Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 310
________________ ૨૬૬ ગુરૂમહારાજનું ચિંતન હું કોણ ? જ્ઞાન દર્શન ચારિત્ર રત્નત્રયીનો ધારક, અસંખ્ય પ્રદેશી, અનંત શકિતનો ધણી, અનંત ગુણનો ધારક, અરૂપી, નિરંજન, નિરાકાર, સચિદાનંદ શુદ્ધ સ્વરૂપી, અજ, અવિનાશી, અકલંક, અજરામર, એવો આત્મા, જીવ, ચેતન. અનાદિ અનંત કાળથી તેજસ કાર્મણ આદિ શરીરની ઉપાધિને લીધે કર્મના સંયોગથી આહારાદિ સંજ્ઞા અને વિકથાદિ પાંચ પ્રમાદરૂપી મોહની જંજાળમાં પાગલ બનેલો, ચાર ગતિ રૂપી સંસાર દાવાનળની રાગરૂપી ભઠ્ઠીમાં શેકાતો, ભુંજાતો, બળતો, રંધાતો, વિવિધ જાતિના દુઃખોને સહન કરતો, ચોરાશીના ચક્કરમાં નવા નવા નાટક નાચતો, નવા નવા રૂપો ભજવતો, નવા નવા વેશ ધારણ કરતો, નવ નોકષાયમાં એક રસ બની સોળ કષાયોને રાતદિવસ સેવતો, મિથ્યાત્વ - અવિરતિ - કષાય અને યોગ વડે પાપરૂપ આશ્રવમાં રાગ-દ્વેષ દ્વારા લોહચુંબકની પેઠે પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ-એ ચાર પ્રકારના સાતકર્મોને ક્ષણે ક્ષણે અને એક આયુષ્ય કર્મને એકભવમાં એક વખત એમ કર્મની વર્ગણાઓ ગ્રહણ કરી આત્મપ્રદેશોની સાથે જોડી, તેહના વિપાકફળ રૂપે આ સંસાર સાગરના વમળોમાં ઘોર દુઃખમાં અથડાતો, ફૂટાતો, નદી ધોળ પાષાણ ન્યાયે વર્તમાન કાળે આર્યદેશ, મનુષ્યગતિ, જૈનકુળમાં આવી પહોંચ્યો. અહીં દેવ ગુરુની પરમ કરૂણાના કારણે આત્મા કાંઇક જાગૃત થયો. હું કોણ ? કેસરી સિંહથી પણ અનંત શકિતનો ધણી, અનંતગુણોનો માલિક, અનંત સુખનો ભોક્તા, એવી પાંચમી ગતિનો મુસાફર, આ બકરીઓના ટોળામાં બેં બે કરી રહેલો, કાદવ કીચડમાં ખેંચી રહેલો. જલતી અગ્નિમાં જલી રહેલો. મારા અનંત મિત્રો શાશ્વત સુખનું ધામ પંચગતિમાં પહોંચી ગયા અને મારી આ દશા કેમ ? . ત્યારે ચારિત્ર રાજાની બહેન સુમતિ કહે છે : હે આત્મન્ ! અનાદિકાળથી તારા આત્માને ભૂલી ગયો. ખાલી જડ. પદૂગલના મોહમાં ફસાઇને મન ઇન્દ્રિયો જેમ નચાવે તેમ નાચ્યો, કમતિની આજ્ઞા પાળી, મોહરાજાએ તેર કાઠીઆનું એવું જાળું પાથરી દીધું કે હું કોણ? -શરીરથી અલગ શાશ્વત આત્મા, અરૂપી, અનંત શક્તિનો ઘણી છું એવો વિચાર પણ આવવા ન દીધો. ખાલી પર વસ્તુની મમતાની સાથે અઢાર પાપોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342