Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૨૩ હું જ્ઞાનાવરણીય કર્મને ભોગવતો નથી પરંતુ આત્માના કેવળજ્ઞાન ગુણનું વેદન, અનુભવન અને ભોગવટો કરૂં છું.
હું દર્શનાવરણીય કર્મને ભોગવતો નથી પરંતુ આત્માના અનંત દર્શન ગુણનું વેદન, અનુભવ અને ભોગવટો કરૂં છું.
આ પ્રમાણે આઠે કર્મની ભાવના કરવી. મોહનીય કર્મ છેલ્લે રાખવું. તેની છૂટક છૂટકપણ પ્રકૃતિ લઈ શકાય.
છેવટે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મને ભોગવતો નથી પરંતુ આત્માના શુદ્ધ ચૈતન્યનું એકાગ્રતા પૂર્વક વેદન, અનુભવન અને ભોગવટો કરું છું. તે ભાવે આત્મસ્વરૂપમાં લીન બનવું. ઉપયોગ વીર્યને એકાગ્રતા પૂર્વક આત્મા ચૈતન્યમાં લીન કરવું. શાન્ત અવસ્થામાં સ્થિર બની આનંદ અનુભવવો.
ધ્યેયરૂપ આત્મામાં ઉપયોગની સ્થિરતા તે અનુભવ છે. અને પ્રતિક્ષણ પ્રકર્ષ પામતો વિશિષ્ટ પ્રયત્નપૂર્વક ઉપયોગ તે તીવ્ર ધ્યાન છે.
ઉપરની સ્થિતિમાં પ્રયત્ન પૂર્વક ઉપયોગ સ્થિર કરવાથી અનુભવનો પરમાનંદ અનુભવાય છે.
આ રીતે પરમાત્મ દશાના આલંબને આ પાંચ શક્તિઓ આત્મ સ્વરૂપ અનુયાયી બને છે. જે વિભાવ દશામાં આ પાંચ શક્તિઓ કાર્ય કરતી હતી તે હવે આત્મ ચૈતન્યમાં કાર્યશીલ બનવાથી અનુભવ રસના પરમ આનંદ અમૃતનું પાન થયું.
૬. “અભેદ મીલન પ્રિયતમના પાયા” જ્યારે હૃદયસ્થ પરમાત્મા પ્રયોગ ન ક મુજબ મોટા થાય છે અને આપણું અને પરમાત્માનું અભેદ મીલન થાય છે તે વખતે પરમાત્મા અને આપણો અભેદ-એકાકાર થયો તે પ્રયોગ થોડો વધુ સ્થિરતાથી કરતાં આપણે પરમાત્મા સાથેની અભેદ અવસ્થામાં સંપૂર્ણ લીન બનીએ છીએ. પરમાત્મા પોતાના સર્વસ્વનું આપણને દાન કરે છે. તે દાન ગ્રહણ કરતાં આપણા અને પરમાત્માના અભેદ મીલનના યાને અભેદ ધ્યાનના ફળ રૂપે અનુભવ પુત્રની આપણને પ્રાપ્તિ થઈ છે.
અનુભવ રૂપ પુત્ર પ્રાપ્તિના પરમ આનંદથી અનંતકાળની તૃષા છીપાઇ. અંતરંગ દિવ્ય અનુભૂતિ, અનુભવ અમૃત રસનો આસ્વાદ, આત્મ સ્વરૂપનું અનુભવ દર્શન, અદ્દભુત...અદ્ભુત...અદ્ભુત... રીતે આસ્વાદમાં આવ્યું.
(પુત્ર જન્મ પછી લાલન પાલન કરવું જોઇએ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org