________________
તવારીખની તેજછાયા
બહુશ્રુતતાથી ખોલી આપ્યો છે. એમણે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત આ ગ્રંથ પર લગભગ ૫૦ હજાર સંસ્કૃત શ્લોક પ્રમાણ અન્ય દર્શનો સહિત અગિયારસો પચાસ જેટલા ગ્રંથોના આધાર સાથે આઠ ગ્રંથોની રચના કરી છે. આમ ૪૫ આગમો ઉપરાંત ૪ વેદ, ૧૮૦ ઉપનિષદો, ૪૫ આગમો, ૩૦ સ્મૃતિઓ, ૧૬ નિઘંટુ ગ્રંથો, ૧૪ સંહિતાઓનો સમાવેશ પણ છે. આ સંદર્ભો જ ભારતના વિરાટ દાર્શનિક સાહિત્યના તેમના ગહન અભ્યાસને સૂચવે છે.
—કુમારપાળ દેસાઈ (‘ગુજરાત સમાચાર’માંથી સાભાર) પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ
પાટણના હાર્દસમા મધ્ય ભાગમાં રહેતા હતા એક સજ્જન વેપારી. નામ એમનું કાળીદાસભાઈ વીરચંદભાઈ શાહ. એમનાં ધર્મપત્નીનું નામ રસીલાબહેન.
રસીલાબહેનની ધર્મપ્રીતિ અજોડ હતી. જિનશાસનમાં એમને અતૂટ શ્રદ્ધા. દરરોજ ચૈત્યવંદના માટે મંદિરે જવાનું, ઉપાશ્રયે જઈને ગુરુભગવંતોને ભાવપૂર્વક વંદન કરવાનાં, ઉપવાસ અને એકટાણાં, અઠ્ઠમ તપ અને આયંબિલ.......આ બધું તો એમના ધર્મમય જીવનના એક ભાગરૂપ હતું. સમય મળે ગુરુવાણીનું શ્રવણ કરવા જવાનું.
ગુરુભગવંતો પર એમને અતૂટ આસ્થા.
છેવટે તો ધર્મ એ તો શ્રદ્ધાનો વિષય છે. તર્કની ટીપ્પણીઓ ધર્મની બાબતમાં ન ચાલે.
તા. ૧૯-૪-૧૯૬૧નો એ શુભ દિવસ અને શુભ દિવસની એથી પણ શુભ ક્ષણે રસીલાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો.
આજે અનેક પુસ્તકોનું માંગલ્યધર્મી સર્જન કરનાર, ‘ટર્નિંગ પોઇન્ટ’ જેવી પુસ્તક શ્રેણી દ્વારા માન ગુણોનું ૠજુધર્મી પ્રસારણ કરનાર અને વ્યાખ્યાનની પાટ ઉપર પોતાની માર્મિક વેધક છતાં ધર્મચિંતનથી ભરી ભરી ઓજસભરી વાણી દ્વારા શ્રોતાઓને શ્રેયો માર્ગી બનાવનાર પ્રભાવક પ્રવચનકાર પંન્યાસ પ્રવર પૂ. આ. શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ.
માની મમતા એમને મળી. લાગણીભર્યું માતૃત્વ એમને પ્રાપ્ત થયું.
માણસ મોટો જરૂર થાય છે. એને મોટાઈ પણ મળે છે, પણ એ મોટાઈના મૂળમાં પડ્યું હોય છે એનું શૈશવ. મહાન
Jain Education International
૬૧૫
પુરુષોના શૈશવની ચોક્કસ ક્ષણોમાં એમની મહાનતાના ચમકારા વર્તાતા જ હોય છે.
સાધુ વાણીમાં રહેલાં ચિંતન અને તત્ત્વજ્ઞાનનું એને આકર્ષણ. પાટણની શાળામાં ચાર ધોરણ પૂરાં કરી પાંચમામાં હતો ઉમેશ ત્યાં અજબ ઘટના બની ગઈ.
પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત પૂ. શ્રી મનોહરકીર્તિ સાગરસૂરિજી મહારાજના પરિચયમાં એ આવ્યો. એમની જોશભરી પ્રભાવક વાણીએ ઉમેશના મનમાં અજબ સ્પંદનો જગાડ્યાં.
છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો. એ શુભ દિવસે, માતા રસીલાબહેન અને સગાંવહાલાંની સંમતિ સાથે, સકળ સંઘની ઉપસ્થિતિમાં, ધર્મના જયજયકાર વચ્ચે અમદાવાદના સાબરમતી મુકામે માત્ર સાડા દસ વર્ષની વયે ઉમેશને પ્રશાંતમૂર્તિ આ. ભ. પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સા. ના વરદ્હસ્તે દીક્ષા આપવામાં આવી.
એ દિવસ હતો તા. ૨૧-૧૧-૭૧નો. માગશર મહિનો હતો. અજવાળી ત્રીજનો શુભ દિવસ હતો. ઉમેશ કાળીદાસભાઈ શાહ બન્યા મુનિ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ. ઊજળું સાધુત્વ એમને હાથ લાગ્યું.
બાલમુનિ ઉદયકીર્તિસાગર ગુરુની સાથે વિહારના માર્ગો પર ડગલાં માંડી રહ્યા.
ગ્રંથોનું વાચન અને અવગાહન. ગ્રંથના એકેએક શબ્દને ઓળખવાનો. એના મર્મને જાણવાનો.
દાદાગુરુના ગ્રંથો વંચાતા ગયા. ઊંડું ચિંતન થતું ગયું. ઉજાસ. પ્રગટતો ગયો. તપ વધતું ગયું.
ધ્યાન અવિરત ચાલુ ને વિજાપુરના શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન મંદિર ખાતે સકળ સંઘની હાજરીમાં મુનિશ્રી ઉદયકીર્તિસાગરને ધામધૂમપૂર્વક પંન્યાસપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ઉમેશમાંથી ઉદયકીર્તિસાગરને મુનિ ઉદયકીર્તિ
સાગરમાંથી પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ.
આજ દિન સુધીમાં પંદરેક પુસ્તકોનું અર્પણ એમણે ગુજરાતી સાહિત્યનાં ચરણે કર્યું છે. આજથી વીસેક વર્ષ પૂર્વે એમણે કલમ ઉપાડી ને શરૂ થઈ ગઈ એમની સર્જનયાત્રા. જૈન ધર્મની જીવનવાચક કથાઓ એમની કલમ દ્વારા કંડારાતી ગઈ અને યુવાનવર્ગમાં આંદોલનો જગાવી ગઈ.
For Private & Personal Use Only
www.jainelibrary.org