________________
તવારીખની તેજછાયા
LOGO
ધર્મોથાળમાં સંસ્કારમૂર્તિ સમા શ્રાવકી
જૈનદર્શનમાં આત્માની અખૂટ ભક્તિ વધારનારા જે કેટલાક શ્રદ્ધાસંપન્ન શ્રાવકોનાં શુભ નામો ઠીક ઠીક પ્રસિદ્ધિ પામ્યાં છે. દેણગી અને દિલની અમીરાત દ્વારા ભાવી પેઢી માટે જેઓ ખરેખર પ્રેરણારૂપ બન્યા છે, ધર્મદૃષ્ટિ, કર્તવ્યપરાયણતા અને વ્યવહારકુશળતાને કારણે જેઓ બહોળા જનસમૂહમાં ધર્મભૂષમ ગણાયા છે. સેવાધર્મની પગદંડી ઉપર ચાલીને ધર્મલક્ષ્મી પ્રાપ્ત કરવા જ જેમનું લક્ષ કેન્દ્રિત થયું છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞામૂલક અનેકવિધ ધર્મક્રિયાઓમાં જેમના તરફથી અવિરત ધનપ્રવાહ વહેતો જ રહ્યો છે. એવાં પરમાર્થી અને પુણ્યરાશિ શ્રાવક પુષ્પોએ ચોગરદમ પ્રસરાવેલી સુવાસ ખરેખર તો અનુમોદનીય છે.
શ્રાવક જીવનનાં બાર વ્રત અંગીકાર કરનારા એવા ઘણા પ્રભાવકો છે, જેમના પ્રેરણાત્મક જીવનમાંથી અનેકોએ પ્રેરણા લીધી છે. વ્રત, તપ અને ક્રિયાના રસિયા બની રહેનારા ધર્મક્રિયાઓ અને સેવાપૂજા ક્યારેય ન ચૂકે એવા પણ ઘણા છે, જેમના પરિચય પામીએ અને ધન્યતા અનુભવીએ.
– સંપાદક
શ્રી અનુભાઈ ચિમનલાલ શાહ
અમદાવાદના આ શ્રેષ્ઠીવ નાનપણથી જ ધંધામાં પ્રવેશ કર્યો. ૧૯૯૨માં ૮૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેઓ જીવનના અંત સુધી અનેક સંસ્થાઓના પ્રેરણાદાતા બનીને સેવા આપતા રહ્યા હતા.
રાષ્ટ્રીય આંદોલન પુરજોશમાં ચાલતું હતું ત્યારે ૧૯૪૨- થી શેઠશ્રી અનુભાઈએ “અનુભાઈ ચિમનલાલ એન્ડ બ્રધર્સ'ના નામથી કામકાજ શરૂ કર્યું હતું. ધંધાર્થે થાઈલેન્ડ, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, સિલોન, જાપાન વગેરે દેશોની સફર કરી વિશાળ અનુભવ મેળવ્યો હતો. દેશના જુદાં-જુદાં રાજ્યોમાં બ્રાંચ ઓફિસ ખોલી ધંધાની જમાવટ કરી હતી. પાંચ કૂવા કાપડ મહાજનના પ્રમુખ તરીકે, સિદ્ધચક્ર-આરાધકસમાજના પ્રમુખ તરીકે, પાનસર જૈન ભોજનશાળામાં ઉપપ્રમુખ તરીકે, શંખેશ્વરમાં આવેલા વર્ધમાન જૈન આગમ મંદિરના પ્રમુખ તરીકે, મધ્યપ્રદેશમાં આવેલા ભોપાવર જૈન તીર્થના જૈન મંદિરના ટ્રસ્ટી તરીકે, શ્રી સેરીસા જૈન ભોજનશાળામાં ઉપપ્રમુખ તરીકે, સમી સી. એમ. હાઇસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, ઉપરાંત વિવિધ કમિટીઓમાં ચેરમેન તરીકે, ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ક્લોથ મરચન્ટસ્ એસોસિએશન, મુંબઈના પ્રેસિડેન્ટ તરીકે, ટ્રાફિક એડવાઇઝરી બોર્ડની કમિટીના સભ્ય તરીકે, રેલ્વે કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય તરીકે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
પાલિતાણામાં નમસ્કાર મહામંત્ર મંદિર વગેરે તેમની દેણગીને આભારી છે. શ્રી
દ જેતસીભાઈ સંઘવી . ગુજરાતના મોરબી પાસે રંગપરબેલામાં એક ધર્મપ્રેમી પરિવારમાં ૧૯૩૫માં શ્રી કસ્તુરચંદભાઈનો જન્મ થયો. સામાન્ય અભ્યાસ પણ કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવનાની લગનીને કારણે આજે તેઓ આત્મસંતોષના ઉચ્ચત્તમ શિખરે બિરાજે છે.
પોતાની સાત વર્ષની કુમળી વયે પિતાનું અણધાર્યું અવસાન થયું, એટલે અભ્યાસ અને આજીવિકા માટે સતત પુરુષાર્થ કરવો પડ્યો.
ધંધાના વિકાસ પડકારોને ઝીલવાની હૈયામાં હામ હતી, દેવગુરુધર્મ અને કુળદેવીમાં અપાર શ્રદ્ધા હતી, જીવનમાં કાંઈક કરી છૂટવાનો મનમાં પાકો મનસૂબો હતો, એટલે પોતાની પચીસ વર્ષની ઉંમરે પોતાના સમાજના યુવકમંડળની નેતાગીરી ધારણ કરી. વતનનાં સમાજ ઉપયોગી કાર્યો અને પ્રસંગોમાં તન, મન, ધનથી સક્રિય સહયોગી બન્યા. છેલ્લે મંડળના ચેરમેન તરીકેની કામગીરી પણ ઠીક સમય સુધી બજાવી અને સૌના, બહોળા સમૂહના પ્રીતિપાત્ર બન્યા. સંઘવી પરિવારનું નામ ઉત્તરોત્તર ઉજાગર કરતા રહ્યા.
૧૯૭૨ના ભયંકર દુષ્કાળના કપરા કાળમાં વતન મોરબી પાસેનાં ત્રણ ગામોમાં એક વર્ષ સુધી અનાજ અને અન્ય જરૂરીયાતો પૂરી પાડવામાં અને નેત્રયજ્ઞો વગેરેમાં ભારે મોટું
સેક્રેટરી તરીકેની તેમની સેવા જાણીતી હતી. આગમ મંદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org