Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૬૫ ૩૯. અરિહંતની ઉપાસના આઈજ્યનું ધ્યાન
પોતાનું હું આખા જગતને ભૂલવાડે છે. સમુદ્રમાંથી બિન્દુ છૂટું પડે છે તે હું છું. તે હું રૂપ બિન્દુને સિન્ધમાં ભેળવવું જોઈએ.
હું - વિશેષ. બીજા બધાથી જુદો. બીજાથી ભેદ પાડનાર સર્વનામ “હું
હું માંથી મારું નીકળે છે. મારું – મારનાર છે. મારું હિંસાવાચક શબ્દ છે. હિંસા હું માંથી ઉત્પન્ન થાય છે.
હું તું થાય, તથા મારૂં નહિ તારૂં થાય, તે તારનાર છે.
તે છે તે શાશ્વત છે. તે એટલે મહાસામાન્ય. તે બધામાં છે. હું ભૂલવા માટે તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી ધરતા ધ્યાન રે.
એક તાન એટલે એકતા. તું હી એટલે પરમાત્મા સાથે એક તાનથી હું ભૂલાઈ જશે. મારું મારું કરતાં મરી જશે, તારું તારું કહેતા તરી જશે. મારું એટલે હું મારા આત્મભાવને હણું છું. મારૂં એ હિંસાત્મક છે. ૪૦. અંતરાત્મ ભાવમાંથી પરમાત્મ ભાવમાં પ્રવેશ.
શરીર તે જ હું. એ માનવાના કારણે ઇન્દ્રિયોને બાર વેપાર કરતી અટકાવી શકતી નથી. આવા પ્રકારના બહારના વિકલ્પોને છોડી દઈ, મનમાં આવતા વિકલ્પોને છોડી દેવા, એટલે કે હું સુખી હું દુખી હું ચેતન હું માણસ ઇત્યાદિ સઘળા વિકલ્પોનો ત્યાગ કરવો, કેવળ અંતરાત્મા થઈ પરમાત્મ સ્વરૂપની ભાવના કરવી અને ભાવના કરતાં અંતરાત્માને પણ છોડી દેવો. આવો અભ્યાસ કરતાં કરતાં થોડા વખતમાં પરમાત્મ સ્વરૂપ પોતાનામાં ભાસે છે. - જે શરીર અને ઇન્દ્રિયોના વિષયો પોતાથી ભિન્ન જણાય એટલે પોતે અંતરાત્મા થયો એમ સમજવું. પરંતુ જે વડે બહિરાત્મા જુદો દેખાઈ ગયો તે પરમ પ્રકાશમય સૂર્યવત્ પરમાત્મા છે. માટે બહિરાત્મા જે વેળા જુદો દેખાઈ જાય તે જ વેળા આત્માએ આત્મા વડે પરમાત્મા તરફ પણ નજર કરી લેવી એટલે જ્યોતિ દર્શન અંતરાત્મામાં પ્રતિબિંબરૂપ દેખાઇ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org