Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૪૦
ગુરૂ વચનામૃત-૯
સંસારનું મૂળ પોતાના નામ અને રૂપનો મોહ છે. પોતાના નામ અને રૂપનું વિસર્જન કર્યા સિવાય કદી મોક્ષ થતો નથી.
પોતાના નામનું વિસર્જન કરવા માટે પ્રભુનું નામ સ્મરણ એ ઉપાય છે. અને પોતાના રૂપનો મોહ છોડવા માટે પ્રભુના રૂપનું દર્શન એ ઉપાય છે. પ્રભુના નામનું સ્મરણ એટલે પોતાના નામનું વિસ્મરણા. પ્રભુના રૂપનું દર્શન એટલે પોતાના રૂપનું વિસ્મરણ.
ગુરૂ વચનામૃત-૧૦
મનુષ્યની સૌથી પ્રથમ ઈચ્છા સુખ શાન્તિ અને આનંદની છે. આનંદ પરમાત્મામાં છે. પ્રગટ પરાકાષ્ઠાએ પહોંચેલો પરમાનંદ પરમાત્મામાં છે.
આનંદનો પ્રેમી સાધકનો આત્મા પરમાનંદ સ્વરૂપ પરમાત્મા પ્રત્યે પ્રેમ કરે છે અને તેનો તે પ્રેમ જ આનંદ સ્વરૂપ બની સાધકને પરમાનંદથી ભરી દે છે.
ગુરૂ વચનામૃત-૧૧
સામાયિક - આત્મામાં રહેવું. કેવળ આત્માનો બોધ.
આત્માનુભૂતિ સુધી પહોંચવા માટે તે સ્થિતિએ પહોંચેલા છે તેમનું સ્મરણ, ધ્યાન, વિચિંતન, આવશ્યક છે. સ્મરણ આદિ વડે તે સ્થિતિએ પહોંચવાનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે.
મન બગડ્યું તેનો ભવ બગડ્યો.
ઉપયોગ બગડ્યો એટલે હું બગડ્યો. હું ઉપયોગ સ્વરૂપ છે. માટે ઉપયોગને આત્મા પરમાત્મા અને સર્વ જીવના કલ્યાણ ભાવમાં રમાવવો જોઈએ.
ગુરૂ વચનામૃત-૧૨
સાચું સુખ અને આનંદ માયામાં નથી પણ સાચું સુખ આત્મા અને પરમાત્માના મીલનમાં છે.
માયા તો ઠગની ભયી, ઠગત ફીરત સંસાર,
સ ઠગને ઉસ ઠગની તંગી, ઉસ ઠગકો નમસ્કાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org