Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
એ સર્વેશ્વરની શરણાગતિનો મંત્ર છે, જેનાથી પૂર્ણતાનો પરમાનંદ (Delight of Divinity) પ્રગટે છે.
શ્રી નવકાર ધર્મધ્યાનનો ધોધ છે, જેનાથી ચિંતાનું ચૂરણ, આપત્તિઓનું અવમૂલ્યન. સૌભાગ્યની સંપ્રાપ્તિ, આત્મસિદ્ધિનું આયોજન, અવિનાશીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ પરમાત્મા સાથેનો દિવ્ય પ્રણય છે. જેનાથી પૂર્ણતાના પરમાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર શોકનો સંહારક, ભવનો ભંજનહાર અને ચિંતાનો ચુરનાર છે, જેના વડે જીવનમાં શાશ્વતપણાનો સંદેશો સમજાય છે, અને પરમેષ્ઠિઓ સાથેના તન્મય, તદ્રુપ ભાવથી (In tune with Infinite) આપણા આત્માને પરમેષ્ઠિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિઓનું સોપાન શ્રી નવકાર છે. જગતનું સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ, આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે.
સં ૨૦૧૩ના ચૈત્ર સુદ ૧૦ થી ચૈત્ર સુદ ૧૫ સુધી થયેલા વાર્તાલાપનો સાર અહીં સંક્ષિપ્તમાં નોંધ્યો છે.
ત્યાર પછી એક વર્ષ સુધી સાધકને પૂજ્ય ગુરૂમહારાજનો મેળાપ થયો નથી. પત્ર વ્યવહાર સામાન્યપણે ચાલતો હતો પરંતુ ઉપરના વાર્તાલાપ સમયે સિદ્ધયોગી એટલે નમસ્કાર મંત્ર જેમના અણુએ અણુમાં વ્યાપી ગયેલો હતો તેમના (પૂ.પં.ભદ્રંકર વિજયજીના) મંગલમય આશીર્વાદથી સાધકનો વિકાસ સાધનામાં વધતો ગયો. રોજ ચાર પાંચ કલાકની આરાધના થતી. બે ત્રણ કલાક ગ્રંથ વાંચન આદિ પણ થતું].
૨૦૧૪ના ચૈત્ર મહિનાની ઓળીનું સામુદાયિક આરાધન પાનસર મહાતીર્થમાં હતું, ત્યાં પૂજ્ય ગુરુમહારાજનો મેળાપ બાર મહિના પછી થયો.
પૂ. ગુરુમહારાજ - સાધના કેમ ચાલે છે?
સાધક – આપની કૃપાથી પ્રતિદિન ચઢતી કળાએ છે. નવકારના અક્ષરો સ્ફટિક જેવા નિર્મળ સ્પષ્ટ દેખાય છે. અક્ષરોમાં ઊંડાણ દેખાય છે. સ્થિરતાપૂર્વક જપ થતાં અક્ષરોના ઢાંકણાં (દ્વાર) ખુલી જાય છે. તેમાંથી (અક્ષરોમાંથી) અમૃતના ફુવારા નીકળે છે. તે અમૃતમાં સ્નાન કરવાથી નિર્મળતા અને આનંદ અનુભવાય છે. કોઇ વખત અક્ષરોમાંથી દિવ્યપ્રકાશ નીકળે છે, જે દિવ્યતાનો અનુભવ કરાવે છે.
અરિહંત પદમાં હીરાના અક્ષરો, સિદ્ધપદમાં લાલ માણેકના અક્ષરો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org