________________
૮૮૦.
દક્ષિણમાં કયાંય પણ સભાનું સંચાલન કે મોટા સમારંભોમાં સુરેન્દ્રભાઈની ગેરહાજરીથી કાર્યક્રમોમાં અધૂરાપણું લાગે છે. તેમના આવતાં જ લોકો કહે છે “સુરેન્દ્રગુરુજી આયે, બહાર આઈ” કલાકો સુધી લોકોને જકડી રાખવાની તેમની વિશેષતા છે. ગુજરાતી ભાષી હોવા છતાં હિન્દી પર તેમનું પ્રભુત્વ ગજબનું છે. સમયાનુસાર કાવ્ય-દોહા બનાવવામાં નિપુણ તેઓ અચ્છા કવિ પણ છે.
બોલી બોલવાના તો તેઓ અઠંગ ખેલાડી છે. લાખો કરોડોની બોલી તેઓ હસતાં હસતાં કલાકો સુધી બોલી અપૂર્વ રંગ જમાવે છે. ભેરુતારક અને માલગામ જેવી રેકોર્ડરૂપે પ્રતિષ્ઠા તેઓના વિધિવિધાનથી સંપન્ન થયેલ છે.
અદ્ભુત વક્તા તો છે તો અદ્ભુત સંચાલક પણ છે તો સારા સંપાદક છે. પંચ પ્રતિક્રમણ સાથે જીવવિચાર નવતત્ત્વ જેવા અનેક અભ્યાસકીય ગ્રંથોનું તેઓએ સંપાદન કર્યું છે. હજારો પુસ્તકો દાનદાતાના સહયોગથી પ્રકાશિત કરી અલ્પ મૂલ્યમાં વિતરણ કરેલ છે. ભારતભરની લગભગ પાઠશાળામાં તેમના પુસ્તકોથી ભણાવવાનો આગ્રહ રખાય છે.
સુરેન્દ્રભાઈનું જીવન એટલે વિદ્યાના ક્ષેત્રે પુરુષાર્થ અને પ્રાપ્તિની અનોખી ગાથા છે રાજયશસૂરિજીએ પંચપ્રતિક્રમણ સાથે
માં લખ્યું છે. ક્લિઈ સરેન્દ્રભાઈ પાઠશાલા સંચાલનમેં પ્રાણ ભરે હૈ, પાઠશાલાકા નામ સાથે ભારતવર્ષમેં ઉજ્જવલ કિયા હૈ. મુર્દમેં ભી પ્રાણ ભરી દે વૈસી ઈનકી ઉત્સાહશેલી હૈ. દિનભર વે યંત્રકી તરહ ક મ ક રતે રહતે . એસા વ્યક્તિત્વ ન કે વલ બેંગ્લોરકે લિયે ગૌરવપદ હૈ પર ભારત્વષકે શિક્ષક કે લિયે ભી અનુકરણીય હૈ.”
પોતાના વર્ષીતપના પ્રારંભ માટે પોતે જણાવે છે કે એકવાર અંજનશલાકા પ્રસંગે હાર્ડવર્કના કારણે તાવ આવી ગયેલ તેમાં તેમને મહાનરોગના દર્શન થયાં અને ફાગણ વદ ૮ના ૧૧ વાગે આયંબિલ કરવા જવા પૂર્વે પરમાત્મા મહાવીરનાં ચારિત્રદર્શન થયાં. ૧૧ લાખ ૮૦ હજાર માસક્ષમણ કરનાર પ્રભુ વીરના આદર્શ જીવને તેમને વર્ષી તપ માટે પ્રેરણા કરી પૂ. માતુશ્રી મધુબહેનના ૧૭-૧૭ વર્ષી તપોથી આકર્ષાઈ તેમણે વર્ષ તપ સજોડે પ્રારંભ કર્યો. આજે ૮-૮ વર્ષોથી ૫-૫ દ્રવ્યોથી અલ્પ સમયમાં બેસણું કરતાં અને રાત દિવસ પ્રભુભક્તિમાં લીન તેમને જોઈને મસ્તક ઝૂકી જાય છે.
