________________
તવારીખની તેજછાયા
રાખતા હતા. આ સમયના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય દંતિલની નિશ્રામાં શ્રાવિકા શ્યામાન્ચે જિનેશ્વર ભગવાનની મૂર્તિ ભરાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. આ શ્રાવિકા ધર્મપરાયણ અને જૈન ધર્મની મૂર્તિપ્રતિષ્ઠા, શિલ્પ અને વિધિની જાણકાર હતી એમ માનવામાં આવે છે. રાજ્યમાં ઊજવાતા ધાર્મિક ઉત્સવોમાં સ્ત્રીઓ ધર્મભાવનાથી પ્રેરાઈને અપૂર્વ આનંદોલ્લાસથી ભાગ લેતી હતી. આ સમયમાં ઉદયગિરિ પરનો એક શિલાલેખ મળી આવે છે. તેમાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાની વિગતો પ્રાપ્ત થાય છે.
આ ઐતિહાસિક માહિતીને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે, લગભગ ૩૦૦ વર્ષ સુધી જૈન ધર્મનો પ્રભાવ ને પ્રસાર સતત ચાલુ રહ્યો હતો.
રાજા હર્ષવર્ધનના સમયમાં જૈન સાધ્વીઓ પોતાના આચારનું પાલન કરીને વિચરતી હતી. પરદેશીઓનાં આક્રમણ, સામાજિક મુશ્કેલીઓ, ત્રણ વખત પડેલો ભયંકર દુષ્કાળ વગેરે પરિસ્થિતિમાં પણ સાધ્વીસંઘની પરંપરા અસ્ખલિતપણે અસ્તિત્વ ધરાવતી હતી. ત્યાર પછી ક્રમશઃ જૈન ધર્મનો બિહાર અને ઓરિસ્સામાં પ્રચાર થયો અને સાથે સાથે રાજસ્થાન અને ગુજરાત પણ જૈન ધર્મના પ્રસારનું મહત્ત્વનું કેન્દ્ર બન્યાં.
શ્રાવિકા નીતાદેવીઃ ગુજરાતના રાજા શાંતિદેવના પુત્ર વિજયપાલની નીતિપરાયણ અને સંસ્કારસંપન્ન રાણી. મુનિ વિદ્યાકુમારના સદુપદેશથી નીતાદેવીએ પાટણમાં પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય અને પૌષધશાળાનું નિર્માણ કરાવ્યું હતું.
ચંપા શ્રાવિકાઃ મોગલ સમયમાં ઉત્તર ભારતના વિસ્તારમાં બે શ્વેતાંબર સાધુઓ ધર્મપ્રચાર કરતા હતા. તપાગચ્છના બુદ્ધિસાગરજી અને ખરતરગચ્છના સાધુ કીર્તિ પોતાના શિષ્યો સાથે ધર્મપ્રવૃત્તિ ચલાવતા હતા. અકબર બાદશાહના દરબારમાં આ સાધુઓએ ધર્મચર્ચા કરી હતી. ત્યાર પછી હીરવિજયસૂરિ અકબર બાદશાહના આમંત્રણથી ફત્તેહપુર સિક્રી ગયા હતા. આચાર્ય મહારાજે બાદશાહને પ્રતિબોધ
__ _ }
Jain Education International
For Private
૯૮૧
પમાડીને અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્યના સિદ્ધાંતો સમજાવ્યા હતા. અકબર બાદશાહે હીરવિજયસૂરિની આજ્ઞા શિરોધાર્ય કરીને માંસાહાર, હિંસા આદિ નહીં આચરવાનો સંકલ્પ કરીને તે અંગે ફરમાન બહાર પાડ્યાં હતાં. આ સમયની ઉલ્લેખનીય શ્રાવિકા ચંપાનું વૃત્તાંત આ પ્રમાણે છે. પર્યુષણના વ્યાખ્યાનમાં ગુરુમુખેથી ચંપા શ્રાવિકાની તપધર્મની આરાધનાનું વૃત્તાંત પ્રતિવર્ષ જૈન ભાઈબહેનો સાંભળે છે ઃ
ચંપા શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસ કર્યા હતા. તેની તપસ્યાની અનુમોદના અને શાસનની પ્રભાવના નિમિત્તે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. અકબર બાદશાહને આ વાતની જાણ થતાં જૈન ધર્મના તપની આરાધનાથી પ્રભાવિત થયા હતા, છતાં આટલા લાંબા સમય સુધી ઉપવાસ થઈ શકે તેની ખાતરી કરવા માટે ચંપા શ્રાવિકાને પોતાના મહેલમાં સેવકોની દેખરેખ હેઠળ રાખવામાં આવી. ચંપા શ્રાવિકાએ દીર્ઘકાળ સુધી ઉપવાસ કરીને અકબર બાદશાહને મુગ્ધ કરી દીધા. ચંપા શ્રાવિકાની તપશ્ચર્યા દરમિયાન રાજ્યમાં કોઈ પણ જગ્યાએ હિંસા ન થાય તેવો હુકમ બહાર પાડ્યો હતો. આચાર્ય મહારાજની પ્રેરણાથી રાજ્યમાં લેવાતો જજિયાવેરો દૂર કર્યો હતો.
ભદ્રા : ચંપાનગરીના સમૃદ્ધ અને સુપ્રસિદ્ધ ધર્માનુરાગી કાળદેવ શેઠની પત્ની. એક વખત ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યા હતા તે સમાચાર જાણીને નગરજનો પ્રભુની દિવ્ય વાણીનું શ્રવણ કરવા જતાં હતાં ત્યારે કામદેવ પણ અપૂર્વ શ્રદ્ધા અને ધર્મભાવનાથી પ્રેરાઈને ગયો હતો. પ્રભુની વાણીથી પ્રભાવિત થઈને તેણે શ્રાવકધર્મ વિધિપૂર્વક સ્વીકાર કર્યો. ઘેર જઈને તેણે પત્નીને પોતાની હકીકત જણાવી ત્યારે ભદ્રા પણ પ્રેરણા પ્રાપ્ત કરીને પ્રભુ પાસે ગઈ અને શ્રાવિકાનાં વ્રત અંગીકાર કર્યાં. દિનપ્રતિદિન વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થતી ગઈ. જીવનનાં અંતિમ વીસ વરસ સમકિત મૂળ બાર વ્રતનું ઉત્કૃષ્ટ રીતે પાલન કરીને જન્મ સફળ .કર્યો.
Personal Use Only
www.jainelibrary.org