________________
૨૬૮
વાણી—આ સર્વ મહાપુરુષનાં લક્ષણો પૂજ્યશ્રીમાં જોવા મળતાં હતાં. એમાં પૂ. ગુરુદેવશ્રીના સર્વ સદ્ગુણોનો ઉમેરો થયો. પ્રભાવશાળી વક્તૃત્વ, ચારિત્રવંત વ્યક્તિત્વ, દેદીપ્યમાન પ્રભાવકતા અને સાધુતાનાં આચરણોની ઓજસ્વિતાના ગુણોથી ઓપતા મુનિવર હજારો-લાખો ભાવિકજનોનાં હૈયાંમાં વસી જનારા વિરલ વ્યક્તિ હતા.
સિંધ જેવા અધાર્મિક પ્રદેશમાં લાંબો સમય વિહાર કરીને ત્યાંના પ્રજાજીવનમાં ધર્મસંસ્કારોનું સિંચન કરીને જૈનશાસનનો જય જયકાર પ્રવર્તાવ્યો. તેમનું વ્યક્તિત્વ પ્રભાવ પાથરતું તેમ, તેમનું વક્તૃત્વ લાખો શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરતું. અનેકોને એ વાણીપ્રવાહ અનોખો ઉત્સાહ પ્રેરતો અને સંયમમાર્ગે પદાર્પણ કરવા પ્રેરતો. પૂજ્યશ્રીની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ અનેક ભવ્યાત્માઓ પ્રવ્રજ્યાને પંથે પળ્યા હતા. બંગાળથી માંડીને સિંધ સુધી અને સિંધથી માંડીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રદેશોમાં વિચરીને તેઓશ્રીએ અનુપમ શાસનપ્રભાવના કરી હતી. એવા એ અજોડ વ્યાખ્યાનવિશારદ મહાત્માને શતશઃ વંદન! (સંકલન : 'પ્રતિષ્ઠા' સામયિકમાંથી સાભાર). પુરાણકાલીન ઋષિઓની ઉગ્ર તપસ્યાને યાદ અપાવે તેવું ‘ગુણરત્ન સંવત્સર' નામનું વિશ્વવિક્રમ તપ કરનારા ભીષ્મતપસ્વી પૂ. મુનિરાજ શ્રી સોમતિલકવિજયજી મ.
કલિકાલમાં કઠોર તપ દુર્લભ છે અને તેમાં યે મહાતપ તપનારા અતિ દુર્લભ છે. એવા એક મહાન તપસ્વી શ્રી સોમતિકલવિજયજી મહારાજ થઈ ગયા. તેમણે કરેલા ‘ગુણરત્ન સંવત્સર' તપની આરાધના છેલ્લાં સેંકડો વર્ષોમાં બીજા કોઈએ કરી હોય તેમ જણાતું નથી. આ તપસ્વી મુનિવર્યને સંયમી પ્રભાવક ભવ્ય ગુરુપરંપરાનો વારસો મળ્યો હતો. જૈનસંઘમાં વિશાળ મુનિગણના સર્જક, સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા એક અજોડ સંયમમૂર્તિ હતા. તેઓશ્રીના સમુદાયમાં અનેક સંયમી, તપસ્વી, વિદ્વાન મુનિવર્યો થયા. તેઓશ્રીના પટ્ટાલંકાર, વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે વર્ધમાન તપની ૧૦૮ ઓળીઓ પૂર્ણ કરી છે. તેમના શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધર્મજિતસૂરિજીએ વર્ધમાન તપની ૮૯ ઓળીનું તપ કર્યું. તેમની નિશ્રામાં મુનિશ્રી સોમતિલકવિજયજી મહારાજે આ ભીષ્મ તપની આરાધના કરી હતી.
