Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૮૪ તેને બંધન નથી. બાધન તેં પોતે માન્યું છે. સમ્યગ્ દર્શન, સમ્ય દૃષ્ટિ ખુલતાં રાગ-દ્વેષ અને મોહનું બંધન તને બંધન રૂપે નહિ રહે. તે સ્વમાં સ્થિર બની તારો આનંદ અનુભવી શકીશ. તારે મુકત જીવન જીવવાનું છે બીજાને પણ તેની રીતે જીવવા દેવાના છે. માટે જ કહ્યું છે- “ તડવી સત્તાગુણે જીવ એ નિર્મળો,
અન્ય સંશ્લેષ જેમ સ્ફટિક નવી શામળો; જો પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી,
ભાવ તામ્યમાં મારું તે નહીં.
- શ્રી દેવચંદ્રજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન દ્રવ્યાર્થિક સંગ્રહનયની અપેક્ષાએ આ જીવ નિર્મળ છે. -
સાધક- ધન્ય બન્યો ! પ્રભુ ! અનુગૃહીત બન્યો ! હજુ એક પ્રશ્ન છે. વસ્તુ ઉત્પન્ન થાય ત્યારે રાગ થાય છે. વસ્તુ નાશ પામે છે ત્યારે દ્વેષ થાય છે. વસ્તુ સ્થિર છે તેવું સમજુ છું ત્યારે મોહ થાય છે. આ પરિણતિમાંથી કેમ છૂટવું ?
એક જ ક્ષણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સાથે જ છે. તે સત્ એટલે મહાસર સ માન્ય પુદ્ગલ અને ચૈતન્ય બન્નેમાં સમજાતાં વિકલ્પ જાળ તૂટી જાય છે. સ્વરૂપમાં સ્થિરતા આવે છે.
સાધક- આપનો મહા અનુગ્રહ થયો. સાધક સ્વરૂપમાં વિલીન થઈ, ધ્યાનસ્થ બની, અંદર ઊતરી ગયો...
જ્યારે સાધક યોગનિદ્રામાંથી બહાર આવે છે... ત્યારે ગુરુમહારાજ- આત્મસ્વરૂપ અનુભવી શકે. ભુનાથી જ સમજાય છે. સ્વમાં જીવવાનું છે. સ્વમાં વસવાનું છે. સ્વમાં સ્થિર • : નું છે. સ્વમા ઠરીઠામ બેસવાનું છે. રાગ-દ્વેષ, મોહ અને પુદ્ગલના બંધનથી મુકત રહેવાનું છે મુકત જીવવાનું છે. તે જ પૂર્ણ જીવન છે.
સમાપ્ત
જનમ જયતિ શાસનમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org