Book Title: Chaturvidha Sangha Tawarikhni Tejchhaya
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 931
________________ તવારીખની તેજછાયા કરતાં શત્રુંજ્ય તળેટી પર સમવસરણ જિન-પ્રસાદે, શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે, હસ્તગિરિતીર્થે, ભરૂચ શ્રી મુનિસુવ્રતસ્વામીતીર્થે, વડોદરા પ્રતાપનગર જિનાલયે, ઉવસગ્ગહરં તીર્થે, બિહારના કુંડલપુરતીર્થે તથા પુના-કાત્રિજ આદિ અનેક સ્થાને પ્રતિષ્ઠાનો અને હસ્તિનાપુર તીર્થે જંગી ખર્ચ આકરિત અષ્ટપદજીના મંદિરના સજોડે શિલારોપણ સાથે તેમાં ભગવાન શાંતિનાથજીપ્રતિમા વિરાજિત કરવાના આદેશનો વગેરે લાભ લીધેલ. પૂ. નાનીમાના પાલનનું ઋણ અદા કરવા પ.પૂ.આ મેરુપ્રભસૂરિશ્વરજી મ.સા.ના ઉપદેશે પાલીતાણા તળેટી રોડ પર આકારિત શ્રમણવિહારમં સારું યોગદાન આપેલ. સંસ્કારીપુત્ર હરેશભાઈ કે જેઓ શેરબજારના ધંધામાં આંતરરાષ્ટ્રિય વિકાસ સાધી વ્યાપારીઓમાં આગવું સ્થાન ધરાવે છે. અને શ્વસુરગૃહોનાં આંગણાંને દીપાવતી બંને પુત્રીઓ શીલા અને પ્રીતિ, તથા ધર્મપત્ની નલિનીબેન તથા પુત્રવધુ દર્શના, પૌત્રો કૃણાલ, નેહા તથા કરનના બનેલા ખુશ્યુના ખજાના સમા આ પરિવારજનોએ ધર્મ-સંસ્કારના વારસાને ઊજાળ્યો છે. શ્રી શાંતિભાઈ તથા તેમનાં પત્નીની સાદાઈ, વિનમ્રતા, વિવેકે પરિચયમાં આવનારાઓને પ્રભાવિત કર્યા છે. શત્રુંજ્ય પર અભિષેકનાં સ્થળોની જૂની પરબને નવતર કલાત્મક બનાવી ‘રજની-શાંતિ’ પરબ નામ આપ્યું જેમાં અભિષેક વિગત સાથેનો ઐતિહાસિક શિલાલેખ લગાડાયેલ છે. શત્રુંજ્ય આરોહ પ્રારંભિક પગથિયે ત્રિ-દ્વાર યુક્ત વિશાળ પ્રવેશદ્વારનો પેઢી દ્વારા મળેલ આદેશ અત્યંત લાભદાયી મનાય છે. અહીં પણ ઐતિહાસિક શિલાલેખ મુકાવેલ છે. સાથે તળેટી પાસેના કીર્તિસ્તંભમાં સર્વસાધારણમાં રૂ. પાંચલાખ લખાવી અનેરો લ્હાવો લીધેલ. પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિક્રમસર્જક ૮૦૦ સિદ્ધિતપની મહાન તપસ્યા શ્રી ભાવનગર જૈન શ્વે.પૂ. તપાસંઘના ઉપક્રમે થઈ તેની પાસે ઐતિહાસિક યાદગીરી રૂપે ભાવનગરના દાદાસાહેબ દેરાસરમાં સિદ્ધિતપચોક બનાવવાનો અનેરો લાભ લીધો. શિહોર-જૈન સોસાયટીના ભવ્ય દેરાસરમાં મૂ.ના ચૌમુખજીમાં આદિશ્વરભગવાનની પ્રતિષ્ઠાનો તથા ઉના અજારા પાસે નદી તટે પૂ.આ. હિરસૂરિશ્વરજી મ.સા.