Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૬૩
પૂરતો ધ્યાતા પોતે જ
આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે.
“ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.”
એક ગોપી અને એક કૃષ્ણ દેખાય છે તે સંભેદ પ્રણિધાન છે. અરિહંત આકાર ઉપયોગ છે.
તેથી પણ આગળ ધ્યાન પ્રક્રિયા ચાલે છે ત્યારે ઉપયોગથી ઉપયોગવાન્ (આત્મા) અભિન્ન હોવાથી ઉપયોગ આકાર આત્મા બને છે. ત્યારે બધા જ કૃષ્ણ દેખાય છે. ગોપી પોતે જ કૃષ્ણ રૂપ છે.
ધ્યાતા પોતેજ અભેદ ધ્યાન સમયે અરિહંત રૂપ હોય છે. અને અરિહંત રૂપે ધ્યાન કરાયેલો આત્મા આ જન્મમાં આત્મ સાક્ષાત્કાર અને આવતા જન્મમાં યોગ્ય સામગ્રી મળતાં સંપૂર્ણ પણે આત્મ સ્વરૂપનું પ્રગટીકરણ કરે છે. મારા પ્રિયતમ અરિહંત પરમાત્માએ સમય આપ્યો છે “આજે મોડી રાત્રે
વહેલી સવારે ધ્યાનમાં મળીશું
-
સીમંધર, સીમંધર હૃદયમાં ધરતી, પ્રત્યક્ષ દર્શનની આશા હું કરતી; આવા વિયોગના દુ:ખ મ્હારા કહેજો ચાંદલિયા, સીમંધર તેડા મોક્લે.....
(વીર વિજય મહારાજ કૃત સીમંધર સ્વામિનું સ્તવન)
મારા પ્રિયતમ પ્રભુ જાણે છે કે તેમના વિરહમાં મારું હૃદય કેવી રીતે ધબકતું હશે ! “એક ક્ષણ એક વર્ષ સમાન” એવી વિરહની સ્થિતિમાં કેટલી વ્યથા ભરી હશે ! મારૂં પ્રાણ પંખેરૂં વિરહની વેદનામાં ઊડી ન જાય તેનો વિચાર મારા પ્રિયતમ પ્રભુને છે જ. પ્રિયતમના વિરહમાં મારી શું વલે થઈ હશે ? વિરહની વેદનામાં તરફડીયા મારતાં મારૂં શું થતું હશે ? આ બધું અંતર્યામિ પ્રિયતમ જાણે છે.
પોતાના પ્રિયતમ મહાસાગરને અભેદ ભાવે મળવા માટે બે કાંઠે વહેતી નદીની જેમ મારા પ્રિયતમ “અરિહંત પ્રભુને” ભેટવા માટેની રસભરી ઈન્તેજારી પૂર્વક મિલનની દિવ્ય પળની વાટ જોતી પ્રિયતમના આગમનની પ્રતીક્ષા પૂર્વક થનગનાટભર્યા ભાવોલ્લાસમાં ઝુલતી હતી તે સમયે મારા પ્રિયતમના આગમનના મધુર વાજાં વાગ્યાં....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org