Book Title: Chaturvidha Sangha Tawarikhni Tejchhaya
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 981
________________ તવારીખની તેજછાયા પુનર્લગ્નની વાતો પણ સાસરિયા પક્ષથી વહેતી આવી પણ સતી નારી પોતાના મનમાં સંકલ્પિત પતિ સિવાય કોને સ્થાન પણ આપે ? દિવસો વરસોમાં વીતી ગયા ને ચુવતી નારી પ્રૌઢાવસ્થામાં પહોંચી ગઇ. રોજ પતિના સંયમજીવનની સ્મૃતિ કરી પોતાના આત્માને પવિત્ર કરે છે અને ગૌરવ સાથે સાસરિયામાં એકલા રહીને પણ બધાંય કર્તવ્યો એક આદર્શ નારીની જેમ બજાવે છે. આ તરફ શ્રાવિકા નાગિલા માનસિક ઉત્થાન-માર્ગે છે, જયારે બીજી તરફ ભવદેવ મુનિ ચારિત્ર લીધા પછી મોટા ભાઇ ભવદત્ત મુનિરાજના કાળધર્મ પછી નાગિલાની ચાદમાં ઝૂરી ઝૂરી સંચમને દૂષિત કરી રહ્યા છે. માનસિક પતન પામેલા તેઓ જયારે પોતાની સાંસારિક પત્નીની સતત યાદ સહન ન કરી શકયા, ચારિત્ર-જીવનથી પાછા વળી નાગિલાની સાથે સંસાર સુખ માણવા પાછા વળ્યા. ત્યારે નગરના ઉપવને વેથી પાણી ભરી રહેલ નાગિલા અને ભવદેવ મુનિ અનાયાસ ભેગા થઇ જતાં ભવદેવ મુનિએ પોતાની માનસિક નબળાઇઓ ઠાલવી દીધી, ત્યારે તે જ શ્રાવિકા નાગિલાએ તેમને સંયમમાં સ્થિર કરતાં કડક વચનો કહ્યાં, અને એક સ્ત્રી સુખ ખાતર મોક્ષ સુખની ઉપેક્ષા કરી રહેલ પતિ મુનિને હિતોપદેશ આપી પ્રત્યુપકાર કર્યો. ભવદેવ મુનિ ચેતી ગયા ને પાછા ફરી ફરી આલોચના દ્વારા શુદ્ધ બની સાચા સંયમી બન્યા, જેમાં નાગિલાનો ફાળો મહત્ત્વનો બની ગયો છે. ૮ દ્રૌપદીની દાસ્તાન પ્રત્યેક જીવાત્માઓના જીવનમાં પૂર્વભવથી ચાલ્યા આવતા સંસ્કાર કેવો ભાગ ભજવી શકે છે તથા પરમાત્માના શાસનની પ્રાપ્તિ દ્વારા જીવાત્મા અશુભ સંસ્કારોને ટાળીને કેવા શુભ સંસ્કારો ઉત્પન્ન કરી શકે છે તેની વીતક કથા જેવી દ્રૌપદીની જીવનકથા જાણવા-માણવા જેવી હોવાથી અત્રે સંક્ષેપમાં સારભૂતો સાથે પ્રસ્તુત છે. એક જ સ્ત્રીને પાંચ પાંચ પતિ હોવા અને તે પણ સમાજથી માન્ય લગ્ન પછીના જીવનમાં હોવા તેવી ઘટના દ્રૌપદી માટે સહજ બની હતી, કારણ કે, તેણીના આત્માએ પૂર્વના સુકુમારિકા સાધ્વીના ભવમાં ગુરુણીની સામે બોલી, સામે ચડીને આગમોમાં નિષિદ્ધ એવા સ્ત્રી દેહથી ખુલ્લા મેદાનમાં સૂર્યની આતાપના લેવાનું દુઃસાહસ કર્યું હતું. ગુરુકૃપા વગરની તે સાધનામાં તેણીએ દેવદત્તા નામની વેશ્યાને કામલંપટ પાંચ પુરુષો દ્વારા સેવાતી જોઈને ધર્મના ફળ રૂપે તેવાં જ ભોગસુખની યાચના કરતું નિયાણું કરેલ હતું અને તે જ કારણ છે કે ગુરુની સામે પણ સ્પષ્ટવક્તા અને કઠોર જીભ ચલાવનાર તેણીને Jain Education International For Private ૯૫ દ્રૌપદીના ભવમાં પણ જીભની કર્કશતા મળેલ હતી. તેથી જ તો મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે, ‘“આંધળાના પુત્ર આંધળા જ હોય ને ?'’ અને એક જ કુવાક્યે દુર્યોધનમાં દુષ્ટતાનો સંચાર કરી મહાભારતનું મહાયુધ્ધ ખડું કરી દીધું હતું. પાંડવો પાંચેય ચારિત્ર ગ્રહણ કરી મુક્તિને વરી ગયા છે, જ્યારે દ્રૌપદી સંયમના ફળ રૂપે દેવગતિની પ્રગતિ કરી શકી છે તેના મૂળ કારણમાં તેના જીવનમાં વ્યાપી ગયેલ પૂર્વ ભવની આશાતના-વિરાધનાના સંસ્કારો દ્વારા ઉદ્દભવેલ અલ્પધાર્મિકતાનું વલણ છે. કારણ કે સુકુમારિકાના પણ પૂર્વના ભવમાં જ્યારે તેણીનો જીવ નાગશ્રી નામે બ્રાહ્મણી રૂપે હતો ત્યારે માસક્ષમણના પારણે પધારેલ ધર્મરુચિ અણગારને ઉત્તમ દ્રવ્યોથી પ્રતિલાભી સંસાર ટૂંકાવી દેવાની તક ગુમાવી અજ્ઞાન દશામાં તપસ્વીને કડવી અને કાઢી નાખવા જેવી તુંબડીનું શાક વહોરાવી પ્રગાઢ માયાચાર કરેલ. પૂજ્ય મુનિરાજ તો તેવા શાકને ગુર્વાશાથી પરઠવવા જતાં કીડીને મરતી જોઈ સ્વંયના ઉપયોગમાં લઈ કાળધર્મ પામી ગયા અને સર્વાર્થસિધ્ધ દેવલોકે પણ ચાલ્યા ગયા છતાંય નાગશ્રીની ઘટના સમાજમાં ઉઘાડી પડી જતાં તેણીનો બ્રાહ્મણ-સમાજમાં સારો તિરસ્કાર થયો. વનનિકાલ પામેલી નાગશ્રી મૃત્યુ પૂર્વે અનેક રોગોનો ભોગ બની, મરી છઠ્ઠી નારકીમાં ચાલી ગઈ, પછીના ભવમાં તંદુલીયો મત્સ્ય બની સાતમી નરકે જઈ બધીય નરકે બે - બે વાર જન્મ પામી. પછી અનેક જીવાયોનિઓમાં જન્મ પામી દુ:ખો વેઠી નદીધોળ ન્યાયે હળુકર્મી બની ચંપાનગરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની સુકુમારિકા પુત્રી બની પણ જિનદત્ત શ્રેષ્ઠીના પુત્ર સાગરદત્ત સાથે વિવાહ કર્યાના વરસ પછી શ્રેષ્ઠીપુત્રને દાહવર લાગુ પડતાં સુકુમારિકાનો ત્યાગ કરી દીધો. બીજીવાર પરાણે તેણીનાં લગ્ન ભિખારી સાથે માતાપિતા દ્વારા થતાં તે પણ તેણીના વિકૃત સ્પર્શના ભોગે બીમાર પડી ભાગી ગયો. ત્યક્તાવસ્થામાં દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા તો લીધી જ પણ પાછળથી સાધ્વીપણામાં પણ આતાપના જેવાં અકાર્યો કરવા જતાં સંસાર ઉપાર્જયો. હકીકતમાં સાધ્વીપણાના નિયાણાના કારણે કાંપિલ્યનગરના દ્રુપદરાજાની પુત્રી દ્રૌપદી તરીકે જન્મ થયો. યુવાવસ્થામાં સ્વયંવરમાં રાધાવેધ સાધી શકનાર અર્જુનના કંઠમાં જ માળા આરોપી પણ દેવતાઈ ચમત્કારની જેમ તે માળા પાંચેય પાંડવના કંઠમાં આવી અને પાંચેય પુરુષોની વચ્ચે પત્ની તરીકે એક દ્રૌપદી બની છતાંય તે ભવમાં શીલ Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028