Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 296
________________ ૨૫૪ શાન્ત થાય પછી જ તેની અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ સુધી પહોંચવા માટે તે સ્થિતિએ જેઓ પહોંચ્યા છે તેમનું સ્મરણ, ધ્યાન, વિચિંતન આવશ્યક છે. સ્મરણ આદિ વડે તે સ્થિતિએ પહોંચેલાનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. તે કારણે પ્રત્યેક શુભ ક્રિયાનાં પ્રારંભમાં શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર વડે સ્વશુદ્ધ આત્માનુભૂતિને પામેલા મહાપુરૂષોનું સ્મરણ વિહિત કરેલું છે. પરમેષ્ઠિ નમસ્કાર વડે શુદ્ધ આત્માના અનુભવથી પ્રાપ્ત કરેલ આત્મભાવનું જ સ્મરણ થાય છે. તેથી તે સ્વશુદ્ધ આત્માનુભૂત આત્મભાવરૂપ, શુક્લ ધ્યાનની પ્રાપ્તિમાં સહાયક બને છે. ‘સ્વાનુભવિત’ નિર્વિકલ્પતા અને નિઃસંગતાનો વિશેષ વિશેષ અભ્યાસ કરવા યોગ્ય છે કે જે અંતે અધ્યાસમાં પરિણમે. મન અને બુદ્ધિને અગોચર માત્ર સ્વાનુભવગમ્ય દેવના દર્શનથી આ સ્વાનુભૂતિ સિદ્ધ ચાવી છે. २६. 'अभ्यास वैराग्याभ्यां तन्निरोधः' અભ્યાસ અધ્યાસમાં પરિણમવો જોઈએ અને વૈરાગ્ય ઐકયમાં પર્યવસિત થવો જોઈએ. દેહાદિમાં અધ્યાસ પ્રત્યક્ષ સિદ્ધ છે. અને તે અનાયાસે સિદ્ધ થયેલો છે એ જ રીતે આત્મામાં અધ્યાસ જ્યાં સુધી અનાયાસે પણ સિદ્ધ ન થાય ત્યાં સુધી તે માટે અભ્યાસ effort પ્રયત્ન જ આવશ્યક છે. અનાયાસ effortless effort અધ્યાસ એકતાની અનુભૂતિ, દેહાદિ પુદ્ગલમાં એકતાની મિથ્યા અનુભૂતિ છે. તે વૈરાગ્યથી નિવારી શકાય છે. અને આત્માની સાથે તાત્ત્વિક એકતાની અનુભૂતિ નથી, તે અભ્યાસથી સાધી શકાય છે. - પ્રથમ અશુભ વિકલ્પમાંથી શુભ વિકલ્પમાં જવું આવશ્યક છે. શુભ વિકલ્પમાંથી નિર્વિકલ્પમાં જવું સુલભ છે. તેથી શુભ વિકલ્પ સેતુના સ્થાને છે. કુસંગમાંથી છૂટી અસંગ થવા માટે સત્સંગ સેતુ છે. અશુભ ધ્યાનમાંથી છૂટી શુકલધ્યાનમાં જવા માટે ધર્મધ્યાન સેતુ છે આર્ત્ત રૌદ્ર અશુભ છે. મૈત્રી આદિ વિકલ્પો શુભ છે. તે નિર્વિકલ્પમાં જવા માટે હેતુ હોવાથી સેતુ તુલ્ય છે. ત્રિમાત્રમાંથી અમાત્રમાં જવા માટે અર્ધમાત્ર સેતુ તુલ્ય છે. વૈખરીમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342