Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૭૭
(૭) જડથી ભેદ, ચૈતન્યથી અભેદ; પર્યાયથી ભેદ, દ્રવ્યથી અભેદ; પદાર્થથી
ભેદ, સત્તાથી અભેદ. ભેદજ્ઞાન માટે “ઉપયોગો લક્ષણમ્”| અભેદ વિજ્ઞાન માટે “પરસ્પરો પગ્રહો જીવાનામ્” દ્રવ્ય-ગુણ-પર્યાયથી ભેદભેદ માટે “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્ | દલતયા પરમાત્મા એવ જીવાત્મા | પિંડ અને બ્રહ્માંડની એકતા માટે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુકત સતું તદ્ ભાવાવ્યાં નિત્યમ્ ! એ સૂત્ર છે. . ૫૮. અસત્યો માંહેથી
શુદ્ધ માર્ગ અસતુમાંથી સત્ય પ્રત્યે જઈને, સમ્ય દર્શન વડે; અંધકારમાંથી પ્રકાશ પ્રત્યે જઈને, સમ્યગૂ જ્ઞાન વડે; મૃતમાંથી અમરત્વ પ્રત્યે જઈને, સમ્યમ્ ચારિત્ર વડે પરમપદની પ્રાપ્તિ કરી, પરમ અર્થ ઉઘાડી, પરમ મંત્ર ચૈતન્ય જગાડી, પરમ રહસ્ય અનુભવી, પરમ તત્વને પામવાનું છે, સર્વને પમાડવાનું છે. આ માર્ગ છે, આ જ માર્ગ છે, આ માર્ગ જ છે. “એવં ચ પરમ તત્ત્વ
પરમ રહસ્ય ચ પરમ મંત્રં ચ | પરમ તત્ત્વ પરમ મંત્ર
પત્ત પરમ પુરિસેપ્યું છે' પરમ તત્ત્વ શ્રી અરિહંત છે, પરમ રહસ્ય સિદ્ધ છે, પરમ મંત્ર શ્રી આચાર્ય છે, પરમ અર્થ શ્રી ઉપાધ્યાય છે, પરમ પદ શ્રી સાધુ છે. પાંચ પરમેષ્ઠિઓ પરમ પદ તો છે જ. ઉપરના ચાર પરમ અર્થ છે, ઉપરના ત્રણ પરમ મંત્રા છે, ઉપરના બે અરિહંત અને સિદ્ધ પરમ રહસ્ય છે. અરિહંત પદ, અર્થ, મંત્ર અને રહસ્ય તો છે જ, ઉપરાંત પરમ તત્વ પણ છે.
શ્રી સિદ્ધચક્રમાં પૂર્ણ આરાધના રહેલી છે. આરાધનાના માર્ગમાં મંત્ર નવકાર, યંત્ર સિદ્ધચક્ર, તંત્ર સામાયિક છે. તેથી નવકાર ચૌદ પૂર્વનો સાર, સામાયિક ચૌદ પૂર્વનો સંક્ષેપ છે.
૫૯. જ્ઞાનીનું સ્વરૂપ મનોગત સર્વકામનાઓ ત્યજી આત્માથી જ આત્મા તુષ્ટ થઇ, આત્મામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org