મંચના કલાકાર અને અભિનય ક્ષેત્રે બેજોડ બાદશાહ તેમણે ખૂબ જ સફળતા મેળવી છે. “કર્મો કે ખેલ’, ‘ભાઈ હો
ચતુર્વિધ સંઘ તો ઐસા’, ‘નમસ્કાર મહામંત્ર પ્રભાવ', “પ્રાણ, ‘ભવ્ય બલિદાન', “જૈન ધર્મ કી યશોગાથા” આદિ અનેક નાટકોનાં લેખક અને પાત્રોને જીવંતરૂપ આવતાં તેમને સ્ટેજ ઉપર જોઈ લોકો આનંદિત બને છે. “ભીમસેન હરિષણ’ નાટકમાં તો સ્ટેજ ઉપર લોહીલુહાણ થઈ જતાં પણ તેમને ખ્યાલ ન આવ્યો. અંજનશલાકામાં જ્યોતિષીના પાત્રને તથા દરેક પાત્રોને જીવંત કરતાં અભિનયની દરેક ગુરુ ભગવંતો અનુમોદના કરે છે. કયારેક ભક્તિમાં ૩-૩ ફૂટ કૂદકો મારતાં તે ૧૫ વર્ષના યુવાન દેખાય છે.
અનેક સ્પેશ્યલ ટ્રેન-સંઘોના તેઓ માર્ગદર્શક સંચાલક પણ બન્યા છે. પ્રભુભક્તિના રસિયા ગુરુજીને લોકો સંઘમાં લઈ જવા લાલાયિત હોય છે. સંઘયાત્રામાં પણ ભક્તિભર્યું વાતાવરણ ખડું કરી સંઘપતિના દ્રવ્યોને સહી અર્થમાં તેઓ સફળ બનાવે છે. પ્લેટફોર્મ પર પણ ભક્તિની રમઝટ જોવા જેવી હોય છે.
પૂજ્ય આચાર્યદેવશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની અસીમ કૃપાને પાત્ર તેઓ રાત્રે ૯=૩૦ વાગે દેવચંદ્ર ચોવીશીનું અધ્યયન કરતા હજુ વિદ્યાર્થી છે. લક્ષ્મી અને સરસ્વતી બંનેના કૃપાપાત્ર તેઓએ ગુરુદેવશ્રીની નિશ્રામાં પોતે અને બીજા સહયોગીઓ સાથે નવ્વાણું યાત્રાનું આયોજન કરી ૨૦૦ યાત્રિકોનો લાભ લીધો, તો બેંગ્લોરમાં સુમતિનાથ પરમાત્માનું ભવ્ય કલાત્મક સંગેમરમરનું મંદિર નિર્માણ કરી અંજનશલાકાપ્રતિષ્ઠાનો લાભ લીધો. પ્રતિષ્ઠા વખતે પૂ. નિત્યાનંદસૂરીજીએ કહેલું કે “કયારેક વ્યક્તિ પદને પામી ગૌરવ પામે છે પણ આજે પદ ગુરુજીને પામી ગૌરવ પામી રહ્યું છે.” કહી બેંગ્લોરના સમસ્ત સંઘો તરફથી ૮૦ હજારની મેદની વચ્ચે ગુરુજીને શાસન ગૌરવ” પદથી અલંકૃત કર્યા. આવી રીતે તેઓ તન-મન અને ધનથી શાસનનાં દરેક કાર્યોમાં લાભ લઈ રહ્યા છે.
બેંગ્લોરનાં લગભગ ૪૦ મંદિરોમાંથી મોટાભાગના મંદિરોનો ભૂમિપૂજન શિલાન્યાસ-અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુજીનાં સાંનિધ્ય-માર્ગદર્શન, વિધિવિધાનોથી સંપન્ન થયેલ છે. અનેક સંસ્થાઓ ગુરુજીને પોતાના સલાહકારમાર્ગદર્શક માને છે. પૂજ્ય આચાર્યદેવોના ભરપૂર આશીર્વાદને પામેલા ગુરુજી દરેક ગુરુ ભગવંતોના ચાતુર્માસને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.
શ્રી વિજય લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાનો અમૃતમહોત્સવ મનાવવા તત્પર ગુરુજીએ સંસ્થાને મજબૂત બનાવવા ૭૫ લાખના લક્ષ્યાંક માટે દઢ નિશ્ચય કર્યો. લોકોને પણ આશ્ચર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org