Book Title: Chaturvidha Sangha Tawarikhni Tejchhaya
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
-સંચમ જીવનની અર્ધશતાબ્દીના મંગલ અવસરે 'સરિત્રયને શતશઃ શતશય વંદના...... જેઓશ્રી... તપાગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક સિંહગર્જનાના
સ્વામી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન છે. ૦ જેઓશ્રીનો શિષ્ય-પ્રશિષ્યરત્નોનો પરિવાર ૩૬ મહાત્માઓનો છે. ૦ જેઓશ્રીની સદાચ હાસ્ય વેરતી પ્રસન્ન મુખમુદ્રા જોતાં મન પરમ શાંતિનો અનુભવ કરે છે. જેઓશ્રીનાં પગલે-પગલે દિક્ષા - પ્રતિષ્ઠા - અંજનશલાકા - ઉપધાન તપ આદિ શાસનપ્રભાવક મહોત્સવો ઉજવાતા
જ હોય છે. ૦ જેઓશ્રી સ્વભાવે અત્યંત શાંત - પ્રશાંત - ધીર અને ગંભીર છે. જેઓશ્રીએ આજથી ૫૦ વર્ષ પૂર્વે વિ.સ. ૨૦૧૧, વૈશાખ સુદ ૯ના પોતાનાં બન્ને બાળકો સાથે દિક્ષા ગ્રહણ કરી હતી. ૯૦ વર્ષની ઉંમરે પણ અપ્રમત્તભાવે બે-બે કલાક પ્રવચનપીઠને શોભાવનારા પ્રશમરસપયોનિધિ પૂ. આચાર્યદેવ
શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજાને સંચમ અર્ધશતાબ્દી પ્રસંગે કોટિ કોટિ વંદન... જેઓશ્રી... • શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજાના સંસારી સુપુત્ર અને શિષ્યરત્ન છે. જેન જગતમાં જેઓની સિધ્ધહસ્ત લેખક તરીકેની ખ્યાતિ સર્વત્ર ફેલાયેલી છે. જેન જગતના જાણીતામાનીતા
કલ્યાણ' માસિકના જેઓ માર્ગદર્શક છે. ૦ જેઓશ્રીની કલમે કંડારાયેલ ૧૦૦ ઉપરાંત પુસ્તકો આજે વિરાટ વાચક વર્ગના હાથને સુશોભિત બનાવી રહ્યાં છે.
જેઓશ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાનના આરાધક છે. ૦ સદાય સ્મિત વેરતી પ્રશાન્ત - ધીર - ગંભીર મુદ્રાના સ્વામી એવા સિધ્ધહસ્તલેખક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય
પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં વંદના. જેઓશ્રી... • શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સંસારીપણે અને
સંચમપણે લઘુબંધુ છે. શાસ્ત્ર - શાસન અને સિધ્ધાંતના પક્ષે વિરોધીઓ સાથે ટક્કર ઝીલીને અચ્છા લેખક અને પ્રભાવક પ્રવચનકાર છે. જેઓ સહુની જીભે ચડે એવા કવિત્વના સ્વામી છે. અનેક શિષ્ય - પ્રશિષ્યથી પરિવરેલા સર્વગ્રાહી વ્યક્તિત્વથી શોભતા સૂરિમંત્ર પંચપ્રસ્થાના સમારાધક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાનાં ચરણોમાં સંચમ અર્ધશતાબ્દી પ્રસંગે કોટિ કોટિ વંદના...
સૌજન્ય...
સંચમ સુવર્ણ મહોત્સવ સમિતિ - શ્રી પાવાપુરી તીર્થ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028