Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૪ નમો એટલે જડ-ચેતન્યનું ભેદ વિજ્ઞાન. અરિહંતાણું એટલે ચૈતન્યને સારભૂત સમજી તેમાં સ્થિર થવાની પ્રક્રિયા.
નમો એટલે વર્તુળમાંથી (circumference) એટલે કે સંસારના વિચારોમાંથી છૂટવું.
અરિહંતાણું એટલે મધ્યબિન્દુ centre (આત્મા) માં સ્થિર થવું. ૧૮. સકલ આગમનો સાર શ્રી નવકર Essence of Agam
जिणसासणस्स सारो, चउदस पुव्वाण जो समुद्धारो ।
जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ ? ॥ જિનશાસનનો સાર, ચૌદપૂર્વનો સમુદ્વાર એવો નવકાર જેના મનમાં રહેલો છે, તેને સંસાર શું કરી શકે ? અર્થાત્ સંસાર તેનું કાંઈ પણ અહિત કરવાને સમર્થ નથી.
સકલ આગમનો શાસ્ત્રાભ્યાસ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ નવકારના વિશિષ્ટ અર્થો સમજાતા જાય છે.
સકલ આગમનો સંક્ષેપ શ્રી નવકાર છે. અને નવકારનો વિસ્તાર તે સમગ્ર દ્વાદશાંગી છે.
નમસ્કારના જાપ અને ધ્યાનની સાથે શાસ્ત્રાભ્યાસ પણ વધારવો અત્યંત જરૂરી છે અને શાસ્ત્રાભ્યાસનાં પરમ રહસ્યોની પ્રાપ્તિ માટે શાસ્ત્રના પ્રણેતા પરમેષ્ઠિઓ પ્રત્યે વિનય, બહુમાન, નમસ્કાર અનિવાર્ય છે.
સકલ જિનશાસન અને જિન આગમનો સાર “શુદ્ધ આત્મા” છે અને શ્રી નવકાર-નમસ્કાર મંત્રમાં શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા અરિહંત-સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. નમસ્કાર દ્વારા તે પરમ વિશુદ્ધ પરમાત્માનું પ્રણિધાન થવાથી નમસ્કારના આરાધકને પોતાના શુદ્ધ આત્મચૈતન્યનું જ્ઞાન તથા ભાન થાય છે. અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરનારા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદનું પ્રણિધાન થવાથી આરાધકને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો ઉત્સાહ પ્રગટે છે.
નમસ્કાર મંત્રના અક્ષરધ્યાન દ્વારા મંત્રાક્ષરો અને પરમાત્માનાં સવાંગોમાંથી નીકળતા દિવ્ય પ્રકાશમાં પરમાત્માના પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org