Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૨૪
પુત્રકા પાલન સ્થિર ઉપયોગે, અનુભવ રસ કી ધારા. અનુભવ પુત્રનું પાલન શુદ્ધ અને સ્થિર ઉપયોગ દ્વારા થાય છે.
૭. પરમાત્માનું અભેદ મીલન એ અનુભવ પ્રાપ્તિ માટેનો સર્વોત્તમ ઉપાય છે. પૂર્વાચાર્યોએ પણ પરમાત્માના આલંબને અનુભવ અમૃત ચાખ્યું છે. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો.
- પૂ. માનવિજયજી મહારાજ
પરમાત્મા પતિના સ્થાને છે.
સાધક પ્રિયતમાના સ્થાને છે.
બન્નેનું અભેદ મીલન થવાથી અનુભવ પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ. પુત્રનું લાલન પાલન કરી ઉછેરવો તે માતાનું કાર્ય છે. સ્થિર અને શુદ્ઘ ઉપયોગના વારંવાર પ્રયોગથી પુત્ર મોટો થઇ છેવટે સિદ્ધ ભગવાન બનશે.
શ્રી દેવચંદ્રજી મહારાજ પણ લખે છે -
આજ ગઇ’તી હું સમવસરણમાં, જિન વચનામૃત પીવારે, દેવચંદ્ર પ્રભુ શું એક તાને, મિલવો તે સુખ સાચો રે.
પરમાત્માની સ્તુતિ, સ્તોત્રો, સ્તવનો આત્મ સાક્ષાત્કારની પૂર્વાચાર્યોએ અનુભવેલી પ્રક્રિયાથી ભરપૂર છે.
સકલ જિનાગમના અવગાહન દ્વારા સાધનામાંથી મળેલાં અનુભવ રત્નો, મહાપુરુષોએ પરમાત્માના સ્તવનોમાં બતાવ્યા છે. તેને આપણે આ રીતે ચિંતન, મનન અને ધ્યાન દ્વારા આત્મસાત્ કરીએ.
એ જ અભ્યર્થના.
આ સ્તવનની રચના અનુભવ થયા પછી કરાઇ છે. ધ્યાનમાં જે અનુભવ થયો તે સ્તવનમાં આ પુસ્તકના લેખક વડે ૨૦૪૧ના જેઠ સુદ-૨ ગિરનાર સહસાવન મધ્યે નોંધાયો છે તે એક માત્ર નમ્રતા પૂર્વકના દિશા સૂચન રૂપે છે. તેનું વિવેચન ગિરનાર નેમનાથ ભગવાનના પવિત્ર પ્રકાશમાં લખાયું
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org