________________
તવારીખની તેજછાયા
સો યોજન સુધી બેઉ ગયા પછી સિંહ શ્રેષ્ઠી આગળ ન ચાલ્યા. ભીમ પણ ધર્માત્મા બની ત્યાં જ રોકાયો.
સૈનિકોએ એકાંતમાં રાજપુત્ર ભીમને બોલાવી રાજાના ક્રોધની વાત સમજાવી ને કહ્યું કે સિંહ શ્રેષ્ઠી જો રાજાની આજ્ઞા વ્યવસ્થિત પાર નહીં પાડે તો પરાણે તેને નાગપુર બાંધીને લઇ જવાશે તેવું ફરમાન થયું છે. તે વાત ભીમે શ્રેષ્ઠી સિંહને કરી.
ધર્મસંકટ આવતાં પોતાના વ્રત સાચવવા શ્રેષ્ઠી ભીમને
સમજાવી અણસણ અને પાપોપગમન સંથારો કરવા નિકટના પર્વત ઉપર જવા લાગ્યા. પાછળ ભીમ પણ ચાલ્યો. સૈનિકોને રાત્રિ જતાં દિવસે બેઉના ગુમ થયાના સમાચાર મળતાં તપાસ કરી, પર્વત ઉપર ઉપવાસ કરી આહાર-પાણી જતાં કરી દેનાર બેઉને જાણી સૈનિકો રાજાની સજાના ભયે ગભરાયા. બેઉને વિનંતી કરી પણ છતાંય તેમના સંકલ્પમાં કોઇ ફેરફાર ન દેખાવાથી કીર્તિપાલ રાજાને જાણ કરી. ધર્મદ્વેષી રાજાને ક્રોધ ઊભો થયો. બધાય વચ્ચે કુમારને બાંધીને પરણાવવા અને સિંહ શ્રેષ્ઠીને આજ્ઞાભંગના અપરાધે મૃત્યુની સજા સંભળાવી, સ્વયં પર્વત સુધી રથમાં બેસી આવી ગયો, પણ ત્યા બેઉ મહાપુરુષોની ચરણ સેવા કરતાં વાઘ વગેરે પશુઓને દેખી તે વિસ્મય પામી ગયો. મન શાંત થઇ ગયું. ખૂબ વિનંતી-સ્વરમાં ઉપવાસ છોડવા વિનંતી કરી, પણ બેઉના અણસણ સંકલ્પમાં ફરક ન પડયો. જરા પણ આકર્ષણનો ભોગ બન્યા વગર શ્રેષ્ઠી સિંહ અને રાજપુત્ર ભીમ એક માસના ઉપવાસ દ્વારા કાયાને ગાળી-ઓગાળી કેવળી બની મુક્તિએ ચાલ્યા ગયા. રાજાથી અસંખ્ય યોજન દૂર થઇ ગયા.
૧૭ ‘જિનને ભજતાં જિન બનનાર : રાજા શ્રેણિક
કર્મોની વિચિત્રતા-વિકટતા ને વિલાક્ષણિતા કેવી કે તીર્થંકરના જીવદળને પણ પોતાનું જોર દેખાડી સર્વવિરતિ સુધીનાં સોપાનો સર ન કરવા દે. પૂર્વના ભવમાં સામાન્ય સદાચારી જીવો કરતાંય દીન-હીન પરિસ્થિતિઓ સર્જે, પણ તેમાં આશ્ચર્ય પણ શું ? કારણકે પૂર્વ ભવની વાત તો દૂર પણ ચરમભવી જીવોને પણ રામ, રથનેમિ, આર્દ્રકુમાર, અષાઢાભૂતિ મુનિની જેમ મોહઅજ્ઞાનના કર્દમથી ખરડી નાખે, ઉત્થાને ગયેલને પતન પમાડે, પાપીને પુણ્યાત્મા બનાવે છતાંય બલિહારી છે જિનશાસનની કે જેમણે દેવ-ગુરુ-ધર્મને સમ્યક્ અવધારી રાખ્યા, તે બધાય સંસાર-સમુદ્રમાં તરી જવાની નૌકા પામ્યા, ડૂબતા બચ્યા ને બૂડતા અનેકોને પણ તરણ-તારણનું કારણ બન્યા.
