Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 311
________________ ૨૬૭ સેવન કરી, તેના ફળરૂપે ઘોર દુઃખને ભોગવતો રહ્યો. હવે ગઇ વાત યાદ કરવાથી શું ? જાગ્યા ત્યારથી સવાર. ડાકુ, લૂંટારા, ચોર એમનો સ્વભાવ જ એનો હોય છે કે સંસારી જ્વો પોતાના પંજામાં આવ્યા તેને છોડવાનો વિચાર જ ન કરે. કહ્યું છે કે : “અનાદિકાળથી ચૂકીો, ચેતન ઇણ અવસર મત ચૂક, મારું નિશાની મોહરાયકું, છાતીનેં મત ચૂક.” હે આત્મન્ । તારી તાકાત કેસરી સિંહ, અને ગજરાજ હાથી જેવી છે. તારી આગળ મોહરાજા અને એના સુભટ બકરી અને કીડી સમાન છે. હવે તો અરિહંત પરમાત્માની પેઢી શાસનનો સહારો મળ્યો છે. હવે તું વિચારે તો અનાદિ કાળનું દુઃખ જન્મ-મરણો મીટાવી શકે છે. આ શાસનની પેઢીનો વહેપાર એવો છે કે તે વહેપાર કરવામાં જેનું મન લાગી જાય તે જ્યાં સુધી? શાશ્વત સુખ ન મળે ત્યાં સુધી સંસારમાં રહેવા છતાં શાશ્વત સુખનો અનુભવ કરી શકે. વહેપાર કરવાની રીત : અરિહંત પરમાત્માના વચનોને મનમાં ધારણ કરીને સંસારમાં સર્વપ્રાણીઓને પોતાના આત્મ તુલ્ય માનવા. “આત્મવત્ સર્વભૂતેષુ, યઃ પશ્યતિ સ પતિ” સર્વને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે તેમ સમજીને અન્યજીવોને દુઃખ આપવાનું બંધ કર. પર વસ્તુમાં પાગલ બનીને અઢાર પાપ કર્મમાં લાગી રહ્યો છે તે પાપના ફળ અવશ્ય ભોગવવા જ પડશે. જો તારે સુખી થવું છે તો તારી પૂરી શકિતને પાપ રોકવામાં લગાવી દે. જીવમાત્રને તારા તરફથી દુઃખ આપવાનું બંધ કરી દે તો નવા આવતા કર્મને રોકી શકીશ અને સર્વજીવને સુખી કરવામાં મન વચન કાયાને જોડી દઇશ તો સંવર અને નિર્જા સાધવા દ્વારા કેવળ આનંદ આનંદ અને આનંદનો જ ભોકતા બનીશ. આત્મભાવના હું જ્ઞાતા, દૃષ્ટા, અરૂપી, શુદ્ધ આત્મતત્ત્વ છું. સિદ્ધસ્વરૂપી, નિરંજન, નિરાકાર, જ્યોતિ સ્વરૂપ છું. આ જડનો સંયોગ પુદ્ગલના રાગ, મોહ, મમતાના કારણે ચાલ્યો આવે છે. નવા કર્મો જીવ કરતો રહે છે, જૂના કર્મ જન્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342