________________
પ૦૨
ચતુર્વિધ સંઘ છે. આવા તાવવાળા શરીરે પણ દીકરાના સંયમવેશની છાબ હોશે હોશે લઈ વરઘોડામાં ફરી બધાને કહેતાં ફરે છે કે “લગ્નટાણે દીકરાના રામણદીવા તો ઘણા લીધા, પરંતુ છાબ લેવાનું સદ્ભાગ્ય ક્યારે મળવાનું હતું? હું તો છાબ લઈને ધન્ય બની ગઈ! મારું જીવન પાવન થઈ ગયું!!” 1 સુરતના રાજમાર્ગ પરથી દીક્ષાનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. રૂપરૂપના અંબાર જેવો દેવાંશી દીકરો દીક્ષા લેવા જઈ રહ્યો છે. માતા અને દીકરાને હરખનો પાર નથી. જોનારાં જોઈ શકતાં નથી. અરે રે! આવા દીકરાને કેમ છોડાતો હશે? હજારો આંખો અશ્રુભીની છે. ભોળા-ભદ્રિક પૂ. આ. શ્રી વિજ્ઞાનસૂરિજી મ. અને ધર્મરાજા શ્રી કસ્તૂરવિજયજી મ.નાં ચરણે દીકરાને સોંપી માતા-પિતા ધન્ય બને છે.
દીકરાના રૂપને અનુરૂપ એવું શ્રી ચંદ્રોદયવિજયજી નામ પાડ્યું. એ ધન્ય દિવસ હતો સં. ૨૦૦૦ માગસર વદ એકમનો. કમળાબાને ટી.બી.નો રોગ ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યો હતો. મોત ઉંબરે આવીને બેઠું હતું. દીકરાની વડી દીક્ષા થઈ ગઈ હતી. માતાએ ગુરુદેવને વિનંતી કરી, “ગુરુદેવ! મારા આ દીક્ષિત દીકરાએ કોઈ દી મોત જોયું નથી. શેરીનો કૂતરો મરી જાય તો દિવસો સુધી સૂનમૂન રહેતો. આ પોચા દિલના દીકરાથી માનું મોત કેમ જીરવાશે? માટે ગુરુદેવશ્રી, એને લઈને આપશ્રી દૂર નીકળી જશો.”
વિહાર નક્કી થયો. મા-દીકરાનું છેલ્લું મિલન થયું. વિહાર કરીને જતા દીકરાને મા અપલક આંખથી જોતી જ રહી. જોતી જ રહી. અંતરના અનરાધાર આશીર્વાદ દીકરા ઉપર વરસાવતી રહી : “જા-દીકરા જા. મારું સંઘવી કુળનું, શ્રીમાળી જ્ઞાતિનું, સુરત શહેરનું અને જિનશાસનનું નામ ઉજાળજે. દીકરા! દુનિયાનો સામાન્ય નિયમ છે કે મરણ વેળાએ માતા પોતાના બધા દીકરાઓને પાસે બોલાવે. પરંતુ હું મારી જાતે જ તને મારાથી દૂર મોકલું છું. મારા મરણનું દુઃખ દીકરા, તું ન જીરવી શકે એટલે જ તને દૂર કરું છું. કોઈ જનમમાં કદાચ પાછો ભેગો થાય ત્યારે તારી આ માને સંયમ આપી તારી લેજે.”
“હે મા ચકેશ્વરી, મારા આ લાડલાનાં રખોપાં કરજે.” આમ મા અને દીકરો છૂટાં પડ્યાં. માંદગીની ગંભીરતા વધતી ચાલી. મોત પણ સરકતું સરકતું ખૂબ નજીક આવતું ગયું. દીકરાઓની ચાકરી પણ બેનમૂન હતી.
માં ન હતી વ્હીલચેર, ન હતું સ્ટ્રેચર. દીકરાઓ પોતાના ખભાને વ્હીલચેર બનાવી કે ચાદરની સ્ટ્રેચર બનાવી એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જઈ શાતા પમાડતા.
ઘોર અશાતા વચ્ચે પણ મા મરણ ઇચ્છતી નથી. “દુ:ખ આવે મરણ વાંછ્યું” એ વાત માને સ્વીકાર્ય નથી. અપાર અશાતા વચ્ચે પણ મા કહેતી હતી કે “આ ભવમાં છું તો ચોવિહાર, નવકારશી, નવકાર મહામંત્રનો લાભ મળશે. અહીંથી ગયા પછી કોણ જાણે કયાં જન્મ મળશે?”
મૃત્યુના બે દિવસ અગાઉ બેભાન અવસ્થામાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા દાદા શ્રી સીમંધરસ્વામી અને સમવસરણનું આબેહૂબ વર્ણન કર્યું. આ સમવસરણ દેખાય છે. ત્રણ ગઢ, પગથિયાં બધું જ દેખાય છે.
સંવત ૨૦૦૦ના વૈશાખ સુદ બારસની સવારે પચ્ચખાણ પાર્યા વગર વિરતિમાં જ જીવ છોડ્યો. ગુરુ વિહારમાં હતા. મા અને દીકરાને પાંચ મહિનાનું છેટું પડ્યું!
ઘરનો દીવો બુઝાયો. ઘરમાં રોકકળ ચાલુ છે. કોણ કોનાં આસું લૂછે? બધા જ સમદુઃખિયાં હતાં, કોણ કોને આશ્વાસન આપે? સામે જ બહેનોના ઉપાશ્રયમાં રહેતાં સંઘવી કુટુંબના પરમ ઉપકારી સાધ્વીજી શ્રી તારાશ્રીજી મ. જાતે આશ્વાસન આપવા આવ્યાં. અલ્યા ગાંડાઓ! આવી માની પાછળ રડવાનું હોય? એના મૃત્યુનો મહોત્સવ માનવાનો હોય! તો આવાં હતાં કમળાબા અને આવી હતી એની જાજરમાન જીવનગાથા.
' આ વાતને સાત વરસનો સમય વીતી ગયો. શાસનપ્રભાવના કરી રહેલા પોતાના ભાઈ મહારાજ શ્રી ચંદ્રોદયવિજયજી મ.ને જોઈ કમળાબાના ચોથા નંબરના દીકરા શ્રી અમરચંદભાઈ (હાલ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી) નું મન સંસારમાંથી ઊઠી ગયું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયની ૧૬ પંન્યાસપદવી પ્રસંગના બહાને છાનામાના અમદાવાદ ભાગી જઈ પૂજય આ. શ્રી વિ. કસ્તૂરસૂરીશ્વરજી મ.નાં ચરણે જીવન સોંપી મુનિ શ્રી અશોકચંદ્રવિજયજી બન્યા. ગામ હતું બારેજા. ધન્ય દિવસ હતો સં. ૨૦૦૭ના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org