________________
તવારીખની તેજછાયા
જિનશાસનની વર્તમાન આર્યસન્નારીઓના જીવનઘડતરમાં સાત્ત્વિકતાનું પરમોચ્ચ ભાથું પૂરું પાડે છે. ધર્મપરાયણતા, આરાધનાની ભાવના અને વિચાર થતાંની સાથે જ ભૌતિક સુખસમૃદ્ધિનો શીઘ્ર ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરવા માટે આ સુકોમલ સન્નારીઓ તૈયાર થઈ જતી. પૂર્વજન્મની આરાધના, વર્તમાનમાં માતાપિતાના સંસ્કાર અને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેની ભાવના જોવા મળે છે. પ્રત્યેક ચરિત્ર જીવનઘડતરને ભવભ્રમણથી મુક્ત થવા માટે વિવિધ રીતે હૃદયસ્પર્શી બનીને આત્મકલ્યાણના શાશ્વત માર્ગ તરફ ગતિ કરવા દિશાસૂચન કરે છે. આરાધક આત્મા સૌમ્ય ભાવથી, ગુણગ્રાહી ર્દષ્ટિ રાખીને જ્યાંથી કંઈક ગુણસંવર્ધન માટે જે કંઈ પ્રાપ્ત થાય તેને ગ્રહણ કરે છે. એ દૃષ્ટિએ મહાવીરોત્તર સમયની સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં જીવનનાં વિશિષ્ટ ગુણોની કીર્તિ ગાઈને આરાધનાના માર્ગમાં આરાધક ભાવથી આત્માભિમુખ બનીને આત્મકલ્યાણ સાધીએ એવી અપેક્ષા અસ્થાને નહીં લેખાય.
ભગવાન મહાવીરના પરિવારમાં છત્રીસ હજાર સાધ્વીઓ હતી. તેમાં પ્રવર્તિની તરીકે ચંદનબાળા હતી. સાધ્વીપરિવારને સંયમની આરાધના કરાવવાની અને પોતે પણ
આરાધના કરવાની. કેવું અદ્ભુત હતું ચંદનબાળાનું ઉત્તરદાયિત્વ ! ચંદનબાળા ને મૃગાવતીના પ્રસંગથી વિનયનું રહસ્ય સમજી શકાય છે. ‘પુત્રાત્ શિષ્યાત્ પરાનવેત્ ।' શિષ્યા મૃગાવતીને પ્રથમ કેવળજ્ઞાન થયું અને ગુરુ ચંદનબાળાને પછી. જૈનશાસનમાં વિનયનું મહત્ત્વ ઉચ્ચ કોટિનું છે. લઘુતા અનુભવ્યા વગર ચંદનબાળાએ મૃગાવતીને વંદન કર્યું અને ક્ષમા માગી. શિષ્યની યોગ્યતા પ્રત્યે વાત્સલ્યદૃષ્ટિ રાખીને તેની પ્રગતિમાં સર્વ પ્રકારની સાનુકૂળતાઓ અને સુવિધાઓ પૂર્ણ કરવામાં પુરુષાર્થ કરવો એ પણ ગુરુની મહામૂલી ફરજ છે. ગુરુ અને શિષ્ય એકબીજા પ્રત્યે ઐક્ય અનુભવે તો જ બંનેનું આત્મકલ્યાણ થાય તે નિઃશંક છે.
ભગવાન મહાવીરના યુગની શ્રમણીઓના પરિચયથી એટલું સ્પષ્ટ થાય છે કે પુરુષ સમાન સ્ત્રીઓ પણ ચારિત્ર અંગીકાર કરીને રત્નત્રયીની ઉપાસનાથી મુક્તિ પ્રાપ્ત કરતી હતી. ભગવાન મહાવીરના પરિવારની એમની પુત્રી પ્રિયદર્શના, ચેડા રાજાની સાત પુત્રીઓ, શ્રેણિક રાજાની રાણીઓ, શ્રેષ્ઠીઓની પત્નીઓ અને સામાન્ય ગૃહિણીઓ—એમ સર્વ પ્રકારની સ્ત્રીઓએ આરાધના કરીને જીવન કૃતાર્થ કર્યું છે. જૈનશાસ્ત્રોમાં સોળ મહાસતીઓનાં ચરિત્રોને પણ આવરી લેવામાં આવ્યાં છે.
