Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૦૭ વિસ્મય................... ભાવોલ્લાસ.. વીર્યનો ઉછાળો........... આનંદનું મોજું........... જીવનની અદ્ભુત પળ છે..........(આવું અનુભવવું) કદી નહીં અનુભવેલી અત્યંત નિર્મળ અવ્યવસાયની ઘારા
છે.........
..............(આવું અનુભવવું) સંકલ્પશક્તિ અતિ બળવાન બની છે.....(આવું અનુભવવું). શુક્લધ્યાનની પૂર્વ તૈયારી..........
દુષ્કત ગહ) આજ પર્યત કોઈ પણ જીવની સાથે મેં જે અયોગ્ય વ્યવહાર કર્યો હોય તે સર્વ જીવની ક્ષમા માંગું છું. આજ પર્યત જે પર દ્રવ્યને મેં મારૂં માન્યું, પર દ્રવ્ય પ્રત્યે જે મમત્વ કર્યું, તે મમત્વને સારું માન્યું – તે મારા દૃષ્કૃતની ગહ કરી તેમાંથી હું પાછો હું છું.
આગામી કાળ માટે જે પરદ્રવ્ય પ્રત્યેના મમત્વ ભાવને મેં ગ્રહણ કરી રાખ્યો છે, જે પરભાવને મેં સારો માન્યો છે, ભાવિ કાળ માટે પરદ્રવ્યનો સંગ કરવાની મેં જે ભાવના રાખી છે, તેનો હું ત્યાગ કરૂં છું. વર્તમાન કાળમાં જે કર્મ ઉદયમાં આવે, તે ગમે તેવી વિચિત્ર સામગ્રી મારી સામે ઉપસ્થિત કરે, તે સમયે તેના કારણે હું સુખ-દુઃખ કે રાગ - દ્વેષનો અનુભવ નહીં કરું. હું મારા જ્ઞાન -- દર્શનમાં જ સ્થિર રહીશ.
આ રીતે ત્રણે કાળના કર્મોથી ભિન્નબનીને હવેષપકશ્રેણિ આરોહણની પૂર્વતૈયારી કરૂં છું. હું જ્ઞાનાવરણીય આદિ દ્રવ્ય કર્મને ભોગવતો નથી. હું મારા આત્માના જ્ઞાન આદિ અંનત ગુણને ભોગવું છું. એકાગ્રતાપૂર્વક મારા અનંત ગુણોનું સંવેદન કરું છું.........
અનુભવ કરું છું.........
ભોગવટો કરું છું...............(એવું ધ્યાન કરવું).......... (આવો અનુભવ કરવો.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org