Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 336
________________ ૨૭૯ માયા ઓછી થાય છે. ભાવધર્મ વડે વિશ્વકુટુમ્બની ભાવના જાગે છે. તેથી એક કુટુમ્બના પ્રેમરૂપી મોહ વાસના ઓછી થાય છે. ભાવધર્મ એટલે વિશ્વભાવ, ષટ્જવનિકાયનો હિત પરિણામ, ચૈતન્ય પ્રત્યે બહુમાન, મૈત્યાદિ ભાવોનો વિકાસ, ભાવધર્મનું ધ્યેય છે. અને વૈરાગ્ય ભાવનો વિકાસ તે દાનાદિ ધર્મનો ધ્યેય છે. દાનાદિ ધર્મ વડે કંચન, કામિની, કાયાનો મોહ ઘટે છે અને ભાવ ધર્મ વડે ચૈતન્ય તત્ત્વનો પ્રેમ વિકસે છે. પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે મમતાનો ભવ નિર્વેદ એટલે કર્મજનિત અભાવ અને મોક્ષ અભિલાષ એટલે ત્વરૂપ શુદ્ધ ચૈતન્ય પ્રત્યે અંતરંગ આદર અને ભક્તિ. ભવનિર્વેદમાં જડની આકિત ટાળવાનો ભાવ રહેલો છે. અને મોક્ષાભિલાષમાં ચૈતન્ય તત્ત્વ પ્રત્યે આદરનો ભાવ રહેલો છે. તેના સાધન રૂપે હિંસાદિ આશ્રવોનો ત્યાગ અને અહિંસાદિ સંવરનું સેવન છે. ધર્મ પ્રેમ એટલે આત્મપ્રેમ અને અધર્મ સેવન એટલે અનાત્મનો આદર. ૬૧. સામાયિક ધર્મ Egoless, Timeless and Veidness are the three symbols of perfectness. સામ વડે egoless થવાય છે, સમ વડે timeless થવાય છે. આત્મ વડે સંપૂર્ણ શૂન્ય Void થવાય છે. આ શૂન્ય જ પૂર્ણતાનું symbol છે. જાતમાંથી આત્મામાં જવું તે egolessness છે. અવસ્થામાંથી અવસ્થામાનમાં જવું તે timelessness છે. વિચારમાંથી નિર્વિચારમાં જવું તે Voidness છે. અને તે જ Absoluteness અને તે જ પરબ્રહ્મપદમાં પહોંચવું તે છે. ૬૨. વનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ લક્ષણ હોવાથી સ્વભાવભૂત છે. તેનું રક્ષણ યોગથી છે. યોગનું રક્ષણ પ્રશસ્ત આલંબનથી છે. પ્રશસ્ત આલંબન પૂરું પાડનાર તીર્થ છે. તીર્થના સ્થાપક તીર્થંકર છે. તીર્થંકરોની પુણ્યપ્રકૃતિના ઉદયથી તીર્થ મળે છે. તીર્થના પ્રભાવે પ્રશસ્ત આલંબનો મળે છે. અને આલંબનોના પ્રભાવે યોગ શુદ્ધિ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342