Jain Education International
ચતુર્વિધ સંઘ
પૂજ્યશ્રીનું સંસારી નામ હીરાલાલ ડાહ્યાલાલ ગાંધી હતું. તેમનો જન્મ તા. ૧૪-૧૨-૧૯૧૨ના રોજ અમદાવાદમાં એક સુખી જૈન કુટુંબમાં થયો હતો. કુટુંબના ઉચ્ચ સંસ્કારો અને પૂર્વભવના પુણ્યને લીધે હીરાલાલમાં બાળપણથી જ ધર્મભાવના પ્રબળ હતી. જનસેવા, રાષ્ટ્રભાવના અને ધર્મસેવાની પ્રવૃત્તિમાં નાની વયે જ રસ લેવા માંડ્યા હતા. સત્તર વર્ષની કિશોરવયે સ્વાતંત્ર્યચળવળમાં ભાગ લઈ ચાર મહિનાની જેલ ભોગવી હતી. પહેલેથી ધર્મસંસ્થાઓમાં પણ સેવા કરવા જવાની વૃત્તિ રહેતી હતી. તેમાં અનેક આચાર્યદેવો-મુનિવર્યોના સંપર્કમાં આવવાનું બનતું ગયું અને હીરાલાલભાઈનું જીવન વૈરાગ્યના રંગે રંગાતું ગયું. ગૃહસ્થજીવનમાં પણ તપ-જપ-સેવા-સાધના શરૂ થઈ ગયાં. તીર્થયાત્રાઓમાં અત્યંત રસ હોવાથી ભારતભરમાં જૈન તીર્થોની અનેકવાર યાત્રા કરી. ઉપરાંત જુદા જુદા ગુરુદેવોની નિશ્રામાં ૧૦ છ'રીપાલિત સંઘોમાં યાત્રા કરી. શ્રી સિદ્ધગિરિમાં ૯૯ યાત્રા, છ વર્ષ સુધી દર પૂનમે યાત્રા, અને સં. ૨૦૦૬ અને ૨૦૩૫માં ચાતુર્માસ કર્યાં. ત્રણ ઉપધાન તપ કર્યાં. બે વાર સ્વદ્રવ્યથી અષ્ટોત્તરીસ્નાત્રસહ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. કદંબગિરિ, નગીનાપોળ, ચોમુખજીની ખડકી, આકોલાવીમાં પ્રભુજીની પ્રતિમાઓ પધરાવી. આવાં અનેકવિધ સદ્કાર્યો દ્વારા વૈરાગ્ય-ભાવના તીવ્ર બની પરંતુ સંસારની જવાબદારીઓને લીધે દીક્ષા લઈ શકતા ન હતા. તેમ છતાં, તેમને વિશ્વાસ હતો કે તેમનું મૃત્યુ સાધુવેષમાં જ થશે. આખરે સં. ૨૦૩૬ના અષાઢ સુદ પાંચમે, શ્રીપાલનગર-મુંબઈમાં ૬૮ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી. આસો વદ ૧૩ને દિવસે લાલબાગમાં વડી દીક્ષા થઈ અને હીરાભાઈ આચાર્યદેવ શ્રી ધર્મજિતસૂરિજીના શિષ્યરત્ન શ્રી સોમતિલકવિજયજી બન્યા.
તેઓશ્રીએ નવ વર્ષ સુધી જપ-તપની અદ્ભુત સાધના કરી એની યાદી પણ આશ્ચર્ય પમાડે તેવી છે. તેમણે ૪ વરસીતપ, ૧ સિદ્ધિતપ, ૧ શ્રેણિતપ, ૧ સમવસરણ તપ, ૧ સિંહાસન તપ, ૧ માસક્ષમણ તપ, ૧ જિનકલ્યાણ તપ, ૨૦ સ્થાનક તપ, ૧ લઘુ ધર્મચક્ર તપ, ૧ બૃહદ્ ધર્મચક્ર તપ, ૫૦૦ એકાંતરા આયંબિલ, વર્ધમાન તપની ૫૩ ઓળી, નવપદની ઓળીઓ, ઇન્દ્રિયવિજય તપ, કષાયજન્ય તપ, યોગશુદ્ધિ તપ, મૌન એકાદશી તપ, જ્ઞાનપંચમી તપ, પોષ દશમી તપ, ૧૪ વર્ષનું તપ, અક્ષયનિધિ ત૫, ૪૫ આગમ તપ, શત્રુંજય તપ, પંચરંગી તપ, યુગપ્રધાન તપ, રત્નપાવડી ત૫, ૨૪ ભગવાનનાં એકાસણાં, ૨ અઠ્ઠાઈ તપ, ૧૧ ઉપવાસ આદિ અનેક તપ કર્યાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org