધરમદાસ પેઢીના સહકારે, મેરૂધામ સ્મારક સાબરમતી અમિયાપુરમાં નિર્માણાધીન ભવ્ય દેરાસરમાં ૮૧ ઇંચના આદિનાથ ભગવાનને બિરાજમાન કરાવવાનો લાભ પણ લીધો. સૂરતમાં પૂ. પં. શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી ગણિની આચાર્યપદવી પ્રસંગે ગુરુભક્તિને સ્વામીવાત્સલ્યનો તથા ગાઢ મિત્ર વજુભાઈ બાબરિયા સાથે તબીબી સારવાર કેમ્પ દ્વારા માનવસેવાનો સ્તૂત્ય લાભ લીધેલ. આવી જ રીતે ધનસર્વ્યય
Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028