Jain Education International
For Private
643
ભગવાન વીરને થયાં છવ્વીસસો વર્ષ થરો, તે સમયે રાજગૃહિના રાજા શ્રેણિક મગધપતિ કહેવાતા. રૂપલાવણ્યશક્તિ-સંપત્તિથી ભરપૂર હતા. પાછી ભરજુવાની! રૂપવતી ચેક્ષણા જેવી રાણીઓના ભત્તર. બધુંય અનુકૂળ પણ પ્રતિકૂળતા રૂપે ગુલાબમાં કાંટાની જેમ નિર્દોષ પશુના શિકારના વ્યસની, ધર્માધર્મના અજાણ અને કઠોર કર્મી હતા.
પ્રભુ વીરના કૈવલ્યના સાધના-કાળ સુધી તો શિવધર્મના અનુયાયી, જૈન ધર્મથી વિમુખ પણ હતા. રંગ-રાગ- વિલાસથી પ્રચુર જીવનમાં કેવળી ભગવાન વીરનો નિકટ પરિચય તો દૂર પણ જૈન સાધુઓ ઉપર ચારિત્રહીનતાનો આક્ષેપ કરી એકાકી વિચરણ કરનાર એકલ વિહારી મહાત્માની પાસે રાત્રે વેશ્યા મોકલી તમાશો પણ ઊભો કરનાર હતા.
પણ કુદરતી જૈન ધર્મના કદર પક્ષપાતી અભયકુમાર, મેઘકુમાર, નંદીષેણ વગેરે મહારથીના પિતા પણ હતા. વનવગડામાં એકાકી સાધનાના હિમાયતી અનાથી મુનિના નાથ બનવામાં નિષ્ફળ ગયા પછી તેજ મહાત્માના સાધના-બળે સમકિતી બન્યા હતા. પટ્ટરાણી ચેક્ષણાના સત્યાગ્રહથી પ્રભુ વીરના સમવસરણમાં દર્શનાર્થે આવ્યા, પણ પ્રથમ દેશના સુણતાં જ સદા માટે પરમાત્માના ચરણોપાસક બની ગયા હતા. જયાં સુધી ભગવાન રાજગૃહિમાં સમોસરે ત્યાં સુધી નિત્ય દર્શન-શ્રવણનો લાભ લેનારા બન્યા હતા, પણ પ્રભુજીના વિચરણ સમયે પણ સ્મરણ કરતાં રોજ ૧૦૮ સુવર્ણના જવલાથી પ્રભુજીને અભિવંદન કરતા હતા. પાછળથી તો જૈન શાસનના મૂળ પ્રભાવક પણ બન્યા હતા. અને પ્રચારક પણ બની કર્મો સામે લડત આપતા હતા. પોતાના અશુભ કર્મના ઉદયે નવકારશી જેવા પચ્ચખ્ખાણમાં પણ શિથિલતા અનુભવતા હતા. છતાંય પોતાની અવિરતિથી દુ: ખી પોતાની જ રાણી અને પુત્ર-પુત્રીઓને ચારિત્રના સર્વવિરતિ માર્ગ સુધીની અનુમતિ આપનાર પણ હતા. દેવતાએ ગર્ભવતી સાધ્વી અને માંસયુક્ત પાત્રાવાળા સાધુ વિષુીં છલના કરી તો બેઉ સમયે શાસનહિલના ટાળી શાસન- રક્ષક બન્યા હતા. સાધુ-જીવનના રાગી કેવા કે પોતાના જ અંગત સોનીએ મેતારજ મુનિરાજની હત્યા કરી, રાજશિક્ષાથી બચવા સાધુ-વેશ પહેરી લીધો તો મુનિ હત્યા કરનારને પણ સાધુપણું છે કરી શિક્ષા ન કરી. સગર્ભા હરણીનો શિકાર કરી યુવાન વયમાં નરકગતિનું આયુષ્ય બાંધી જનાર તેમને જયારે પ્રભુ વીરે બતાવેલ યુકિતઓ છતાંય અસફળતા મળતાં નરક ગતિ જવાનું નિશ્ચિત જણાયું ત્યારે ભગવાનનાં વચનો ઉપર ગાઢ શ્રદ્ધા ધરાવનાર બની ગયા.
Personal Use Only
www.jainelibrary.org