________________
તવારીખની તેજછાયા
કાંતાબહેને ધૈર્ય, સેવા અને ધર્મસંસ્કારનું સતત સિંચન કર્યું. ૧૯૬૧થી કપરા સંજોગોમાં પોતાના ઉજ્જ્વળ જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ૧૯૬૨થી જાહેર સેવાનાં કાર્યોની શરૂઆત કરી.
ધાર્મિક સંસ્થાઓમાં સેવાની ભાવનાથી કાર્યો કરવાં, યથાશક્તિ ફાળો આપવો અને બીજાને મહદ્ અંશે ઉપયોગી થવું એ એમના જીવનની વિશિષ્ટતા છે.
તેઓશ્રી અનેક નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેમ કે-૧. લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ (અમદાવાદ)ના પ્રેસિડેન્ટ-૧૯૯૪-૯૫, ૨. લાયન્સ ડીસ્ટ્રીક્ટ ૩૨૩-બીમાં ચેરમેન-૧૯૯૫-૯૬, ૩. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન—૧૯૯૯-૨૦૦૦, ૪. શ્રી મહાવીર આરાધના કેન્દ્ર-કોબામાં કારોબારી કમિટીના મેમ્બર, ૫. શ્રી આંબાવાડીના વાસુપૂજ્ય જૈન સંઘ-કારોબારી મેમ્બર, ૬. શ્રી લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ હેલ્થ કેર ચેરિટેબલ ટ્રસ્ટ-ટ્રસ્ટી તથા સેક્રેટરી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી– ઉપરિયાળાજી તીર્થના મેઇન સેક્રેટરી.
અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્વ. શ્રી માણેકલાલ સવાણી
તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ, વતન ધાનેરા (જિલ્લો બનાસકાંઠા)
અનિવાર્ય સંજોગોને કારણે ભણતર અધૂરું છોડી ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે ‘વાડીલાલ નથુભાઈ એન્ડ કા'માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું. ત્યાર પછી તેમણે ક્યારેય પાછા ફરીને જોયા વગર અદમ્ય ઉત્સાહ અને દીર્ઘદૃષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને પોતાની જાતને આંતરરાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત રીતે સ્થાપિત કરી.
ઈ.સ. ૧૯૫૩માં ‘વાડીલાલ નથુભાઈ એન્ડ કું।'નું નામ બદલીને ‘સવાણી ટ્રાન્સપોર્ટ કા' કર્યું. ધંધાના વિસ્તરણને કારણે ઈ.સ. ૧૯૫૯માં કંપની પ્રા. લિ. કંપની તરીકે સ્થાપિત થઈ. ઈ.સ. ૧૯૮૮માં કંપની ‘સવાણી ટ્રાન્સપોર્ટ લીમિટેડ' બની, અને તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. ધંધાની સિદ્ધિરૂપે ૧૦૦ બ્રાન્ચો અને રૂ. ૧ કરોડના ટર્નઓવર સાથે કંપનીની રજતજયંતીની ઉજવણી કરી. પછીના ૧૦ વર્ષમાં જ
Jain Education International
For Private
૯૩૧
ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી વધારે બ્રાન્ચો અને રૂ. ૩૦૫૦ કરોડના ટર્ન ઓવર સાથે ઝડપથી વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ. ૩૫ કરોડના ટર્નઓવર સાથે સુવર્ણજયંતીની ઉજવણી કરી. ધંધાનું વિસ્તરણ બહુ ઝડપથી કરવાની સાથે આજે ૪૦૦થી વધારે બ્રાંચો દેશભરમાં પ્રસરેલી છે. પોતાના ધંધાની સાથે સાથે તેમણે ધંધાના બીજા માર્ગો જેવા કે પેટ્રોલપંપ, એક્સપોર્ટ, નાણાંકીય ધીરાણ, ગોદામો, બાંધકામ અને જાહેરાતના ધંધાના કામમાં પણ વિસ્તરણ કર્યું. એમની દોરવણીથી ‘સવાણી ગ્રુપ'નો મજબૂત પાયો નખાયો. ગ્રુપનું ટર્નઓવર રૂ. ૫૦ કરોડથી વઘારે છે, અને તેના નેજા હેઠળ નીચેના ઔદ્યોગિક સાહસો પ્રગતિ કરી રહ્યાં છે.
(૧) સવાણી ફાયનાન્સિયલ લિમિટેડ, (૨) સવાણી હોલ્ડિંગ્સ પ્રા. લિ., (૩) સવાણી ઇમ્પેક્ષ પ્રા. લિ., (૪) સવાણી કેરિંગ પ્રા. લિ., (૫) સવાણી એન્ટરપ્રાઈઝ, (૬) અમૃત ટ્રાન્સપોર્ટ કંપની, (૭) સ્વદેશી વેરહાઉસિંગ કોર્પોરેશન, (૮) સવાણી સર્વિસ સ્ટેશન, (૯) સવાણી બ્રધર્સ, (૧૦) સવાણી ફાઇનાન્સ કોર્પોરેશન, (૧૧) પ્રેસ્ટિજ ડેવલોપર્સ, શ્રી એમ.વી. સવાણી “બોમ્બે ગુડ્ઝ કોર્પોરેશન એસોસિએશન' સાથે ૧૯૫૦ની સાલથી જોડાયેલા હતા. ૧૯૫૮માં મેનેજીંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૩-૭૪માં પ્રમુખ બન્યા.
ઈ.સ. ૧૯૫૯માં ‘સમગ્ર,ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ’ (ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં મેનેજિંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૪-૭૬માં પ્રમુખ બન્યા. આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે મેનેજિંગ કમીટીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા. તેઓ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ'ના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કિમટીમાં પણ ક્રિય હતા.
તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ યુવાન વયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા. તેઓ ઈ.સ. ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી ધાનેરા આરોગ્ય સમિતિ'ના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન ધાનેરામાં જરૂરિયાતમંદ અને ગરીબલોકોને સેવા આપવા માટે વિશાળ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો.
તેઓએ તેમના વતન ધાનેરામાં બંગલાઓ બાંધવાનો નવીન વિચાર આજથી ૩૦ વર્ષ પહેલાં વહેતો મૂક્યો અને આ
Personal Use Only
www.jainelibrary.org