Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 303
________________ ૨૬૦ અધ્યવસાયથી કરીએ તો મનને માર્યું કહેવાય. કર્મને મન સાથે સંબંધ છે. ધર્મને આત્મા સાથે સંબંધ છે. મનને જીતે તે આત્મામાં આવે. ગુરૂવચનામૃત-૩૩ ઉચ્ચારણ કરી બિન્દુને શકિત હોય ત્યાં સુધી બોલો. પછી નાદ જે છૂટે તે જગતમાં ફેલાય છે. જે નામ લઈને બિન્દુ પછી નાદ પ્રગટે છે તે કાર્ય કરે છે. પ્રભુના નામથી પાપના નાશરૂપ કાર્ય બિન્દુ નાદની ઉપાસનાથી થાય છે. પ્રભુનું નામ લેવાથી જે નાદ પ્રગટે છે, તે નાદથી શુદ્ધિકરણ ભગવાન કરે છે. ઘંટનો રણકાર વિશ્વમાં ફેલાય છે તે જેટલું સત્ય છે તેટલું જ સત્ય નામસ્મરણના બિન્દુના ઉચ્ચારણથી થતું આંદોલન (નાદ) કાર્ય કરે છે. બિન્દુ એ પુલ છે, જે શબ્દની શકિતને ફેલાવે. વ્યક્તિમાંથી અવ્યક્ત માં જવા માટે બિન્દુ તે પુલ છે, ઇન્દ્રિય મનથી પર એવા આત્મામાં જવા માટે બિન્દુમાં જે શબ્દ વડે અવ્યકતપણું હોય છે તે ઉપાય છે. બિન્દુમાંથી નાદ, નાદમાંથી જ્યોતિ, જ્યોતિમાંથી અવ્યકત, તેમાંથી આત્મા. - નિર્વિકલ્પમાં નામ દ્વારા જઇ શકાય છે. આખા જગતને આપણામાં સમાવતા શીખવું જોઈશે. વિરૂદ્ધ ભાવોમાં પણ અવિરૂદ્ધ રહેવું જોઇએ, અવસ્થાઓ અનેક છે. પણ અવસ્થાવાન એક જ છે. એક આત્માના બધા પર્યાય છે.પર્યાયનો અર્થ ઉત્પાદ અને વ્યય. કાયમ રહે તે દ્રવ્ય. ઉત્પાદ વ્યયને કોઇ અટકાવી શકતું નથી, સિદ્ધ ભગવંતોને પણ ઉત્પાદ વ્યય હોય, પણ તે સ્વરૂપમાં જ છે. વિશેષ ઉપરથી સામાન્યમાં જવાની કળાનું નામ સામાયિક, તે કેવળજ્ઞાનનું કારણ છે. મોક્ષ એટલે શરીરમાંથી છુટવું. શરીર નોકર્મ છે, તેમાંથી છુટવું. શરીર સ્થૂલ કર્મ છે. જ્ઞાનવરણીય આદિ દ્રવ્ય કર્મ છે, તે અદશ્ય છે. શરીરરૂપ કર્મ દશ્ય છે. તેમાં પોતાપણાની બુદ્ધિમાંથી છુટવું. પર્યાય બે જાતના - સહભાવી (ગણ) ક્રમભાવી (પર્યાય), દ્રવ્ય એક જ છે. તેના ગુણ (સહભાવી પર્યાય) અનંતા છે. એક જ કેરીમાં પીળો રંગ, મધુર સ્વાદસુવાસ વિગેરે છે પણ કેરી એકની એક જ છે. આત્માના દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તે સમ્મ સામાયિક. દર્શન જ્ઞાન ખાંડ છે અને ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342