ના સમાધિમંદિરમાં એક દેરી બનાવવાનો તથા પાર્લા-ઘોઘા તીર્થ રાંદેરમાં પાર્શ્વનાથ જન્મકલ્યાણક પ્રસંગે અઠ્ઠમ તપની તપશ્ચર્યા સમયે કાયમી પારણાનો વગેરે લાભ લીધો. પાર્લામાં શિક્ષણ, આરોગ્યક્ષેત્રે પણ મોટી રકમનાં દાનો આપ્યાં. મલાડમાં પણ દેવકરણ મૂળજી જૈન Jain Education International For Private colo દેરાસરમાં મહાવીરસ્વામી કલ્યાણક પ્રસંગે તથા ઇસ્ટ મલાડના કાયમી ચૌવિહાર ઘરમાં કાયમી લાડુની પ્રભાવનાનો લાભ લીધો. શેરસા, મણીનગર, કાંકરિયા, ઉજ્જૈનના શ્રી પાળકાયણા દેરાસર પાસે પોતાના સહયોગથી ભવ્ય ઉપાશ્રયો બનાવ્યાં. પાર્લામાં દહેરાસરમાં માણીભદ્રવીરની દહેરીની પ્રતિષ્ઠા કરાવી. ઉપરાંત નાગેશ્વરતીર્થમાં મૂ.ના. પર ચાંદીનું સુંદર કલાત્મક છત્ર તથા ભોજનશાળા ઉપર ભવ્ય આરાધના હોલ તથા ધાર (મ.પ્ર.)માં ભક્તામર જિનાલયમાં એક દેરી, શંખેશ્વર કલ્યાણ પ્રસંગે ૩૫૦૦ અઠ્ઠમતપના આરાધકોનો ભક્તિલાભ અને આગમમંદિરમાં એક રૂમ તેમ જ ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં એક દેરીનો પ્રતિષ્ઠાલાભ, તથા નિર્માણાધીનજી અયોધ્યાપુરમાં મૂર્તિબિરાજન સ્થળે શિલારોપણનો લાભગોડીજી પાયધૂનીની દેરાસરમાં પદ્મનાથભગવાનની પ્રતિષ્ઠા કરાવેલ. દેરાસરમાં વાસૂપૂજ્ય સ્વામી પ્રતિષ્ઠા સમિતિ અને ઉપાશ્રયના મુખ્ય દાતા બનાવાનો તથા ઓરપાડ ભરૂચ પાસે સાયન ગામમાં કુંથુનાથ ભગવાન મૂ.ના. તરીકે વિરાજીત કરવાનો તથા સુરતમાં દેસાઈ પોળના દેરાસરે ધર્માદા દવાખાનામાં ને મહેસાણા-મેન્શન દવાખાનામાં મામા બાલુભાઈ ખીમચંદના નામે ફી દવા વિતરણ તથા માંડવગઢ (મ.પ્ર.)માં ખેતરમાંથી મળેલી અતિ પ્રાચીન મૂર્તિના ભારે લેપ કરાવી મુખ્ય દેરાસરના ભોયરામાં પ્રતિષ્ઠા કરાવવાનો, તથા ભોપાવરમાં પ્રાચીનમૂર્તિ શાંતિનાથ ભગવાનને નવેસરથી લેપ તથા પાવાપુરમાં મહાવીરસ્વામી ભગવાન તથા કુંડલપુરમાં પ્રાચીન મૂર્તિઓના લેપ, અને ગૌતમસ્વામીની પ્રતિષ્ઠા કરાવવાનો તથા સમેતશિખર ઉપર મૂ.ના. તથા આજુબાજુના ભગવાનના લેપ તથા શત્રુંજ્ય પરની મોદીની ટૂંકમાં પંચભગવાનની પ્રતિષ્ઠા તથા હસ્તગિરિમાં એક દેરી શાંતિનાથ ભગવાનની તથા ચાંદખેડામાં ગૌતમસ્વામીની વિશાળમૂર્તિ તેમજ મુનિસુવ્રતસ્વામિની પ્રતિષ્ઠા વગેરે અનેક ધર્મકાર્ય ને માનસેવાના લાભો લીધેલ છે. તેથી દરેક સંઘેડા (સંપ્રદાયો)ના પૂ. આચાર્યશ્રીઓ તથા મહારાજાની અપાર કૃપા શાંતિભાઈ પર નિરંતર વરસતી રહી છે. તેમના નામનું ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપી માનવતાના, સમાજસેવાના, શિક્ષણ, આરોગ્ય અને ગરીબ દર્દીઓ તથા કષ્ટસાધ્ય ભયંકર બિમારીવાળાઓને આર્થિક મદદ કરવાનું કાર્ય કરી રહ્યા છે ને ભવિષ્યમાં પણ તે યથાવત રાખવા સંકલ્પબદ્ધ છે. સને ૨૦૦૩માં ૭૫મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનો ભવ્ય ભોજનસમારંભ પૂ. ગુરુ ભગવંતોનો ગૃહઆંગણે પ્રવેશ સાથે દેદીપ્યમાન ઉજવણી Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028