________________
૬૩૬
ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં.
૨૪. પદ્માવતી : વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીની માતા અને રાજગૃહી નગરીના સુમિત્ર રાજાની રાણી. પૂર્વ ભવમાં સુરશ્રેષ્ઠ રાજા તરીકે ધોર તપશ્ચર્યા કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી ચ્યવીને ભગવાનનો આત્મા પદ્માવતી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયો. ગર્ભકાળ દરમ્યાન માતાને મુનિ સમાન વ્રતપાલન કરવાની તીવ્ર ઇચ્છા ઉદ્ભવી હતી અને મુનિ માફક જીવનમાં વ્રતપાલન કરવાં લાગ્યાં હતાં. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ પુત્રરત્નને જન્મ આપ્યો અને મુનિવ્રત પાલનની ભાવનાને કારણે મુનિસુવ્રત નામ પાડવામાં આવ્યું. મુનિસુવ્રતકુમારે રાજ્ય ભોગવીને દીક્ષા લીધી; પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું; અને અંતે મોક્ષે સિધાવ્યા. પદ્માવતી માતાએ ધર્મધ્યાન દ્વારા જીવન પૂર્ણ કરીને ચોથા મહેન્દ્ર દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
૨૫. વપ્રાદેવી : એકવીશમા તીર્થંકર શ્રી નમિનાથની માતા અને મિથિલાનગરીના રાજા વિજયની મહારાણી ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે શત્રુઓની સેનાએ મિથિલાનગરીને ઘેરો ઘાલ્યો હતો. વપ્રાદેવીએ શત્રુના સૈન્ય તરફ સૌમ્ય દૃષ્ટિથી નજર કરી, જેથી શત્રુ રાજાનું હૃદયપરિવર્તન થયું અને શત્રુ રાજા મિથિલાનગરીના વિજય રાજાનાં ચરણે પડ્યો. આ પ્રસંગ ઉપરથી ‘મિનાથ’ નામાભિધાન કરવામાં આવ્યું.
નમિનાથકુમારે રાજ્ય ભોગવીને દીક્ષા લીધી. પછી સંયમની આરાધનાપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે સિધાવ્યા. માતા વપ્રાદેવી સુશ્રાવિકા બનીને, આરાધના કરી, જીવન પૂર્ણ થતાં દેવગતિને પામ્યાં.
૨૬.
શિવાદેવી : બાવીશમા તીર્થંકર શ્રી નેમનાથ ભગવાનની માતા અને સમુદ્રવિજય રાજાની રાણી. શંખ રાજાના ભવમાં નેમનાથે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ભગવાનનો આત્મા શિવાદેવી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયો ત્યારથી રાજાનાં ઘણાં અનિષ્ટો દૂર થઈ ગયાં અને માતાએ સ્વપ્નમાં ચક્રરત્ન જોયું હતું. તદુપરાંત, આવા મહાન પુત્રને જન્મ આપવા માટે દેવોએ પણ માતાને ભાવપૂર્વક પ્રણામ કર્યાં હતાં. આ કારણથી ‘અરિષ્ટનેમિ’ નામ રાખવામાં આવ્યું હતું.
રાજા સમુદ્રવિજય, માતા શિવાદેવી અને શ્રીકૃષ્ણની ઇચ્છાથી નેમકુમારની અનિચ્છા હોવા છતાં રાજીમતી સાથે નેમકુમારના લગ્ન કરવામાં આવ્યાં. અહિંસાના પૂજારી નેમનાથે
Jain Education International
For Private
ચતુર્વિધ સંઘ લગ્નમંડપના પ્રવેશ સમયે જ રાજીમતીનો ત્યાગ કરીને ગિરનારમાં સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મોક્ષે સિધાવ્યા. શિવાદેવી માતા દીક્ષા અંગીકાર કરીને સંયમની સાધના કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ કરીને ચોથા મહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયાં.
૨૭. શ્રાવિકા થાવસ્યા : દ્વારિકાના વૈભવશાળી પરિવારની માતા તરીકે ખ્યાતિ ધરાવતી હતી. પતિના અકાળ મૃત્યુથી બધી જવાબદારી પૂર્વવત્ સ્વીકારીને પ્રતિષ્ઠા વધારી. પોતાના પુત્રને લાડકોડથી ઉછેરીને ઉચિત શિક્ષણ અપાવ્યું અને બત્રીશ સૌંદર્યવાન કન્યાઓ સાથે લગ્ન કરાવ્યાં. થાવચ્ચાપુત્ર અરિષ્ટનેમિની દેશના સાંભળીને પ્રતિબોધ પામી, માતા પાસે દીક્ષા લેવાની અનુમતિ લેવા માટે ગયા. માતાએ પુત્રની વાત સાંભળીને પ્રત્યુત્તર રૂપે સંયમજીવનની કઠોરતા અને સાધના વિશે ચેતવણીરૂપ માહિતી આપવા સાથે થાવચ્ચા માતાએ દીક્ષાની અનુમતિ આપી. શ્રીકૃષ્ણએ દીક્ષામહોત્સવ અપૂર્વ વૈભવથી ઉજવણી કરવાની જવાબદારી સ્વીકારી. થાવચ્ચાપુત્ર અરિષ્ટનેમિ પાસે પ્રવર્જિત થયા.
૨૮. વામાદેવી : ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની માતા અને વારાણસીનગરીના મહારાજા અશ્વસેનની મહારાણી. ભગવાન પાર્શ્વનાથે પૂર્વજન્મમાં સુવર્ણબાહુના ભવમાં ઉત્કૃષ્ટ ધર્મારાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ભગવાનનો આત્મા વામાદેવીના ગર્ભમાં ઉત્પન્ન થયો. વામાદેવીએ ગર્ભકાળ દરમ્યાન એક રાત્રિએ અંધારામાં સર્પ (પાર્શ્વ) જોયો, તે ઉપરથી પુત્રનું નામ પાર્શ્વકુમાર રાખવામાં આવ્યું. પાર્શ્વનાથ ભગવાને દીક્ષા લઈ, કરુણા અને સમતાથી ઉપસર્ગો સહન કરીને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સંઘસ્થાપના કરી. પ્રભુની વાણીથી પ્રતિબોધ પામીને અશ્વસેન રાજા, વામાદેવી અને પ્રભાવતીદેવીએ અન્ય નારીવૃંદ સાથે આત્મકલ્યાણાર્થે ચારિત્રગ્રહણ કરી મનુષ્યજીવન સફળ કર્યો.
‘નિરયાવલી’ અને ‘જ્ઞાતાધર્મકથા’માં એવો ઉલ્લેખ છે કે, પાર્શ્વનાથ ભગવાનના ઉપદેશથી વૈરાગ્યભાવના જાગૃત થતાં ૨૧૬ કુમારિકાઓએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. નિરયાવલીસૂત્ર’ના ‘પુષ્પચૂલિકા’ નામના ચોથા વિભાગમાં શ્રીં ક્લીં, ધી, કીર્તિ વગેરે ૧૦ દેવીઓનું વર્ણન છે. તેમાં ઉપરોક્ત દેવીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ‘જ્ઞાતાધર્મકથા’માં પણ આ સાધ્વીઓનો ઉલ્લેખ થયેલો છે. તેઓ પુષ્પચૂલાની શિષ્યા તરીકે હતી. તેમની
Personal Use Only
www.jainelibrary.org