________________
૫૪૩
તવારીખની તેજછાયા કાન્તિભાઈએ સાધુતામાં પગલાં માંડ્યાં. કુસુમબહેને
આ સાપુતામાં પગલા માંડ્યા. કુસુમબહને દીક્ષા માલવાડામાં લીધી. વડી દીક્ષા બરકુટમાં, ગણી પદવી પૂ.આ. શ્રી અશોકચંદ્રસૂરિજીએ માલવાડામાં આપી.
પંન્યાસ પદવી, ઉપાધ્યાય પદવી, આચાર્ય પદવી , અમદાવાદ દોશીવાડાની પોળમાં સુસંપન્ન થઈ. આચાર્ય પદવીદાતા પ.પૂ. આ. શ્રી યશોભદ્રસૂરિજી મ.સા. - જિનશાસન ખરે જ રત્નપ્રસૂતા ખાણ છે. શ્રી કાન્તિભાઈ સંયમમાર્ગ સ્વીકાર્યા પછી વિવિધ આરાધનામાં વૃદ્ધિ થવાની સાથે વિયાવચ્ચમાં સદાતત્પર અને વિનયગુણથી વિભૂષિત થયા, અભ્યાસ, તપ વધતાં ચાલ્યાં. ગુરુદેવશ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં સાધનાપંથે વિશેષ પ્રગતિ કરી. રાજસ્થાનના નાકોડા તીર્થમાં ઉગ્ર સાધનામાં એમનું કેન્દ્રસ્થાન બન્યું. પ્રતિષ્ઠાઓ, ઉપધાન પ્રસંગો, યાત્રાસંઘો અને જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં તેઓશ્રીની ધર્મસુવાસ આજે પણ અનેકોને સ્મરણીય લાગે છે. વાત્સલ્યના ભંડાર સમા પ.પૂ.આ. શ્રી વિમલરત્નસૂરિજી મ.નાં દર્શન પામનાર લાગણીથી ભીંજાયા વગર રહેતાં જ નથી. | ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી એમનાં વિહારક્ષેત્રો રહ્યાં છે.
પૂજ્યશ્રીની પ્રેરણાથી અમદાવાદમાં વિમલવિજયજી જૈન પાઠશાળા સ્થાપી, આબુરોડમાં વિમલવિજયજી આરાધના ભવનમાં વર્ધમાન આયંબિલ ખાતું ચાલે છે. પાલિતાણામાં કચ્છીભુવન સામે હર્ષવિહાર તથા નાકોડા ભૈરવ ટ્રસ્ટ સ્થાપી શિખરબંધી નાકોડા પાર્શ્વનાથ મંદિરની પૂજ્યશ્રીના હાથે પ્રતિષ્ઠા થઈ. પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં વર્ધમાનતપના આરાધક મુનિશ્રી પૂર્ણાનંદ વિજયજી આદિ પરિવાર છે. સૌજન્ય : શ્રી વીરચંદભાઈ તથા શ્રી લહેરચંદભાઈ પરિવાર તરફથી પરંપરા સંવર્ધન, સાધર્મિક ઉત્થાન તથા સાંસ્કૃતિક
સુરક્ષાના હિતેષી શ્રી સુયશસૂરિજી મ.સા.ની જીવન ઝરમર
* યશસ્વી ગુરુ પરંપરા અને આચાર્ય પદવી : પુરાણી પ્રગતિરોધક જૈન પરંપરાની ઘર ઘાલી ગયેલી માન્યતા–“જો મૂકી તાપી તો થયા પાપી’–ની ઉપેક્ષા કરી દૂરંદેશિતા વાપરી, વિ.સં. ૧૯૪૭માં, ૧૯મી સદીના ક્રાંતિકારી, વિદ્વાન, વિચારક, પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ સાહેબે સંવેગી સાધુ સમુદાયને ધર્મપ્રભાવનાનો નવીન રાહ ચીંધ્યો જિનશાસનમાં નવીન ચેતનાનો પ્રાણસંચાર કર્યો. એ
મહાપુરુષના આ સ્તુત્ય, હિમ્મતભયો પ્રયાસથી જૈન ધર્મ તથા સમાજમાં સર્વાગી વિકાસ તથા પ્રચાર પ્રસારને સુંદર પ્રવેગ સાંપડ્યો છે. આવા મહાન મહાપુરુષ પૂજ્ય શ્રી મોહનલાલજી મ.સા.ની સુધારવાદી પરંપરામાં સમતાભાવ, સમભાવ અને સમક્તિભાવના પવિત્ર ત્રિવેણી સંગમ સમા વ્યક્તિત્વના સ્વામી પૂજ્યાચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય અનુયોગાચાર્ય શ્રી સુયશમુનિજી મ.સા.ની દક્ષતા, યોગ્યતા તથા કર્તૃત્વ નેતૃત્વ શક્તિની મૂલવણી કરી તેના ઉપહારરૂપે રાજસ્થાનના પાલી જિલ્લાના દેસૂરી મુકામે તા. ૧૯-૭૨૦૦૫ના મંગળવાર અષાઢ શુકલ તેરસના મંગળ દિવસે વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિસેન સૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં પૂજ્યશ્રીજીના જ વરદ હસ્તે તેમને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવી રહ્યા છે. એ અત્યંત આનંદ ને હર્ષોલ્લાસની વાત છે. ચાલો, આપણે સૌ આવા શુભ માંગલિક ટાણે અનુયોગાચાર્ય શ્રી સુયશમુનિજી મ.સા.ની જીવન ઝરમર પર એક આછો દૃષ્ટિપાત કરી તેમના વ્યક્તિત્વનો પરિચય પ્રાપ્ત કરી સ્વયંને ધન્ય બનાવીએ !
* જન્મ તથા પરિવાર : ૨૪મા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના વિહારકાળ દરમ્યાન તેમનાં પુનીત પગલાંથી પાવન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી ચૂકેલી પુણ્યધરા,
પર્વતપુર ગામમાં માગશર શુકલ અગિયારસના તા. ૧૦-૧૨૧૯૫૯ના ગુરુવારના દિવસે ઉષ્માપૂર્ણ સૂર્યદેવતાએ પશ્ચિમાકાશમાં સંધ્યાના પાલવમાં વિશ્રામ કર્યો, ત્યારે શીતળ વાતાવરણમાં નિશાના પ્રથમ પગરણ થતાં જ જિનશાસનના નીલગગનમાં ભાવિ સિતારા સ્વરૂપે એક નવજાત શિશુએ એ ગામના મધ્યસ્થિતિના પરિવારના સગૃહસ્થ સરળ, ધાર્મિક વૃત્તિનાં ધર્મપત્ની સારિકાદેવીની કુક્ષિથી જન્મ ધારણ કર્યો. બાળકનું નામ સુભાષચંદ્ર રાખવામાં આવ્યું. કુલ ચાર બહેનો તથા ત્રણ ભાઈઓ ધરાવતા પરિવારમાં સુભાષચંદ્ર સૌથી નાના ભાઈ હતા.
* વૈરાગ્યબીજ રોપાયું : શુકલ પક્ષની અગિયારસના દિવસે જન્મેલી વ્યક્તિ પુણ્યશાળીને ધાર્મિક વૃત્તિની હોય છેઆવાં જ્યોતિષશાસ્ત્રનાં સ્પષ્ટ વિધાનને આજે શ્રી સુયશમુનિજીનું સાધુ જીવન સત્ય સાબિત કરે છે. સિદ્ધાંતવાદી, સત્યવાદી,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org