Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
Sિ
થઇ
મા
ભાગ - ૪ -
પૂજય ગુરુ મહારાજના સાન્નિધ્યની દિવ્ય પળો
પૂ.ગુ. મહારાજ શિષ્ય બનાવવા માટે બેઠા નથી. આવનાર મુમુક્ષુનો પરમગુરુ પરમાત્મા સાથેનો સંબંધ જોડી આપવા માટે બેઠા છે.
અને પરમગુરુ પરમાત્મા પણ શિષ્ય બનાવવા માટે બેઠા નથી, તે તો આવનાર મુમુક્ષુની સીમા રેખાંકન કરે છે. પુદ્ગલ અને આત્માની બે જુદી થપ્પી બતાવે છે. લક્ષણ ભેદે જડ અને ચૈતન્યનું ભેદવિજ્ઞાન કરાવે છે. ક્ષણે ક્ષણે પલટાતી પર્યાયમાંથી મુમુક્ષુઓની વૃત્તિઓને શાશ્વત દ્રવ્યમાં લઈ જાય છે. પરભાવથી મુમુક્ષુને શુન્ય બનાવી પૂર્ણતાના પરમાનંદનો સ્વાદ ચખાડે છે. ત્યારે મુમુક્ષુ પૃચ્છા કરે છે- હે કરુણાવંત પ્રભુ ! આત્માના પરમ સ્વાધીન ઐશ્વર્યને હું કેવી રીતે ઉપલબ્ધ કરી શકું ? . ત્યારે પરમાત્મા કહે છે- નિરંતર અહંભાવમાં (આત્મભાવમાં) રહીને સ્વયં અરૂપ બનીને, અહંદુ સ્વરૂપમાં સ્થિર બને છે તે સમયે તે ભાવથી ભાવિત મુમુક્ષુ ધ્યાનસ્થ બની આત્મસ્વરૂપમાં સ્થિર પરિણામવાળો બને છે.
મુમુક્ષુ શિષ્ય ધ્યાનસ્થ અવસ્થામાંથી બહાર આવે છે ત્યારે પૂ. ગુરુ મહારાજ કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org