________________
૯૦૧
તવારીખની તેજછાયા
શ્રી દીપચંદભાઈ ગાર્ડી સાહેબનાં પ્રવચનો અત્યંત પ્રભાવક હોય છે કારણ કે તે સહૃદયતાભર્યા મનોમંથનમાંથી ઉદ્દભવેલાં હોય છે. એ પ્રવચનોમાં તેઓ ઘણી વખત કહે છે કે “હું કોઈ દાનેશ્વરી નથી, હું તો (માંડવરાય) દાદાનો મુનીમ માત્ર છું. તેમણે ભંડારની ચાવી મને આપી છે, તે એવી સૂચના સાથે કે વહીવટ બરાબર કરજે. તેમાં કંઈ ગફલત થાય નહીં. વળી હું તો તમારી આગળ એક ભિક્ષક તરીકે આવ્યો છું. મારે તમારી પાસેથી ધન કે ધાન્ય જોઈતું નથી, પણ અંતરના આશીર્વાદ જોઈએ છે. તે તમે ખૂબ પ્રેમથી આપો. તમારો અત્યંત આભાર. શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી
(જૂના ડીસાવાળા) શ્રી પોપટભાઈનો જન્મ જૂના ડીસા પાસે દામા ગામે સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧ ગુરુવાર તા. ૪-૬-૧૯૧૪ના શુભ દિને થયો હતો. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ પોપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પેઢી શરૂ કરી. પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ સ્વતંત્ર શરાફી પેઢી પોપટલાલ તારાચંદના નામથી શરૂ કરી. ધંધાનો ૩૦ વરસની ઉંમરે ઘણો જ વિકાસ કરેલ હતો. સં. ૧૯૭પમાં એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારે પોપટલાલભાઈની ઉંમર પાંચ વરસની હતી. ૧૨ વરસની ઉંમરે ડીસાથી મુંબઈ આવી થોડો સમય કાપડના બિઝનેસમાં સર્વિસ કરી. ટૂંક સમયમાં કાપડનો હોલસેલ વેપાર શરૂ કરેલ હતો. આજે બિઝનેસ તેમના સુપુત્રો સંભાળે છે અને તેઓ ધાર્મિક-સામાજિક કાર્યોમાં સેવાઓ આપે છે.
તેઓશ્રી સત્તર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. બંને નૂતન ધર્મશાળાઓનું બાંધકામ તેમની દેખરેખ નીચે પૂરું થઈ ગયેલ છે. શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમ, પાલિતાણાના મંત્રી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની વ્યવસ્થાપક કમિટીના સભ્ય છે. છેલ્લાં પચીસ વર્ષથી હવે તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારે છે. મુંબઈની લક્ષ્મીદાસ માર્કેટમાં મેસર્સ કે. ચંદ્રકાન્ત એન્ડ કું.ના નામથી છેલ્લાં બાવન વર્ષથી કાપડનો વેપાર કરે છે. શ્રી પોપટલાલભાઈ છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત સામાયિક, નવકારમંત્રનો જાપ, પ્રભુપૂજન આદિ ધર્મક્રિયામાં તત્પર રહે છે. શ્રી ભીલડિયાજી તીર્થના ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી વધારે સારી સેવા આપી છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલિતાણાની મહારાષ્ટ્ર ભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દસ
વર્ષ સુધી સેવા આપી છે. સને ૧૯૮૩માં એમણે ઘણા દેશોની મુસાફરી કરી હતી. મુંબઈથી લંડન, બોસ્ટન, ન્યૂયોર્ક, શિકાગો, ટોકિયો, હોંગકોંગ, બેંગકોક, સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયામાં જાકાર્તા, બાલી વગેરે ગયા હતા.
એમનાં ધર્મપત્ની સાથે ૨૦ વર્ષ પહેલાં યુરોપનો ઝુરીચપ્રવાસ કરેલ તેમ જ દસ વર્ષ પહેલાં અમેરિકાનો પ્રવાસ કરેલ હતો. પરદેશના પ્રવાસમાં પણ શ્રી પોપટલાલભાઈ નિત્યનિયમ બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પોતાનાં ધર્મપત્ની સાથે ચોમાસું કરી નવ્વાણું યાત્રાનો પણ લાભ લીધો. હતો અને સાથે સાથે પાલિતાણા મહારાષ્ટ્ર-ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સંઘ તરફથી પરમ પૂજ્ય સંઘસ્થવર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવર્યો અને પૂજ્ય મનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિ સાધુ-સંતોને ચોમાસું કરવાની વિનંતી કરી તે મુજબ લાભ લીધો હતો. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પોપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધો હતો. મહારાષ્ટ્ર-ભવન પાલિતાણામાં ભોજનગૃહ બંધાવી આપેલ છે તેમ જ જૂના ડીસાથી બે માઇલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ છે. શ્રી પોપટલાલભાઈને ધાર્મિક સંસ્કારી પુસ્તકોનાં વાચન-મનનમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭માં એમનાં ધર્મપત્ની ચંચળબહેનને ૫૦૦ આયંબિલનું પારણું કરાવેલ ત્યારે પૂજ્ય આચાર્યદેવ વિજયભુવનભાનુસૂરીશ્વરજીની નિશ્રામાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. નૂતન જૈન ઉપાશ્રયમાં ચાલુ વરસમાં જૂના ડીસામાં એમનાં માતુશ્રી ધાપુબાઈ તથા કાકી સમુબાઈના નામથી દેરાણી-જેઠાણી આરાધના હોલ બંધાવી આપેલ છે. તેમ જ શ્રીમદ્ વિજયકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવરો અને મનકશ્રીજી આદિ ૭૦ સાધ્વીજી મહારાજોને ચોમાસું કરવા વિનંતી કરી હતી અને દરેક ધાર્મિક કાર્યમાં આગેવાની લઈ ભાગ લીધો હતો. તેમ જ વંદન કરવા આવનાર સાધર્મિક ભાઈઓ અને બહેનો માટે ભક્તિ કરવાનો લાભ લીધો હતો. અમેરિકામાં એમના પૌત્ર ચેતનનાં લગ્ન હોવાથી ત્યાં પણ હાજરી આપવા ગયા હતા. એમના ઘરનાં ૧૨ મેમ્બરો અમેરિકા ગયાં હતા. અગાસતીર્થમાં ચાલુ વરસમાં વિશાળ ભોજનગૃહ હોલ અને તેના ઉપર ધર્મશાળા, સેનેટોરિયમ તેમની દેખરેખ નીચે બની રહેલ છે. શ્રી પોપટલાલભાઈને છ પુત્રો અને એક પુત્રી છે. તેમનાં નામ કીર્તિલાલ, સેવંતીલાલ, બાબુલાલ, વસંતલાલ, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાન્ત તથા
સાથ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org