Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૯૭ બનાવી, તેના ઉપર પ્રથમ ચાંદીનો ગઢ અને સોનાના કાંગરા બનાવ્યા છે. તે ઉપર પાંચ હજાર પગથિયાં ઊંચે બીજો સોનાનો ગઢ અને રત્નના કાંગરા બનાવ્યા છે. તે ઉપર ૫OOO પગથિયાં ઊંચે ત્રીજો રત્નનો ગઢ અને મણિના કાંગરા બનાવ્યા છે..............(આવું દશ્ય જોવું.)
આપણે સૌથી ઉપરના ગઢમાં.......................દૈવી શક્તિ દ્વારા ક્ષણમાં ઉપર પહોંચી ગયા.......................
સૌથી ઉપરના ગઢની મધ્યમાં પ્રભુની ઊંચાઇથી ૧૨ ગુણું ઊંચું, એક યોજન વિસ્તારવાળું મનોહર રમણીય અશોકવૃક્ષ છે. જે સમગ્ર સમવસરણ ભૂમિને શીતલ છાયા આપી રહ્યું છે..........
અશોકવૃક્ષની નીચે વિવિધ રત્નો, હીરા, માણેક, નીલમ આદિથી વિભૂષિત પાદપીઠ સિંહાસન છે..................(આવું દશ્ય આપણે જોઈ રહ્યા છીએ.).
ત્યાં સકલ વિશ્વના ઉદ્ધારક, દેવેન્દ્રોને દર્શનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, યોગીન્દ્રોને આદરણીય, વિશ્વને વંદનીય, પ્રાણીમાત્રને પૂજનીય, ત્રિભુવનેશ્વર, દેવાધિદેવ, કરૂણાસાગર પરમાત્મા જગતના ઉદ્ધારને અર્થે સમવસરણ ભૂમિમાં પધાર્યા.............(આવું દશ્ય જોવું.).
મહાપ્રભુનો સમવસરણમાં પ્રવેશ થતાં સમગ્ર પ્રાણી – સંસાર આનંદ પ્રમોદ – ધ્વનિથી પ્રભુને વધાવે છે..(આવું દશ્ય જોવું.)
પ્રણમામિ પરમેશ્વર, વન્દ વિશ્વનાયક; જય જય જગદીશ્વર, જય જય જ્યોતિર્ધર.
સુસ્વાગતમ્, શુભાગમનમુ-આવા મધુર ધ્વનિથી સૌ કોઇ પરમાત્માને વંદન, નમન, પ્રણામ કરી કૃતાર્થ બને છે. આપણે પણ પ્રણામ કરી કૃતાર્થ બનીએ છીએ...............(આ બધું દશ્ય જોઈએ છીએ.)...........
અને તે વખતે મહાપ્રભુએ વિશ્વના સાર્વભૌમચક્રાઘીશ્વરના સિંહાસન પાસે પહોંચી “નમો તિથ્થસ્સ” કહી ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી. કરુણાનિધાન પરમાત્માએ વિશ્વેશ્વરના સિંહાસન ઉપર આરૂઢ થઈ, સકલ જગતને સનાથ બનાવ્યું. અશરણ એવા આપણને પરમાત્માએ શરણ આપ્યું. આવે સમયે આપણી ત્યાં ઉપસ્થિતિ આપણા જીવનની સુવર્ણમય ઘન્ય પળ બની ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org