Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૯૮ ભગવાનનું દર્શન કરી આપણે રોમાંચ અને આનંદ અનુભવીએ છીએ..............(આવો અનુભવ કરવો.). .........
તે કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર ભગવંતના મસ્તકની પાછળ સૂર્ય સમાન તેજસ્વી ભામંડળ શોભી રહ્યું છે. અનેકવિધ મણિ માણેક રત્નોથી વિભૂષિત ત્રણ છત્રો ભગવંતના મસ્તક ઉપર શોભી રહ્યાં છે. આકાશમાં દેવદુંદુભિઓનો ગંભીર નાદ ગાજી રહ્યો છે. વરા ક્રોડ દેવદુંદુભિઓ તાડન કર્યા વગર વાગી રહી છે. જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. દેવોની જોડીઓ ચામરો વિંઝી રહી છે.
ચોસઠ ઈન્દ્રો પોતાની સર્વશક્તિથી જે પરમાત્માના ડાબા ચરણનો એક અંગૂઠો પણ બનાવી શકતા નથી, પરંતુ પરમાત્માના જેવા જ અદ્દભૂત બીજા ત્રણ રૂપો ત્રણ દિશામાં એક જ વ્યંતર દેવે વિરચિત કર્યા. તે ભગવાનની હાજરીનો અતિશય છે. પ્રત્યેક પ્રાતિહાર્યમાં આપણને પરમાત્માનું દર્શન થાય છે.......................(આવું દશ્ય જોવું.)
પ્રાતિહાર્યોથી યુક્ત, ૩૪ અતિશયોથી અલંકૃત પરમાત્મા કેવા શોભે છે!
જિનાજી! તારા વૃક્ષ અશોકથી શોક દૂરે ગયો રે લોલ....... જિનાજી! ભામંડલ શિર પૂઠે કે સૂર્ય પરે તપે રે લોલ.. જિનજી! ત્રણ છત્ર બિરાજે કે ત્રિભુવનપતિ પણો રે
જિનાજી! જાનુ પ્રમાણ ગીર્વાણ કુસુમવૃષ્ટિ કરે રે લોલ.... જિનાજી! ચામર કેરી હાર ચલતી એમ કહે રે લોલ.... જિનજીજે નમે અમ પરે તે ભવી ઉર્ધ્વગતિ લહેરે લોલ.... જિનજી! પાદપીઠ સિંહાસન વ્યંતર વિરચીએ રે લોલ.... જિનજી! તિહાં બેસી જિનરાજ ભવિક દેશના દીયે રે લોલ.... જિનાજી ! દિવ્ય ધ્વનિ સૂર પૂરે કે વાંસલીએ સ્વરે રે લોલ.... (આ રીતે પ્રાતિહાર્યયુક્ત પરમાત્માના દર્શન કરવા.).....
બાર પર્ષદાની રચના થઈ. સૌ પોતપોતાના યોગ્ય સ્થળે દેશના સાંભળવા ઉપસ્થિત થયા. આપણે પણ યથાયોગ્ય સ્થાન ઉપર દેશના સાંભળવા બેઠા છીએ. તે સમયે પ્રભુને નિહાળતાં આપણું હૃદય પોકારે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org