Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૪૧ માયાને પણ જેણે ઠગી લીધી તે પરમાત્માને નમસ્કાર હો.
લઘુ કે ગુરૂતા ગ્રંથીથી દૂર રહેવું, સૌની સાથે આત્મભાવથી રહેવું. સહુના માટે પ્રભુનાં દ્વાર ખુલ્લાં છે.
ગુરૂ વચનામૃત-૧૩ જોયને જ જાણવું તે વિજ્ઞાન છે. જ્ઞાતાને જાણવો તે ધર્મ છે. શાન્તિ એટલે પરમાત્માના સાન્નિધ્યની અનુભૂતિ.
સમ્યમ્ દૃષ્ટિનું ધ્યેય નિજ આત્મા છે. કારણ કે તે જ પરમ આનંદનું ધામ છે.
ગુરૂ વચનામૃત-૧૪
પરમાત્મા સાથે ધ્યાનની તીવ્રતા દ્વારા અભેદ અનુભવાય ત્યારે અસંખ્ય કાળ સુધી ભોગવવાના કર્મ અંતર્મુહૂર્તમાં પ્રદેશ ઉદયથી ભોગવાઈ જાય છે.
ધ્યાન વિચાર ગ્રંથ મુજ મન અણુ માંહે ભકિત છે ઝાઝી,
હાથી ઘણો મોટો હોય છે પણ આરિસામાં સમાય છે, તેમ ભગવાન ઘણા મોટા અને મહાન છે પણ ભકત હૃદયરૂપ આરિસામાં સમાય છે.
ભકતની વાત ભકત જાણે અને બીજા ભગવાન જાણે. “ભગવાન મંગલ કલ્યાણ આવાસ” ભગવાન મંગળ અને કલ્યાણના ઘર - ભવન છે. મંગલ એટલે વિપત્તિઓનો અપકર્ષ, કલ્યાણ એટલે સંપત્તિઓનો ઉત્કર્ષ. ઉપયોગ ભગવાનમાં હોય તો ભવિષ્ય સુધરી જાય. આફત વખતે રક્ષણ કરનાર ભગવાન છે. સંપત્તિ પુરી પાડનાર ભગવાન છે. આપણા નિકટના સ્નેહી ભગવાન છે.
ભગવાનમાં ઉપયોગ હોય અને આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવતાનો. તે પણ એવું કે દેવનું આયુષ્ય પૂરું થયે મહાવિદેહમાં મનુષ્યરૂપે જન્મ થાય, મોક્ષ સાધી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org