Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૨૩
શાસ્ત્ર સૃષ્ટિ તે શ્રેષ્ઠ ષ્ટિ છે.
શાસ્ત્રકારોનું મન જે રીતે વિચારે છે, તે રીતે વિચારવાની ટેવ પાડવાથી આપણું મન જુદા જુદા દૃષ્ટિબિન્દુઓનો ઉપયોગ કરીને સમાધાન મેળવી શકે છે. જગતના જીવો ચર્મચક્ષુથી જુએ છે તેમાં તથા અસંખ્ય દેવો અવધિજ્ઞાનથી જુએ છે તેમાં અસંખ્ય ભેદ પડી જાય છે. સિદ્ધ ભગવંતો વલચક્ષુથી જુએ છે તેમાં ભેદ પડતા નથી; તેથી તે ચક્ષુને આગળ કરીને સાધુઓ જુએ છે તેને શાસ્ત્રચક્ષુ કહે છે.
"Positive thinking"
ॐ ह्रीं श्रीं अर्हं नमः
ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः ॐ ह्रीं श्री भद्रंकरविजयजी गुरुम्यो नमः
પૂ. ગુરુભગવંતનો અનોખો વિષય હતો. પૂ. ગુરુમહારાજ આકૃતિથી અનોખા, પ્રકૃતિથી પ્રભાવશાળી અને કૃતિથી કામણગારા હતા. કદી ‘ના’ એવો શબ્દ એમના મુખમાંથી સાંભળ્યો નથી. કદાચ ‘ના’ નીકળે તો અનેક ગણી ‘હા’ ના સમર્થન માટે. અહીં આપણે જોઈએ છીએ તેમનું વિધેયાત્મક પ્રવચન. “જગત સંપત્તિઓનો ભંડાર છે, વિપત્તિને સ્થાન જ નથી.” જેનો ‘અહં’ ‘અર્હમ્’માં પરિણમ્યો છે તેને જગતમાં સર્વત્ર અર્હમ્ દેખાય છે. જગત અર્હમય દેખાય છે.
1
दुःखं दुष्कृतसंक्षयाय महतां क्षान्तं पदं वैरिणां, कायस्याशुचिता विरागपदवी, संवेगहेतुर्जरा सर्वत्यागमहोत्सवाय मरणं, जाति सुहृद्प्रीतये, संपदिभः परिपूरितं जगदिदं स्थानं विपत्तेः कुतः ॥
આ શ્લોક પૂ. ગુરુમહારાજને પ્રિય હતો. આ શ્લોકનો મર્મ તેમણે ઘણીવાર સમજાવેલો. મનુષ્ય જ્યારે હતાશ થઈ જાય છે - “હવે હું શું ક્વીશ ? હવે મારું શું થશે ? શરીરમાંથી રોગ જતો નથી, આર્થિક સંજોગો સુધરતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org