Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૩૬
સાધક ઃ
વાંચેલુ યાદ રહેતું નથી. શું કરવું જોઈએ.
૭. એક વખતનો પ્રસંગ છે. પૂ. શ્રી. લુણાવા ગામમાં બિરાજમાન
હતા. વિ.સ.-૨૦૩૧
-
પૂ. ગુરુ મહારાજ :- પૂ. બપ્પભટ્ટ સૂરિ વિરચિત “સિધ્ધ સારસ્વત સ્તોત્ર” નો પાઠ કરવો અને તેનો મંત્રજપ કરવો.
સ્તોત્ર પૂજ્ય ગુરુ મહારાજે સ્વ મુખથી ‘સાધક’ ને આપ્યું અને મંત્ર પણ આપ્યો.
આ સ્તોત્રની સાધનામાં આગળ વધતાં એક દિવસ ગુરૂ ભગવંતે દૃષ્ટિમાંથી કૃપા વરસાવતાં કહ્યું. તેમની પાસે ગ્રંથ હતો શ્રી બપ્પભટ્ટ સૂરિ વિરચિત “સરસ્વતિ મંત્ર કલ્પ” તેમાં માતા સરસ્વતી દેવીની સાધના અને વર્ણ માતૃકાના ધ્યાનનો દીવ્ય પ્રયોગ હતો.
“સિદ્ધ સારસ્વત સ્તોત્ર”નો પાઠ કરવો અને મંત્ર જપ કરવો. તે પછી નાભિરૂપ સરોવરમાંથી શ્વેત કમળ ઊગે છે. તે કમળ શ્વેત અને સુકોમળ નાળવાળું હૃદય તરફ ઊંચે જાય છે. હૃદયમાં તે શ્વેત કમળ વિકસે છે. તે કમળ ઊંચે જઈ મુખમાંથી બહાર આવે છે. બહાર આવેલું તે કમળ ખીલીને એક હજાર પાંખડીવાળું હોય છે. તે કમળની કર્ણિકા ઉ૫૨ અભય અને વરદાનને આપનારી એક હાથમાં પુસ્તક અને એક હાથમાં કમળને ધારણ કરનારી મહાદેવી માતા સરસ્વતી દેવી બિરાજમાન છે તેવું ચિંતવવું. (દૃશ્ય જોવું) માતા સરસ્વતી દેવીના મુખમાંથી બારાક્ષરી (બારાખડી)ના ૪૯ અક્ષરો નીકળે છે અને તે આપણા મુખમાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે, તે અક્ષરો આપણા શરીરમાં નીચે મુજબ ગોઠવાય છે.
(૧) નાભિકંદમાં મણીપુર ચક્રમાં ૧૬ પાંખડીવાળા કમળમાં ‘અ’વિગેરે ૧૬ સ્વરો ચિંતવવા.
(૨) હૃદય કમળમાં અનાહત ચક્રમાં ૨૪ પાંખડીવાળા કમળમાં ‘ક’ થી ‘ભ’ સુધી ૨૪ અક્ષરો અને તે ક઼મળની કર્ણિકામાં ‘મ’ ચિંતવવો.
(૩) મુખ સ્થાનમાં આઠ પાંખડીવાળા કમળમાં, ય ૨ લત્વછ શ ષ સ હ, આ આઠ અક્ષરો ચિંતવવા.
આ રીતે ચિંતન કરવાથી સાધક શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. અપ્રતિમ વાક્ચાતુર્યને મેળવે છે.
પ્રિય વાચક મિત્રો ! મહાપુરૂષો ઘણા પ્રયત્ને સિધ્ધ કરેલી વસ્તુ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org