Jain Education International
For Private
Exte
પરિણામે સ્ત્રીવર્ગની ઉત્તમોત્તમ આરાધનાનો ગૌરવવંતો વારસો આજે જિનશાસનની પ્રભાવનામાં પૂરક બની રહે છે. તેમાં ચંદનબાળા, મૃગાવતી, જયંતી શ્રાવિકા, સુલસા વગેરેનાં ચિરત્ર આજે પણ પ્રેરક બની રહે છે. ભૌતિક સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં આવતી આપત્તિઓ, ધર્મની આરાધના, ગુરુવાણી શ્રવણથી કર્મ અને પૂર્વજન્મની વિગતો જાણવી, વૈરાગ્યવાસિત થઈને દીક્ષા ગ્રહણ કરવી, રત્નત્રયીની આરાધના કરવી, કર્મક્ષય માટે ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરવી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અંતે મોક્ષના શાશ્વત સુખમાં બિરાજમાન થવું–એવા ક્રમથી ચારિત્રનું આલેખન કરવામાં આવ્યું છે. એક એક નારીનું ચરિત્ર અનન્ય ધર્મભાવનાની વૃદ્ધિને પ્રેરણા આપનાર બની રહે તેમ છે. સર્વ વૃત્તાંતોનો હૃદયસ્પર્શી ચિંતન-મનનપૂર્વકનો અભ્યાસ ભવ્ય જીવોને સમકિત નિર્મળ કરવામાં પ્રેરક બને છે અને આત્મકલ્યાણના માર્ગમાં પ્રારંભરૂપ વિરતિધર્મમાં પુરુષાર્થ કરવા માટે ઉદ્યમવંત થઈએ એવી મનોકામના પ્રગટ કરું તો યથાર્થ ગણાશે. ત્યાગમાર્ગનાં અનુરાગી સાધ્વીઓ
[મહાવીરોત્તર જૈન સાધ્વીઓ]
ભગવાન મહાવીર ઈ. સ. પૂર્વે ૫૨૭માં નિર્વાણ પામ્યા. ભગવાને જૈનશાસનની સમગ્ર જવાબદારી પોતાના પાંચમા ગણધર સુધર્મા સ્વામીને સોંપી હતી. આચાર્યશ્રી સુધર્મા સ્વામીએ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ સંભાળ્યું હતું. વર્તમાન સાધુ-સાધ્વીઓ સુધર્મા સ્વામીની પરંપરાનાં છે.
ભગવાન મહાવીરના સમયમાં ચંદનબાળાના પરિવારમાં ૩૬૦૦૦ સાધ્વીઓ હતી. જૈન ધર્મની આ એક ઐતિહાસિક ગૌરવપ્રદ ઘટના છે કે, આટલી મોટી સંખ્યામાં સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણ કર્યું હતું. ચતુર્વિધ સંઘમાં દ્વિતીય ક્રમે સાધ્વીજીનું સ્થાન છે. ભગવાન મહાવીરની પ્રથમ સાધ્વી ચંદનબાળા. પછીના કાળમાં પણ કેટલીક સ્ત્રીઓએ તેમનું જ અનુસરણ કરીને આત્મકલ્યાણ કર્યું છે, તેની ઐતિહાસિક વિગતો આ વાતની સાક્ષી પૂરે છે. માત્ર ભગવાન મહાવીરના સમયમાં નહીં, પણ વર્તમાનમાં સાધુઓ કરતાં સાધ્વીઓની સંખ્યા ત્રણથી ચાર ગણી વધારે છે.
મહાવીર યુગ પછીની સાધ્વીઓ અને વિદુષી નારીઓનો પરિચય એ જૈન ધર્મની સાધ્વીસંસ્થાના વિકાસમાં અભિનવ પ્રકાશ પાડે છે. કાળના પ્રભાવથી એવું પણ જોવા મળે છે કે, ક્રમશઃ રત્નત્રયીની આરાધનામાં ઉત્તરોત્તર સંખ્યાવૃદ્ધિ
Personal Use Only
www.jainelibrary.org