________________
૩૮૮
ચતુર્વિધ સંઘ -
શાસ્ત્ર સાહિત્યંબા સમર્થ સંપાદક-રાજકો
અને શાસનપ્રભાવક સૂરિવણે
પૂર્વપુરુષોએ આપેલા અણમોલ શાસ્ત્રવારસાના સંરક્ષણ અને સંવર્ધનની ગંભીર જવાબદારી આજની પેઢીના શિરે છે. અનેક ખ્યાતનામ સંસ્થાઓ અને સંઘો ગ્રન્થ-પ્રકાશનના ક્ષેત્રે કાર્યરત છે. ટકાઉ કાગળો ઉપર શુદ્ધ હસ્તપ્રતો તૈયાર કરી પ્રાચીન શાસ્ત્રવારસાને નવું દીર્ધ જીવન આપવાનું પણ ખૂબ જરૂરી છે, તો પ્રાચીન લિપિમાં લખાયેલ હસ્તપ્રતોને ઉકેલી તેની પ્રેસકોપી તૈયાર કરવાનું કાર્ય પણ ખૂબ ખંત અને ચીવટ માંગી લે છે. અનેક હસ્તપ્રતોનો આધાર લઈને શુદ્ધ પાઠોવાળી સંપાદિત નકલ તૈયાર કરવાનું કાર્ય ખૂબ કઠિન છે. આજે અનેક મહાત્માઓ આવી કઠિન કાર્યવાહી પણ ખૂબ ઉત્સાહથી કરી રહ્યા છે. કઠિન ગ્રન્થોના સરળ ભાવાનુવાદ, ભાષાન્તર કે સંપાદનનાં કાર્યો આજે સુંદર ચાલે છે, તો પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં શાસ્ત્રસંગત અભિનવ ગ્રન્થોની રચનાનું કાર્ય પણ કયાંક કયાંક થઈ રહ્યું છે, તે પણ ખૂબ ઉત્સાહજનક છે.
- જેમ કોઈ રમણીય ઉદ્યાનમાં વિહાર કરીએ અને આપણા તનમનનો થાક ઊતરી જાય તેમ તેવું જ કાંઈક અનેક સહપ્રવૃત્તિઓ અને સદ્વિચારથી સુવાસિત સચ્ચરિત્રોનું અવલોકન કરવાથી તાજગી અને ઉત્સાહ અનુભવાય છે. આ ચરિત્રોમાંથી જ ધર્મમય અને મંગલમય બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
#ામાની માતાજી
શાસ્ત્રવિશારદ : ન્યાયવાચસ્પતિ પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.
નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા પુણ્યનામધેય સમર્થ વિદ્વાન આત્મસાધક પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજનો જન્મ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયથી પાવન થયેલા ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકેના બિરુદધારક મહુવા શહેરમાં થયો હતો. સં. ૧૯૪૩ના પોષ સુદ ૧૫ ને મંગળવારે પિતા કમળશીભાઈ અને માતા ધનીબહેનને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. પોષી પૂર્ણિમા, મંગળકારી દિવસ, કમળ સમા સુવાસિત પિતા અને ધન્ય ધન્ય માતા-પછી બાળકનું નામ પણ રાખ્યું સુંદરજી. કર્તવ્યનિષ્ઠ જીવન, વ્યવહારમાં સાદગી, સહનશીલતા, ઔદાર્યપૂર્ણ મનોવૃત્તિ, નિરંતર પરોપકારની ભાવના, વીતરાગના ધર્મ પ્રત્યે અવિહડ વફાદારી વગેરે માતાના સંસ્કારવાસિત ગુણોની ઘેરી અસર બાળક સુંદરજીના માનસ પર પ્રથમથી જ છવાઈ ગઈ હતી. એમાં પૂજ્યપાદ પરમ તપસ્વી શ્રમણશ્રેષ્ઠ શ્રી ખાંતિવિજયજી મહારાજનો સંપર્ક થયો અને સુંદરજીભાઈ સંયમ અંગીકાર કરવા કટિબદ્ધ બન્યા. સંસ્કારી કટુંબની સંમતિ મળતાં સં. ૧૯૫૯ના અષાઢ સુદ ૧૦ના મંગળ દિને ભાવનગર મુકામે, સુરિશિરોમણિ શાસનસમ્રાટ પૂજ્યપાદ
# $ જો = 8. A
જરુરી A
i
x
મા તારાના Wિ.Inહાર- Lyrs: કારક આ (૧) પ.પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી (૨) પ.પૂ. આ. શ્રી દર્શનસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી ઉદયસૂરીશ્વરજી મ. સા. (૪) પ.પૂ.આ. શ્રી નંદનસૂરીશ્વરજી મ. સા. (૫) પ.પૂ.આ. શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૬) પ.પૂ. આ. શ્રી પદ્મસૂરીશ્વરજી મ.સા. (૭) પ.પૂ.આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. સા. (૮) પ.પૂ.આ.શ્રી લાવણ્યસૂરીશ્વરજી મ. સા. (૯) પ.પૂ.આ. શ્રી કસ્તુરસૂરીશ્વરજી મ.સા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org