Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૪૮
જે (અરિહંત આદિ) ભાવ વડે આત્મા પરિણમે છે તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તન્મય (અરિહંતાદિમય) બને છે. તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે (અરિહંત ભાવ) થકી પોતે જ ભાવ અરિહંત (આગમથી) થાય છે.
એટલા માટે કહ્યું છે;
પ્રમાણ;
ધ્યેય કોઈ સુજાણ.'
(શ્રીપાલરાસ)
ધ્યેય નવપદ છે. ધ્યાતા આપણો આત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ જાય છે, જે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેયાકારે પરિણમે છે, તે સમયે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનો અનુભવ થાય છે. એવું મહાવીર ભગવાનની દેશનામાં શ્રીપાલરાસમાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ બતાવ્યું છે.
આ રીતે નવપદો અને નમસ્કારમંત્ર સર્વોત્કૃષ્ટ આત્મવિજ્ઞાન છે Science of Supremacy છે અને તેથી જયારે અનુકૂળ સંયોગ-સામગ્રી સાથે ઉપર મુજબનો પ્રયોગ કરવામાં આવે છે, ત્યારે આત્માના અનુભવ રૂપ અમૃતપાનનો લાભ થાય છે.
ધ્યેય સમાપત્તિ
તેણે નવપદ છે
હુએ, ધ્યાતા આતમા, જાણે
આજ સુધીમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદોના ધ્યાનથી અનંતા આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આજે પણ તે જ ધ્યાનથી આપણી ભૂમિકાને ઉચિત આત્મસ્વરૂપનો અનુભવ (Realisation of Reality) આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, માટે નમસ્કાર મંત્ર અને નવપદોની આરાધના આત્મસાક્ષાત્કારની અનુભવસિદ્ધ પ્રક્રિયા છે. Scientifically Secured છે. નવપદોની આરાધના મોક્ષની પ્રાપ્તિ માટેનું સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme Science છે.
“યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે; એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણો રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org