Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૨૧
‘આત્મ દ્રવ્ય’પોતાના સર્વસ્વનું ‘પર્યાય’ને દાન આપે છે. દાન લેનાર ‘પર્યાય’ તે આત્મગુણોને ગ્રહણ કરી ગુણમય બને છે. શુદ્ધ બને છે. ગુણ સ્વરૂપ પર્યાય બને છે. ટૂંકમાં ‘પર્યાય’ ગુણમાં ભળી જાય છે. પર્યાયનું ગુણમાં સંક્રમણ થાય છે.
એક થયેલા ગુણ-પર્યાય હવે દ્રવ્યમાં ભળે છે. વર્તમાન ક્ષણનો ઉપયોગ રૂપ પર્યાય, ગુણમાં ભળે અને પછી ગુણ પર્યાય દ્રવ્યમાં ભળે, અને છેવટે દ્રવ્ય જ રહે છે. ઉપયોગ દ્રવ્યમાં સ્થિર બને છે. ઉપયોગ દ્રવ્યમાં સ્થિર બનતાં આત્મ સાક્ષાત્કાર અનુભવાય છે.
-
૪-૫.આત્માની પાંચ શક્તિઓ – ગ્રાહકત્વ, વ્યાપકત્વ, રક્ષણત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ. આ પાંચ શકિતઓ જીવનો વિશેષ સ્વભાવ છે. વિશેષ ગુણ પર્યાયને આવરણ હોય, પરંતુ વિશેષ સ્વભાવને આવરણ નથી.
આ પાંચ શક્તિ અત્યારે ૫૨-પુદ્ગલ અનુયાયી બનીને વિભાવમાં પડી છે. આત્માની આ શક્તિઓ જે વિભાવમાં પડી છે તેને પરમાત્મસ્વરૂપ અનુયાયી બનાવી, આત્મ સ્વરૂપ અનુયાયી બનાવીને આત્મામાં સ્થિર કરવી તે આપણી સાધના છે.
ગ્રાહકત્વઃ- ઉપર મુજબ પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે. તેમાંથી ગુણો અને શક્તિઓનો વિસ્ફોટ થાય છે. તે ગુણો અને શક્તિઓને આપણે ગ્રહણ કરીએ છીએ તે ગ્રાહકત્વ છે.
વ્યાપકત્વઃ- પરમાત્મા દાન આપે જ જાય છે અને આપણે ગ્રહણ કરીએ છીએ. તેથી ગ્રહણ કરેલા જ્ઞાન, આનંદ, વીર્ય આદિને ગુણો -શક્તિઓ આપણામાં વ્યાપક બની જાય છે. તે જ્ઞાન, વીર્ય આદિને આપણા આત્મ પ્રદેશોમાં વ્યાપક બનાવવું તે વ્યાપકત્વ છે.
હૃદયમાં બિરાજમાન પરમાત્મા ઘીમે ઘીમે મોટા થઇ આપણા દેહ પ્રમાણ બની જાય છે. પરમાત્માના એક એક આત્મપ્રદેશ સાથે મીલન થાય છે. પરમાત્માના પ્રત્યેક આત્મપ્રદેશે અનંતગુણ અને અનંત સુખનો વાસ છે. પરમાત્માના આવા અસંખ્ય પ્રદેશો આપણા આત્માના અસંખ્ય પ્રદેશોને મળે ત્યારે અભેદ મીલન થાય છે.
આત્માની વ્યાપકત્વ શક્તિ જે વિભાવમાં હતી તે આત્મ પ્રદેશમાં વ્યાપક બનીને સ્વરૂપ અનુયાયી બની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org