Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૨. નમો અરિહંતાણ
यस्याsत्र ध्यानमात्रेण, क्षीयन्ते जन्ममृत्यवः 1 उत्पद्यते च विज्ञानं, स ध्येयो नित्यमात्मनः ॥ १ ॥
૨૫૨
तत्स्वसमाहितं સ્વાન્ત, तद्गुणग्रामरंजितं 1 यो जयत्यात्मनाऽऽत्मानं स्वस्मिन् तद्रूप सिद्धये ॥ २ ॥
स्व बोधादपरं किंचित्, न स्वान्ते क्रियते स्वयं । कुर्यात् कार्यवशात् किंचित् वाक्कायाभ्यामनादृतः ॥ ३ ॥
પ્રભુને પ્રભુ માન્યા તો જ કહેવાય કે આજ્ઞા, વચન કે નિર્ણય તેમનો માનવામાં આવે. “જો તું જીવનમાં પ્રભુને માનતો હોય તો તારા જીવનમાં . નિર્ણય તેનો જ ચાલવો જોઈએ, તારો નહિ.”
(૧) અમે પ્રભુના છીએ.
(૨) હું પ્રભુનો છું. (૩) પ્રભુ મારા છે.
(૪) હું અને પ્રભુ એક છીએ.
ભકિતના આ ક્રમિક પગથીયા છે. અંતિમ ભકિત અભેદ ભાવના છે.. “દેવા વિ હૈં નમંસંતિ"
જેનું મન ‘ધર્મ' અર્થાત્ પોતાના સ્વરૂપમાં રમે છે તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. સાધક દેવતાના ચરણમાં રમતો નથી પણ દેવતા સાધકના ચરણમાં રમે છે.
શરીરને ક્ષીણ કરવાથી મુકિત નથી મળતી, કષાયને ક્ષીણ કરવાથી મુકિત મળે છે.
મૈત્રી આદિ ભાવો ‘અહં’ને તોડે છે, વૈરાગ્ય આદિ ભાવનાઓ ‘મમ’ ને તોડે છે. મૈત્રી નિરપેક્ષ વૈરાગ્ય ‘અહં’ના પોષણમાં ભળે છે વૈરાગ્ય નિરપેક્ષ મૈત્રી મમના પોષણ તરફ વળે છે. તેથી બન્ને જરૂરી છે.
નવકાર મંત્ર પાપનું પ્રાયશ્ચિત્ત છે. આજ સુધી સ્મરણ કરવા લાયકને વિસ્મરણ કરવાથી જે અનંત પાપોનું સર્જન કર્યું છે તેનું વિસર્જન તેમનું સ્મરણ કરવાથી જ થઈ શકે છે. તેથી સ્મરણ પાપનું પ્રાયશ્ચિત્ત છે.તે પ્રાયશ્ચિત્ત થયા પછી જ બધી ક્રિયા લેખે લાગે છે. ‘નમો’ પદ આદર સૂચક છે. કૃતઘ્નતા દોષનું પ્રાયશ્ચિત્ત એ જ નવકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org